સુરત શહેરમાં રોજબરોજ વધતી ટ્રાફિક સમસ્યાઓ વચ્ચે ખાસ કરીને આડેધડ ઓટો રિક્ષા પાર્કિંગ મોટું ન્યુસન્સ બની ગયું છે. તાજેતરમાં ડી.સી.પી. અમિતા વાનાણી...
ભારતીય ટપાલ ખાતાની સેવા દ્વારા જ બેંકની ચેકબુક્સ આવે જ છે. રીન્યુ થયેલ કે સાવ નવીન ATM કાર્ડ્સ આવે છે. આ સિવાય...
દક્ષિણ અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.0 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે હજુ સુધી જાનમાલના નુકસાનના...
લોકશાહી દેશમાં ચૂંટાયેલા નેતાઓએ ચૂંટણીમાં કરેલા વાયદાઓનો હિસાબ માગવાનો પ્રજાને અધિકાર છે. અધિકારીઓ જો ચૂંટાયેલા નેતાઓને ગાંઠતા જ નહીં હોય તો સામાન્ય પ્રજાને તો ક્યાંથી...
કહેવાય છે કે જીવન અમૂલ્ય છે. રોજેરોજ અખબાર ઉપર નજર ફેરવતા જણાય છે કે ઘર કંકાસ, નોકરી, વેપારધંધામાં માનસિક ત્રાસ કે બીજા...
અમે બે, અમારા બે- આ પરથી અમે બે-અમારું એક અને હવે માત્ર અમે બે જ! સંતાનો વિના ઘર સૂનું સૂનું લાગે. લગ્ન...
ગામમાં એક ઈમાનદાર અને સંતુષ્ટ માળી પોતાના પરિવાર સાથે રહેતો હતો. માળીની પત્ની કુશળતાથી પોતાનું ઘર ચલાવતી હતી. તેમનું જીવન ખુશીથી વીતી...
અત્યારે દેશમાં રાજકીય ધમાસાણ મચ્યું છે. ચર્ચાના કેન્દ્રસ્થાને છે ચૂંટણીપંચ. ભારતમાં બંધારણે જે સ્વાયત્તસતાઓ આપી છે તેવી સંસ્થાઓમાં ન્યાયતંત્ર જેટલું જ મહત્ત્વનું...
જૂન મહિનાથી બિહારની મતદાતા યાદી સુધારણાની પ્રક્રિયા ચર્ચામાં છે. સુધારણા પ્રક્રિયા શરુ કરવા પાછળનો હેતુ હતો કે કોઈ યોગ્ય નાગરિક મતદાનના અધિકારથી...
ઇન્ટરનેટ, ખાસ કરીને મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ વધ્યા પછી કેટલાક દૂષણો મોટા પ્રમાણમાં ફેલાયા તેમાં ઓનલાઇન જુગાર રમાડતી ગેમ્સનો પણ સમાવેશ થાય છે....
નવી દિલ્હી, તા. 21 (PTI): સંસદના એક મહિના સુધી ચાલેલા ચોમાસુ સત્ર દરમિયાન લોકસભા દ્વારા બાર અને રાજ્યસભા દ્વારા ૧૫ બિલ પસાર...
નવી દિલ્હી, તા. ૨૧ : વિવિધ રાજ્યોના મંત્રીઓનું જીએસટી દર તર્કસંગતીકરણ માટેનું જૂથ આજે જીએસટીના દરોના સ્લેબોમાં કાપ મૂકવા માટેની કેન્દ્ર સરકારની...
નવી દિલ્હી, તા. 21 (PTI): આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ) ની સફળ યાત્રાથી ઉત્સાહિત, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ ગુરુવારે આશા વ્યક્ત કરી કે...
નવી દિલ્હી, તા. 21 (PTI): અમેરિકાની પ્રાથમિકતા ભારત સાથેના વણસી રહેલા સંબંધોની સ્થિતિને ઉલટાવવાની હોવી જોઇએ એમ કહેતા રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ...
મોસ્કો, તા. 21 : ભારત અને રશિયાએ આજે તેમના સંબંધો સમતોલ અને સ્થિર રીતે વધુ વિસ્તૃત કરવાની પ્રતિજ્ઞા કરી હતી જ્યારે ભારતીય...
નવી દિલ્હી, તા. 21 (PTI) : ચીનના રાજદૂત શુ ફેઈહોંગે ગુરુવારે અહીં જણાવ્યું હતું કે, ચીન ભારત પર 50 ટકા સુધીના ટેરિફ...
સુરત: સુરત સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે...
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ General (Retd.) Dr. C.G.D.N. Chiwenga ‘GCZM’, ઝિમ્બાબ્વેના વાણિજ્ય...
