Top News

More Posts

   The Latest

Most Popular

બે દિવસમાં પૂરના પાણી ઓરસરતા હવે તણાઇ ગયેલા લોકોના મૃતદેહો મળવાનો સિલસિલો શરૂ

પ્રતિનિધિ વડોદરા તા.29

ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા તેના પાણી સમગ્ર વડોદરા શહેરને ધમરોળ્યું હતું. પાણીના વધુ પડતા પ્રવાહમાં કેટલાક લોકો તણાઈને મોતને ભેટ્યાં હતા. ત્યારે હવે પૂરના પાણી ઓસરવાના કારણે વિસ્તારોમાંથી ધીરેધીર કરીને મૃતદેહો મળવાનો સિલસિલો શરૂ થયો છે. છેલ્લા બે દિવસ દરમિયાન જુદાજુદા પાણીના પ્રવાહમાં તણાઇને ડૂબી ગયેલા 11 લોકોના મૃતદેહો જોવા મળતા ફાયર બ્રિગેડ તથા પોલીસ સહિતની ટીમોએ બહાર કાઢયા હતા. પોલીસે મૃતદેહોની પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી મૃતકોની ઓળખવિધિ કરવા સાથે તેમના વાલીવારસોની પણ શોધખોળ શરૂ કરાઇ છે.

વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણી શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઘણા લોકો પાણીના કારણે પોતાના મકાનોમાં ફસાઈ ગયા હતા. તે લોકોને  વિવિધ ટીમો દ્વારા રેસ્કયુ કરીને સહી સલામત બહાર કાઢયા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં કુલ ફોર્સમાં પાણીનો વહેણ હોવાના કારણે પશુઓ લોકો પણ તણાઇ ગયા હતા. ત્યારે પરંતુ પાણી ભરેલા હોવાના કારણે તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી હવે પૂરના પાણી અલગ અલગ વિસ્તારમાંથી ઓસરવાની શરૂઆત થતા પાણીમાં ડુબી ગયેલા લોકોના મૃતદેહ જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં હજુ પાણી હોય તેમાં પણ મૃતદેહો તરતા જોવા મળતા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિ સ્થળ પર પહોંચી કામગીરી કરી રહી છે. કારેલીબાગ બહુચરાજી મંદિર ઢાળ ઉતરતા, ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળ, ખિસકોલી સર્કલ ટ્રાન્સપેક કંપની પાસે, જેતલપુર બ્રિજ પાસે અને કારેલીબાગ સ્મશાન, સયાજીગંજ દરગાહ, સમા સહિતના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા બે દિવસમાં પાણીમાં ડુબી ગયેલા લોકોના મૃતદેહ હોવાના કોલ મળતા વેંત જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી મૃતદેહોને બહાર કાઢીને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા પોલીસ દ્વારા મૃતકોની ઓળખવિધિ કરવા સાથે તેમના વાલી વારસોની શોધખોળ શરૂ કરાઇ છે.

To Top