Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા શહેરના મેયરનાં રાજીનામાની ઉઠી માંગ


જાગૃત નાગરિકે કરી મેયર પિન્કી સોની નાં રાજીનામાંની માંગ, ઓફિસની બહાર લગાવ્યું પોસ્ટર.


હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલ આગાહી સાચી પડી હતી અને જન્માષ્ટમીના દિવસે પડેલ ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શહેરીજનોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. પુરની સ્થિતિ ને સંભાળવામાં વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીકળ્યું હતું. જેના પગલે વડોદરા શહેર ના એક જાગૃત નાગરિક લોકેશ ત્રિપાઠી દ્વારા પ્રથમ નાગરિક મેયર પિંકી સોની નું રાજીનામું માંગ્યું હતું. જાગૃત નાગરિક વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા પરંતુ કોઈ કારણસર મેયર ઉપસ્થિત ન હોવાથી તેમના દ્વારા મેયરની ઓફિસની બહાર રાજીનામા ની માંગ સાથેનું એક પોસ્ટર લગાવવામાં આવ્યું. જેમાં વેરામાં ₹ 1 ની વળતરની માંગણી પણ કરવામાં આવી હતી.

જાગૃત નાગરિક લોકેશ ત્રિપાઠી એ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપ્યા હતા અને વડોદરા શહેરની કમાન શહેરના સૌ નાગરિકોએ મેયર પિન્કી સોની ને સોંપેલ છે અને તેઓ પૂરની સ્થિતિ ને મેનેજ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે તે માટે તેઓ સ્વૈચ્છિક રાજીનામું આપે અને શહેરના દરેક નાગરિકને વેરામાં એક રૂપિયાનું વળતર મળે તેવી માંગણી કરીએ છીએ.

To Top