રાજ્યમાં આજે ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડી વધી હતી. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 09 ડિ.સે. તાપમાન નોંધાયું હતું. આગામી એક-બે દિવસમાંઠંડીમાં સામાન્ય કરતા થોડો વધારો જોવા મળે તેવી સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.3 ડિગ્રી., ડિસામાં 15.0 ડિગ્રી., ગાંધીનગરમાં 17.0 ડિગ્રી., વડોદરામાં 17.0 ડિગ્રી., સુરતમાં 19.3 ડિગ્રી., વલસાડમાં 15.1 ડિગ્રી., અમરેલીમાં 16.2 ડિગ્રી., ભાવનગરમાં 18.3 ડિગ્રી., રાજકોટમાં 17.0 ડિગ્રી., સુરેન્દ્રનગરમાં 17.6 ડિગ્રી., ભુજમાં 14.3 ડિગ્રી., અને નલિયામાં 0.9 ડિગ્રી. ઠંડી નોંધાવા પામી હતી