Top News

More Posts

   The Latest

Most Popular

13 સપ્ટેમ્બરએ ‘ગુજરાતમિત્ર’એ 162 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરીને 163માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જે ખુબ મોટી સિધ્ધિ સમાન છે. આજના હરીફાઇ યુગમાં ન્યુઝપેપર ક્ષેત્રે પોતાનું અડીખમ અસ્તિત્વ ટકાવી રાખવુ અને સાથે સાથે નિરંતર લોકપ્રિયતા વધારવી એ જ ‘ગુજરાતમિત્ર’ની પ્રગતિ અને લોકચાહના દર્શાવે છે. ‘ગુજરાતમિત્ર’નાં તમામ વિભાગના કર્મચારીઓ આ પ્રગતિમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

જેમાં બે મત ન હોઇ શકે. ‘ગુજરાતમિત્ર’ની વિવિધ લોકપ્રિય કોલમો જેવી કે ચર્ચાપત્ર, દાદીમાનો નુસખો, તેમજ શેરબજાર, ફોરેક્સ બજાર, તેલ બજાર, યાર્ન બજારની સચોટ માહિતી આપે છે. આજનું પંચાગ અને સ્પોર્ટસલાઇન કોલમ પણ લોકપ્રિય છે. દેશ-વિદેશ અને રાજ્યોના વિવિધ શહેરો અંગે સચોટ માહિતી પુરી પાડે છે. ‘ગુજરાતમિત્ર’ રાજકારણ ક્ષેત્રે પણ ખુબજ નિદરતા અને ર્નિભયતાથી સાચી હકીકતો લોકહિતમાં પ્રદર્શીત કરે છે. હુ દિલથી ‘ગુજરાતમિત્ર’ને અભિનંદન પાઠવુ છું. અને ‘ગુજરાતમિત્ર’ આવી જ નિરંતર પ્રગતિ કરતું રહે અને તેની લોકપ્રિયતા નિરંતર વધતી રહે એવી મારી દિલથી શુભેચ્છા પાઠવું છું.
મોટામંદિર, સુરત  – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top