Charchapatra

ધારાસભ્ય ખરીદ-વેચાણ સંઘ

1966 હરીયાણા રાજ્યથી ‘આયારામ-ગયારામ’ તરીકે પ્રખ્યાત પક્ષાંતરનો સીલસીલો બિહાર, ઉ.પ્ર., મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગોવા, દિલ્હી, કર્ણાટકથી હવે છેલ્લે મહારાષ્ટ્ર સુધી પ્રરાર્યો છે. પક્ષાંતર વિરોધી ધારો, 1986, ‘કાગનો વાઘ’ પુરવાર થયેલ છે. એ ઉધાડી હકીકત છે કે કોઈ વિચારધારા પરીવર્તનનાં કારણે નહીં, પરંતુ પદ અને પૈસાની લાલચથી પ્રેરાઈ પક્ષાંતર થાય છે. એ પણ ઉઘાડી હકીકત છે કે એક ધારાસભ્યની કિંમત રૂા. 10 થી 35 કરોડ બોલાય છે. ખુલ્લેઆમ આ બધું થઈ રહ્યું છે. તેનાં પર કોઈ રોકટોક કે નિયંત્રણ નથી. આ પક્ષાંતરનાં કારણે પોતે જે રાજ્યમાં ભાજપ ચૂંટણીમાં વિજયી થયેલ હોય ને અનેક રાજ્યોમાં સત્તા પ્રાપ્ત કરી શક્યો છે. લોકશાહી અને બંધારણની આ હત્યા છે. હવે સત્તાવાર રીતે અખિલ ભારતીય ધોરણે ધારાસભ્ય ખરીદ વેચાણ સંઘની રચના થવી જોઈએ. સરકારે તેને કાયદેસર માન્યતા આપી નિગમનું સ્વરૂપ આપવું જોઈએ. જે કોઈ ધારાસભ્યને સરકાર ગબડાવવાની કે પોતાને પ્રદાન થવાની  ઈચ્છા હોય તેણે પોતાની ઓફર આ નિગમ પાસે રજીસ્ટર્ડ કરાવવી જોઈએ. પૂરતી સંખ્યા થાય એટલે આ નિગમ કાં તો સરકાર ગબડાવશે અથવા પ્રધાનમંડળમાં આવા ધારાસભ્યોનો સમાવેશ કરાવશે. પછી છુપાછુપી મધરાતે લકઝરી હોટલમાં આશરો લેવાની કે હવાઈ ભાડું ખર્ચ દૂરના પ્રદેશમાં લકઝરી હોટલનો ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં.
પાલનપુર    – અશ્વિનકુમાર ન. કારીઆ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top