Latest News

More Posts

બચી ગયા પૂર્વ CM Farooq Abdullah

જમ્મુમાં એક લગ્ન સમારંભ દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા Farooq Abdullah પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જો કે સદભાગ્યે ગોળી નિશાનેથી ચૂકી જતા તેઓ સુરક્ષિત રહ્યા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી 63 વર્ષીય કમલ સિંહ જામવાલ જમ્મુનો રહેવાસી છે. તેણે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે તે છેલ્લા 20 વર્ષથી ફારૂક અબ્દુલ્લાહની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે ગોળીબાર માટે તેણે પોતાનું લાયસન્સવાળું પિસ્તોલ ઉપયોગમાં લીધું હતું

બુધવારે જમ્મુમાં એક નેશનલ કોન્ફરન્સના નેતાના પુત્રના લગ્ન પ્રસંગે Farooq Abdullah હાજર હતા. ત્યાં તેઓ મહેમાનો સાથે ભોજન કર્યા બાદ બહાર નીકળતા હતા ત્યારે આરોપી પાછળથી નજીક આવી ગયો. CCTV ફૂટેજમાં જોવા મળે છે કે તેણે ખૂબ નજીકથી પિસ્તોલ તાકી ગોળી ચલાવી. જો કે ગોળી નિશાનેથી ચૂકી ગઈ અને તરત જ અબ્દુલ્લાહની સુરક્ષા ટીમે આરોપીને કાબૂમાં લઈ લીધો. ઘટના બાદ હાજર કેટલાક લોકો અને પાર્ટી કાર્યકરોએ આરોપીને માર પણ માર્યો હતો

આ ઘટના સમયે જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી મુખ્યમંત્રી Surinder Choudhary પણ ત્યાં હાજર હતા. તેઓ પણ આ ગોળીબારની ઘટનામાંથી અક્ષત બચી ગયા. પોલીસએ ઘટના સ્થળેથી પિસ્તોલ જપ્ત કરી અને આરોપીને ધરપકડ કરી છે.
આ ઘટનાને લઈ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને ફારૂક અબ્દુલ્લાહના પુત્ર Omar Abdullah એ પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ ગંભીર સુરક્ષા ખામી છે અને તપાસ થવી જોઈએ કે કેવી રીતે એક વ્યક્તિ Z+ સુરક્ષા ધરાવતા નેતા સુધી પિસ્તોલ લઈને પહોંચી ગયો

ડેપ્યુટી CM Surinder Choudhary એ પણ આ ઘટનાને ગંભીર સુરક્ષા ખામી ગણાવી છે.હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે

To Top