Latest News

More Posts

પ્રસુતા મહિલાની કદવાલ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ સૂઝબુઝથી પ્રસુતિ કરાવી:મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો*

( પ્રતિનિધિ ) સુખસર,તા.10

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દર્દી સહિત અકસ્માતનો ભોગ બનેલા તેમજ પ્રસુતા બહેનોના કટોકટી સમયે જીવન બચાવવા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ આશીર્વાદ સમાન સાબીત થઈ રહી છે.અને જેના લીધે અનેક લોકોને જીવત દાન મળી રહ્યા છે.અને ઉજડતા પરિવારોને બચાવી લેવાની કામગીરીના ભાગરૂપે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા 24 કલાક સેવા આપવામાં આવી રહી છે.અને દર્દી અથવા સગર્ભા બહેનો માટે સ્વજન જેટલી સેવા ન કરી શકે તેનાથી વધુ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ કરતા હોવાનું હોવાનું જોવા અને જાણવા મળે છે.તેવી જ રીતે ઝાલોદ તાલુકાના કદવાલ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ઉમદા કામગીરી કરી હોવાનું જાણવા મળે છે.
વિગતો મુજબ ઝાલોદ તાલુકાના સીમલીયા ગામના ખુર્દ ફળિયામાં રહેતા એક પ્રસુતા બહેનને પ્રસુતિની અસહ્ય પ્રસવ પીડા ઉપાડતા108 ઈમરજન્સીને કોલ પહોંચ્યો હતો.ત્યારે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તાત્કાલિક સીમલીયા ગામે પહોંચી પ્રસુતાને 108 એમ્બ્યુલન્સમાં લેવામાં આવ્યા હતા.108ની સમયસરની સારવારથી સફળ પ્રસૂતિ થઈ હતી.હાલ પ્રસૂતા માતા અને નવજાત બંને બાળકો સ્વસ્થ હોવાનું જાણવા મળે છે.
09 નવેમ્બર 2025 ના રોજ સાંજના સાડા ત્રણેક કલાકના અરસામા ઝાલોદ તાલુકા સીમલીયા ગામના અંતરિયાળ વિસ્તારમાં સગર્ભા મહિલાને પ્રસવની પીડા ઉપડતા કદવાલ લોકેશનની એમ્બ્યુલન્સ સેવાને ઈમરજન્સી કોલ મળ્યો હતો.અને ગણતરીના સમયમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.30 વર્ષીય આ મહિલાની ચોથી પ્રસૂતિ હતી.પ્રસુતા મહિલાને પ્રસુતિની અસહ્ય પીડા ઉપડી રહી હતી. ત્યારે108ના કર્મચારીઓએ સ્થિતિને ધ્યાનમાં લેતાં પ્રસુતાને હોસ્પિટલ સુધી પહોંચાડવા મુશ્કેલી જણાઈ હતી.ત્યારે વધુ સમય પસાર થાય તો સગર્ભા તેમજ આવનાર બાળકના જીવને જોખમ ઉભું થઈ શકે તેમ હતું. અને હોસ્પિટલ સુધી પહોંચવામાં સમય વેડફાય તો પ્રસૂતા સહિત આવનાર બાળકના જીવને જોખમ ઉભું થઈ શકે તેમ હતું.પરીસ્થિતિવશ ઈમરજન્સી સેવાના કર્મચારી મેડિકલ ટેકનીશીયન મનહરસિહ રાણા તેમજ પાઇલોટ સતીષ ચંદણાએ રસ્તાની સાઇડ ઉપર એમ્બ્યુલન્સ ઊભી રાખીને એમ્બ્યુલન્સ માંજ માતાની સુરક્ષિત સફળ પ્રસૂતિ કરાવી હતી.માતાએ સ્વસ્થ ટ્વિન્સ પુત્રી અને પુત્રને જન્મ આપ્યો હતો.108 સેવાના સ્ટાફ બાળકને ઇ.આર.સી.પી ડો.યશની ઓનલાઈન સલાહ મુજબ મધર કેર અને યુટ્રીન મસાજ આપીને માતા અને બાળકને સલામત રીતે સી. એચ.સી લીમડી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા.
હાલમાં બન્ને બાળકો અને માતાની તબિયત સ્થિર અને સ્વસ્થ છે.તેમ 108 ઈમરજન્સી સેવાના સુપર વાઇઝર ચેતન વનકર દ્વારા જાણવા મળ્યું છે.અને તેઓએ જણાવ્યું હતું કે,જ્યારે કોઈપણ ઈમરજન્સી જણાય તો તરત જ 108 ઉપર કોલ કરવો જોઇએ.ખાસ કરીને સગર્ભા મહિલાની પ્રસૂતિ સમયે રાહ જોવાના બદલે તરત જ 108 સેવાનો સંપર્ક કરો.જેથી માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકાય.108ની સમય સૂચકતાના કારણે આજે સિમલયાની મહિલા અને બન્ને બાળકો સુરક્ષિત છે.108 સેવા હર હંમેશ લોકોની સહાય માટે તત્પર અને તૈયાર છે.આમ દાહોદ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

To Top