રાજ્યમાં મહાનગરો સાથે હવે નવસારી, વાપી, ભરૂચ સહિત વધુ 17 નગરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના (corona) કેસો તેજ રફતારથી વધી જતાં શુક્રવારે સીએમ ભૂપેન્દ્ર પેટલના (CM Bhupendra patel) અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠક બાદ સરકારે ૮ મનપા વિસ્તારો તથા આણંદ અને નડિયાદ શહેરમાં રાત્રી કફર્યુ (night curfew) આગામી તા.૨૯મી જાન્યુ. સુધી લંબાવ્યો છે. આ કફર્યુ રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો રહેશે. જો કે મુખ્યપ્રધાનના આદેશને પગલે રાજ્યના વધુ ૧૭ નગરોનો તેમાં સમાવેશ કરાયો છે. રાજ્યમાં કોરોના માટેની નવી સુધારેવી ગાઈડલાઈન (guideline) મુજબ હોટેલ તથા રેસ્ટોરેન્ટમાંથી ફૂડની હોમ ડિલિવરી હવે ૨૪ કલાક કરી શકાશે.

હોટેલ તથા રેસ્ટોરેન્ટસ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે
સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, દુકાનો, વાણિજયક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેકસ, માર્કેર્ટીગ યાર્ડ, અઠવાડિક ગુર્જરી – બડાર હાટ, હેર કટ્ટિગ સલૂન, સ્પા, બ્યુટિ પાર્લર તથા વ્યાપારિક ગતિવિધિ રાત્રીના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ તથા રેસ્ટોરેન્ટસ 75 ટકા ક્ષમતા સાથે રાત્રીના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે. જ્યારે ફૂડની હોમ ડિલિવરી ૨૪ કલાક સુધી કરી શકાશે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે, આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે.

  • રાત્રિ કરફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે
  • હોટેલ તથા રેસ્ટોરેન્ટમાંથી ફૂડની હોમ ડિલિવરી હવે ૨૪ કલાક કરી શકાશે
  • સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, ટ્યુશન ક્લાસિસ 50 ટકાની ક્ષમતાએ ચલાવી શકાશે
  • દુકાનો રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે

સરકારી એસટી કે ખાનગી બસોને એસી – નોન એસીની કેટેગરીમાં 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ બસોને રાત્રી કફર્યુમાંથી મુક્તિ અપાઈ છે. સિનેમા હોલમાં 50 ટકા ક્ષમતા, જીમમાં 50 ક્ષમતા, વોટર પાર્ક – સ્વિમિંગ પુલમાં 50 ટકા ક્ષમતા, લાયબ્રેરીમાં 50 ટકા ક્ષમતા, ઓડિટોરિયમ – એસેમ્બલી હોલ- મનોરંજક સ્થળો પર 50 ટકા ક્ષમતાથી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ બગીચા રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. ધો-9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના ટ્યુશન કલાસિસ 50 વિદ્યાર્થી ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. સ્પોર્ટસ કોમ્પલેકસ – સ્ટેડિયમ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના ચાલુ રાખી શકાશે. રાત્રી કફર્યુ દરમ્યાન આવશ્યક સેવાઓ (પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિકસ મીડિયા – ન્યૂઝ પેપર વિતરણ) ચાલુ રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની નવી માર્ગદર્શિકાની અન્ય બાબતો આવતીકાલથી ૨૨ જાન્યુઆરી 2022ના સવારે 6થી તા.૨૯મી જાન્યુ. સુધી અમલમાં રહેશે.

આ નવા ૧૭ નગરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો
આ નવા ૧૭ નગરોમાં સુરેન્દ્રનગર, ધ્રાગધ્રા, મોરબી, વાંકાનેર, ગોધરા, વિજલપોર, નવસારી, ધોરાજી, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, કલોલ (ગાંધીનગર), ગોંડલ, જેતપુર, કાલાવાડ (જામનગર) રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે.

Most Popular

To Top