પરિવાર પર તૂટી પડ્યું દુઃખનું વાદળ, વિસ્તારમાં શોક સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક દુખદ ઘટના સામે આવી છે, જ્યાં પરિવારનું ગુજરાન ચલાવતા...
સફાઈ દરમિયાન બહાર આવ્યો ભયાનક રહસ્ય, વિસ્તારમાં હડકંપ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં...
માતા સામે રમતા બાળકને સિંહણ ખેંચી ગઈ; ગ્રામજનો દોડી આવતા પાંજરું મૂકી સિંહણ પકડાઈ(પ્રતિનિધિ) સુખસર, તા.11દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ઘાણીખૂટ ગામના પાંચ...
LPGની અછતથી રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં,બેંગલુરુના હોટેલોમાં સંકટ દેશના અનેક શહેરોમાં કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરની અછતના કારણે રેસ્ટોરન્ટ અને હોટેલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો...
એમ્બ્યુલન્સ ખાડામાં પડતાં જ શરૂ થયો શ્વાસ, ‘મૃત’ ગણાયેલી મહિલાનો ચમત્કારી બચાવ ઉત્તર પ્રદેશમાં એક આશ્ચર્યજનક અને ચમત્કારિક ઘટના સામે આવી છે....
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે United Arab Emirates (UAE)ના દરિયાકાંઠા નજીક એક કન્ટેનર જહાજ પર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી હુમલો થયો હોવાનું બ્રિટનની સમુદ્રી...
પોર બોમ્બે હાઉસિંગમાં યુવકની કોઈ હલનચલન નહીં જોવા મળતા શંકા ગઈ અને દરવાજો તોડતા જ યુવક લટકતો જોવા મળ્યો, વરણામા પોલીસે લાશને...
મ્યુનિસિપલ કોર્પોરેશનની વેરા વસૂલાત ઝુંબેશ તેજ, નોટિસ છતાં રકમ ન ભરતા લેવાયો નિર્ણયવડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ...
₹3800 કરોડની ડીલ ફાઈનલ ભારતના રક્ષા ક્ષેત્ર માટે એક મોટી આંતરરાષ્ટ્રીય સફળતા સામે આવી છે. દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતું દેશ...
બે પાઇપલાઇનથી દુનિયા સુધી તેલ પહોંચાડવાનો રસ્તો, ઈરાનની નાકાબંધી નિષ્ફળ જશે? મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને યુદ્ધની શક્યતા વચ્ચે વૈશ્વિક ઊર્જા બજાર...
મોસ્ટ અવેટેડ સ્પાય થ્રિલર ફિલ્મ Dhurandhar: The Revenge રિલીઝ પહેલા જ ધમાલ મચાવી રહી છે. Ranveer Singh અભિનીત આ ફિલ્મે અમેરિકામાં એડવાન્સ...
સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીના નામકરણનો નિર્ણય થતાં જ તેનું તાત્કાલિક અમલીકરણ કરવામાં આવ્યું છે. સામાન્ય સભામાં ઠરાવ પસાર થયા બાદ મોડી...
લાઈટોના અભાવે વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર; તંત્ર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ વડોદરા: શહેરના ટ્યુબ કંપની વિસ્તારમાં આવેલા અટલ બ્રિજ પર...
ઇરાન પર ઇઝરાયેલ અને અમેરિકાના હુમલાનો મુખ્ય હેતુ ઇરાનમાં સત્તાપરિવર્તન કરાવીને પોતાની કઠપૂતળી જેવી સરકારની સ્થાપના કરવાનો હતો. યુદ્ધના પહેલા દિવસે જ...
એક રાજા હતા. તેમણે એક મોટો સુંદર બગીચો બનાવ્યો. બગીચામાં સત્ય, પ્રેમ, ઈમાનદારી, જ્ઞાન, ભક્તિ, કરુણા, દયા વગેરે ઘણા છોડ ઊગાડ્યા. રાજા...
અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલો કર્યો અને યુદ્ધ ફાટી નિકળ્યું તેને એક સપ્તાહ કરતા વધુ સમય થઇ ગયો છે. આ યુદ્ધ...
નેપાળના રાજકારણમાં આ એક ધરમૂળથી પરિવર્તન છે. નેપાળી મતદારોએ આખરે એક સાપેક્ષ રીતે નવા પક્ષની તરફેણમાં નિર્ણાયક જનાદેશ આપ્યો છે. વડા પ્રધાન...
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનાં ૩૧ રાજય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોનાં ૭૮૧ ४७% જિલ્લાઓમાં ૭૪૩૦૦ શાળાઓના સર્વે રિપોર્ટમાં જણાવાયું છે કે ધોરણ ૯ નાં...