સુરત: શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 16મી ઓગસ્ટે એક અજાણ્યા ઈસમની તિક્ષ્ણ હથિયાર વડે નિર્દયી હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતકની...
સુરત: પીપલોદ પોલીસલાઈનમાં બે પોલીસકર્મીની પત્નીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં નાયબ મામલતદારનો હોદ્દો ધરાવતી એક પોલીસકર્મીની પત્નીએ, પોતાની મોટી બહેન સાથે...
સાપુતારા: રેપ્ટર પરિવારનું એક આકર્ષક પક્ષી અને ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલું બ્રાહ્મણી સમડી ડાંગમાં જોવા મળી છે. ડાંગ જિલ્લામાં મુલાકાતે આવેલા પક્ષીપ્રેમી...
સુરત: વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સેફટી પોલિસી ૨૦૧૬ના સંદર્ભે નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. હવે તમામ...
સુરત, હથોડા, કામરેજ: કામરેજમાં તાપી નદી પર આંબોલી-ખોલવડ વચ્ચે બનાવેલા બ્રિજનો સ્પાન ક્ષતિગ્રસ્ત થતાં તેને રિપેર કરવા માટે એક મહિના પહેલા બંધ...
વડોદરા મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં સ્મશાનના ખાનગીકરણનો મુદ્દો ગરમાયો હતો. આ મુદ્દો ભાજપની સંકલન બેઠકમાં પણ ચર્ચાયો હતો. મળતી માહિતી અનુસાર,...
વડોદરા મહાનગર પાલિકાની સભામાં આવાસ યોજનામાં ગોટાળા પર ઘમાસાણ આવાસ યોજનામાં ગોટાળાની ચર્ચા વચ્ચે કમિશનર અરુણ મહેશ બાબુએ જામ્બુઆ મુદ્દે કાર્યવાહીનું આશ્વાસન...
પોલીસ દ્વારા અગાઉ પણ બે આરોપીની ધરપક કરાઇ હતી એલસીબી ઝોન-1ની ટીમે આરોપીને દબોચી ફતેગંજ પોલીસને સોંપ્યો પ્રતિનિધિ વડોદરા તા.21વર્ષ 2012માં સગીરાને...
સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં 2021 રાયોટીંગના 47 આરોપી પૈકી કેટલાક આરોપી સતત કોર્ટ મુદ્દતમાં ગેરહાજર રહેતા હોવાથી કોર્ટની આકરી કાર્યવાહી સાવલી: સાવલીની...
પાલિકાનું કડક વલણ વોર્ડ નં. 4માં નિયમભંગ કરનારાઓ પાસેથી સ્થળ પર દંડ વસૂલાયો શહેરની સુંદરતા અને સ્વાસ્થ્ય બગાડનારાઓ સામે હવે કાયમી કાર્યવાહી...
રાત્રી દરમિયાન દારૂની મહેફિલો માણી ખાલી બોટલો ફેંકવામાં આવતી હોવાના આક્ષેપ કોર્પોરેટરો અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવા માંગણી ( પ્રતિનિધિ )વડોદરા,તા.21...
હુમલાખોર ભાજપના હોદ્દેદાર સહિતના લોકો તથા નબળી કામગીરી કરનાર પોલીસ સામે કડક પગલા ભરવા ગૃહમંત્રી, એસપી તથા સાંસદને રજૂઆત વડોદરા તા.21તાજેતરમાં ભાદરવા...
પશુ આહાર અને ઇંધણના ખર્ચમાં વધારો થતા એક વર્ષ બાદ અમૂલે લીધો નિર્ણય
ખેડૂતોની આવક જાળવી રાખવા ભાવ વધારો અનિવાર્ય
આણંદ./ વડોદરા:
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધનું વેચાણ કરે છે, તેના દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2 સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો 14મી મે 2026થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે. મે-2025 બાદ એટલે કે એક વર્ષ કરતા વધુ સમય પછી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ) દ્વારા કરવામાં આવેલા આ ભાવ વધારો મહત્તમ વેચાણ કિંમતના 2.5 ટકાથી 3.5 ટકાની વચ્ચે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ 36 લાખ દૂધ ઉત્પાદકોના ઇનપુટ ખર્ચમાં થયેલો વધારો છે. છેલ્લા એક વર્ષમાં પશુ આહાર, દૂધના પેકેજિંગ માટેની ફિલ્મ અને બળતણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ અંગે ફેડરેશનના જણાવ્યા અનુસાર, અમૂલ તેના ગ્રાહકો પાસેથી મેળવેલા દરેક 1 રૂપિયામાંથી 80 પૈસા (80 %) સીધા દૂધ ઉત્પાદકોને પરત આપે છે. આ ભાવ વધારાનો મોટો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે જશે, જેથી તેઓને દૂધનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળી રહે. છેલ્લા એક વર્ષમાં સભ્ય સંઘોએ ખેડૂતોને અપાતા ભાવમાં પણ 3.7 ટકા (રૂ. 30 પ્રતિ કિલો ફેટ) નો વધારો કર્યો છે.
વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (બરોડા ડેરી) દ્વારા અમૂલ દૂધના વેચાણ ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (GCMMF)ના નિર્ણય અનુસાર તા. 14 મે 2026થી નવા ભાવ અમલમાં આવશે. દૂધ ઉત્પાદકોને વધુ લાભ મળે તે માટે ખરીદ ભાવમાં પણ પ્રતિ કિલો ફેટ રૂ. 31.15નો વધારો કરવામાં આવ્યો હોવાનું સંઘ દ્વારા જણાવાયું છે.
જાહેર થયેલા નવા ભાવ મુજબ અમૂલ ગોલ્ડ દૂધના 500 મિલી પાઉચનો ભાવ રૂ. 34માંથી વધારી રૂ. 35 કરવામાં આવ્યો છે, જ્યારે 6 લિટર પેકનો ભાવ રૂ. 400થી વધારી રૂ. 420 કરાયો છે. અમૂલ શક્તિ દૂધના 500 મિલી પાઉચનો ભાવ રૂ. 31થી વધારી રૂ. 32 અને 6 લિટર પેકનો ભાવ રૂ. 372થી વધારી રૂ. 384 કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત અમૂલ ગાય દૂધના 500 મિલી પાઉચનો ભાવ રૂ. 28થી વધારી રૂ. 30 અને 200 મિલી પાઉચનો ભાવ રૂ. 11થી વધારી રૂ. 12 કરવામાં આવ્યો છે. અમૂલ તાજા દૂધના 500 મિલી પાઉચનો ભાવ રૂ. 28 જ રાખવામાં આવ્યો છે, જ્યારે 6 લિટર પેકનો ભાવ રૂ. 336થી વધારી રૂ. 348 કરવામાં આવ્યો છે. અમૂલ સ્લિમ એન્ડ ટ્રિમ દૂધના 500 મિલી પાઉચનો ભાવ રૂ. 24થી વધારી રૂ. 25 કરવામાં આવ્યો છે.
બરોડા ડેરીએ જણાવ્યું છે કે દૂધના વેચાણ ભાવમાં થયેલા વધારાની સરખામણીએ દૂધ ઉત્પાદકોને વધુ લાભ આપવામાં આવ્યો છે. હાલમાં પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 875થી વધારી રૂ. 906 કરવામાં આવ્યો છે.
ડેરી દ્વારા જાહેર માહિતી મુજબ વર્ષ 2015માં અમૂલ ગોલ્ડ દૂધનો ભાવ પ્રતિ લિટર રૂ. 48 હતો અને તે સમયે દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ રૂ. 570 મળતા હતા. હવે 14 મે 2026થી અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર રૂ. 70 થશે જ્યારે દૂધ ખરીદીનો ભાવ રૂ. 840 પ્રતિ કિલો ફેટ સુધી પહોંચશે. છેલ્લા 11 વર્ષમાં અમૂલ ગોલ્ડના વેચાણ ભાવમાં રૂ. 22નો વધારો થયો છે, જ્યારે દૂધ ખરીદ ભાવમાં રૂ. 270નો વધારો નોંધાયો છે.
બરોડા ડેરીએ દાવો કર્યો છે કે છેલ્લા 11 વર્ષમાં દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં અંદાજે 47.35 ટકા વધારો કરવામાં આવ્યો છે, જ્યારે વેચાણ ભાવમાં આશરે 45.83 ટકા વધારો નોંધાયો છે.
બ્રાન્ડ વાઈઝ ભાવમાં થયેલો ફેરફાર (ગુજરાત: અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે)
દૂધના વેરિઅન્ટ પેક સાઈઝ જૂનો ભાવ (રૂ.) નવો ભાવ (રૂ) વધારો (રૂ)
અમૂલ તાજા 500 મિલી 28 29 1
અમૂલ તાજા 1 લિટર 55 57 2
ગાયનું દૂધ 500 મિલી 29 30 1
અમૂલ શક્તિ 500 મિલી 31 32 1
ટી સ્પેશિયલ 1 લિટર 63 66 3
અમૂલ ગોલ્ડ 500 મિલી 34 35 1
ભેંસનું દૂધ 500 મિલી 37 39 2