આજે ફરી એકવાર વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભું હોય તેવું જણાય છે. અગાઉ એવી ધારણા હતી કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે...
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના બીજા અઠવાડિયામાં એક મહત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો છે. શરૂઆતમાં ભારે સંખ્યામાં મિસાઈલ ફાયર કરનાર ઈરાન હવે લગભગ...
૭૦ના દાયકા અને હાલના સમય મા શિક્ષણ અને આરોગ્ય સુવિધા મેળવવા મોટો તફાવત છે. હાલના સમયમાં તો બન્ને દુવિધા બની ગઈ છે....
પહેલા આખા વર્ષ દરમ્યાન વિશ્વના કોઈક સ્થળે ક્રિકેટ ટેસ્ટ મેચની એકાદ સિરીઝ રમાતી, હવે તો બારે માસ ક્યાંક ને ક્યાંક ક્રિકેટ મૅચો...
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah વિશે એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. પાકિસ્તાનમાં જન્મેલા અને હાલમાં UAE માટે રમતા ઝડપી બોલર...
અણુબોમથી નષ્ટ થયેલું જાપાન આપણી આઝાદી પહેલા બીજા વિશ્વ યુદ્ધની લપેટમાં આવ્યા પછી વિકાસની ઝડપમાં કોઇ કસર ન રહી. જાપાનની રાજધાની ટોક્યોમાં...
પંજાબ વિધાનસભામાં મહિલાઓ માટે જાહેર કરાયેલ માસિક ભથ્થા યોજનાને લઈને સત્તાધારી Aam Aadmi Party (AAP) અને વિરોધ પક્ષ Indian National Congress (કોંગ્રેસ)...
હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે પણ ગ્રીષ્મ ઋતુ આકરી રહેવાની છે. લગભગ દર વર્ષે ઉનાળો આકરો જ હોય છે. શિયાળાના અમુક...
યુદ્ધમાં શરૂ થયો ‘હેવી સ્ટ્રાઈક’ તબક્કો મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને યુદ્ધની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક...
મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઈરાને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump ને સીધી અને કડક ચેતવણી આપી છે. ઈરાનના સુરક્ષા વડા...
5,000 સૈન્ય ટાર્ગેટ નષ્ટ, વ્હાઇટ હાઉસનો દાવો ઈરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી અંગે અમેરિકાએ ફરી સ્પષ્ટતા કરી છે કે તેનો મુખ્ય...
હું તો શોક થઈ ગયો!” – ભારતની સસ્તી દવાઓ જોઈ વિદેશી આશ્ચર્યચકિત ભારતમાં દવાઓના સસ્તા ભાવને લઈને એક વિદેશી યુવકનો વીડિયો હાલ...
દેશમાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવા માટેના નારી શક્તિ વંદન અધિનિયમનો અમલ તા.16મી એપ્રિલથી શરૂ કરી દેવામાં આવ્યો. અગાઉ 2023માં આ બિલ પર જ્યારે મતદાન થયું ત્યારે આ બિલની તરફેણમાં 454 અને વિરૂદ્ધમાં 2 મત પડ્યા હતા. આમ તો આ બિલનો અમલ હવે 2029માં જ નવા સીમાંકન બાદ થાય તેવી સંભાવના છે પરંતુ આ બિલે ભારતમાં એક નવો જ યુગ શરૂ કર્યો છે. જે મહિલાઓનો યુગ છે. અત્યાર સુધી દેશના રાજકારણમાં મોટાભાગે પુરૂષોનું જ પ્રતિનિધિત્વ હતું પરંતુ હવેથી ઓછામાં ઓછી 33 ટકા મહિલાઓ જ હશે. રાજકીય પક્ષોએ હવે સત્તા માટે મહિલાઓને આગળ કરવી પડશે. આજે ભલે મહિલાઓ માટે અનામત બિલની વાત થતી હોય પરંતુ શરૂઆતમાં મહિલા અનામતનો સૌથી મોટો વિરોધ મહિલા નેતાઓએ જ કર્યો હતો! બંધારણ સભાની ચર્ચાઓ દરમિયાન ઘણી મહિલા સભ્યો માનતી હતી કે આઝાદ ભારતમાં મહિલાઓને યોગ્યતાના બળે આગળ આવવું જોઈએ, અનામતની જરૂર નથી. તેમની દલીલ હતી કે લોકશાહી મહિલાઓને પોતાનું સ્થાન આપી દેશે. પરંતુ સમય જતાં આ આશાવાદ ઓગળી ગયો અને સમજાયું કે સમાજમાં માળખાકીય અવરોધો એટલા મજબૂત છે કે ‘સમાન તક’ની વાત માત્ર કલ્પના જ છે. આથી વિચાર બદલાયો અને 1990ના દાયકા સુધી આવતાં આવતાં મહિલાઓ માટે 33% અનામતની માંગ જોર પકડવા લાગી.
1996માં એચ.ડી. દેવગૌડાની સરકારે સૌપ્રથમવાર આ બિલ રજૂ કર્યું હતું. તે સમયે કોંગ્રેસ, ડાબેરીઓ અને દક્ષિણના પક્ષોએ તેનું સ્વાગત કર્યું. પરંતુ સમાજવાદી પાર્ટી અને ભાજપના જ અંદરના વર્ગો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમાં પણ તે સમયે ભાજપના સાંસદ ઉમા ભારતીએ તો એવી માંગણી કરી હતી કે પંચાયતી રાજની જેમ અહીં પણ પછાત જાતિની મહિલાઓ માટે અલગથી અનામત હોવી જોઈએ. આ માંગણીને કારણે જ ‘ક્વોટા-ઇન-ક્વોટા’ની નવી લડાઈ શરૂ થઈ હતી. 1998માં જ્યારે અટલ બિહારી વાજપેયી સરકારે બિલ ફરીથી રજૂ કર્યું ત્યારે સભ્યોએ સખત વિરોધ કર્યો અને ગૃહની અંદર જ કાયદાની નકલો છીનવીને ફાડી નાખી. AIADMKના વડા જે. જયલલિતાએ ટિપ્પણી કરી કે, ‘પુરુષો આ બિલના સમર્થનમાં ફક્ત હોઠ હલાવી રહ્યા છે, મનથી તો તેઓ આ બિલને રોકવા જ માંગે છે.’ જનતા દળના નેતા શરદ યાદવે તો એવી વિવાદી ટિપ્પણી કરી કે, ‘અમે એવું નહીં થવા દઈએ કે માત્ર ‘પરકટી મહિલા’ (ટૂંકા વાળવાળી, શહેરી મહિલા) જ સંસદમાં આવે.’ આરજેડીના લાલુ પ્રસાદ યાદવે એવા આક્ષેપો કર્યા કે, આ બિલ લઘુમતીઓ અને પછાતોનું ગળું દબાવી રહ્યું છે. આ વિરોધ એટલો તીવ્ર હતો કે 1999માં સરકાર પડતાં જ આ બિલ રદ થઈ ગયું.
મહિલા અનામત બિલ માટે બાદમાં 2008માં યુપીએ સરકારે ફરી પ્રયાસો કર્યા હતા. જોકે, તેમાં પણ વિરોધીઓ અડી ગયા હતા. શરદ યાદવે સંસદમાં એવું કહ્યું કે, અમારી પાસે સંખ્યાબળ નથી પરંતુ આ બિલનો વિરોધ કરવા માટે હું મરવા તૈયાર છું. જે તે સમયે સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહે આ બિલને નેતૃત્વ ખતમ કરનારું ‘કાવતરું’ ગણાવ્યું હતું. મુલાયમસિંહ એવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી કે, ‘ગ્રામીણ મહિલાઓ ‘એટલી આકર્ષક’ હોતી નથી, તેથી ફક્ત ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની પત્નીઓ અને દીકરીઓ જ આગળ આવશે.’ 9 માર્ચ, 2010ના રોજ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે ગૃહમાં ભારે ધમાલ મચી. 7 સાંસદોએ સ્પીકરના પોડિયમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને બિલ ફાડી નાંખ્યું. તેમને માર્શલ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. બિલ રાજ્યસભામાં તો પસાર થઈ ગયું, પરંતુ લોકસભામાં ક્યારેય રજૂ ન થઈ શક્યું. આખરે 2023માં તમામ રાજકીય પક્ષો સમજી ગયા કે મહિલાઓને અનામત આપ્યા વિના છૂટકો નથી અને તેને કારણે 2023માં આ બિલ પાસ થઈ ગયું હતું.
આ બિલ પાસ તો થઈ ગયું પરંતુ હવે ખરી કસોટી મહિલાઓની છે. મોટાભાગે એવું થાય છે કે મહિલાઓ ચુંટાયા બાદ તેમના સ્થાને તેમના પતિ જ વહીવટ કરે છે. જેને કારણે ભારે વિવાદો થાય છે. મહિલા અનામતનો અમલ શરૂ થઈ જશે પરંતુ સાથે સાથે આ વાતનો તમામ રાજકીય પક્ષોએ ખ્યાલ રાખવાનો રહેશે કે જે મહિલાઓને ટિકીટ આપવામાં આવે તે મહિલા એટલી સક્ષમ હોવી જ જોઈએ કે જે પોતાના પદની ગરીમાને શોભાવી શકે. જો આવી મહિલાઓ રાજકારણમાં આવશે તો જ આ બિલની સાર્થકતા રહેશે તે નક્કી છે.