વડોદરા તારીખ 20માંજલપુર વિસ્તારમાં દસ દિવસ પહેલા બે સંતાનની માતાએ પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી બિલ્ડીંગના સાતમા માળેથી નીચે કૂદીને આપઘાત કરી...
નવા યાર્ડ રોડ સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં આવેલા સંતોક ચેમ્બર બહાર ભ્રષ્ટાચારનો ભુવો નિર્માણ પામ્યો : ( પ્રતિનિધિ )વડોદરા,તા.20 વડોદરા શહેરમાં ફરી...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આજે તા. 20 નવેમ્બરની સવારથી મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં વોટિંગ કરવા માટે મુંબઈ સ્થિત બોલિવૂડ સ્ટાર્સ પણ સવારથી...
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો વધારો થઈ રહ્યો છે. ભારતના અનુભવી ખેલાડી હાર્દિક પંડ્યાએ વિશ્વના ટોચના...
સુરતઃ શહેરમાં મંગળવારે મધરાત્રે ગોઝારી ઘટના બની હતી. અહીં કતારગામ ફૂલપાડા વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા કોમ્પલેક્શના બીજા માળે 15 બાય 15ની રૂમમાં ગેસ...
કુંભારવાડા પોલીસ મથકમાં આવતા રોડ સાઇડના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા : ( પ્રતિનિધિ )વડોદરા,તા.20 વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી મેહતા વાડીમાં રહેતા...
સૌરભ પાર્ક પંપીંગ સ્ટેશન પાસે લોકોનો ઉગ્ર સુત્રોચાર કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વિરોધ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.20 વડોદરા શહેરના વોર્ડ નંબર ૯ આવેલા...
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 4,140 ઉમેદવારો મેદાનમાં છે. 2019 રાજ્યની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે ઉમેદવારોની સંખ્યામાં 28 ટકાનો વધારો...
કારેલીબાગ નાગરવાડામાં હત્યાની કોશીશ તથા રાવપુરા એસએસજી હોસ્પીટલ ખાતે પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના ગુનામાં વધુ વોન્ટેડ પૈકીના મુખ્ય સૂત્રધારના બે આરોપી ભાઈને...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ અને ઉત્તરાખંડ એમ પાંચ રાજ્યોની 15 વિધાનસભા બેઠકો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે આજે મતદાન શરૂ...
સુરતઃ શહેરના રેલવે ટ્રેક પરથી કતારગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ યુવકનું ટ્રેન અડફેટે મોત થયું છે. યુવકના શરીરના ટ્રેન નીચે કપાઈ બે કટકા...
મુંબઈઃ ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન તેની પત્ની સાયરા બાનુથી છૂટાછેડા લઈ રહ્યા છે. આ મામલે બંનેના વકીલો દ્વારા એક જાહેર નિવેદન...
સુરત: મેટ્રો સિટી બનવા તરફ આગળ વધી રહેલું સુરત દેશ અને દુનિયામાં સૌથી ઝડપથી વિકસતા શહેર પૈકીનું એક છે, શહેરના વિકાસની સાથે...
મેડિકલ ક્ષેત્ર મસમોટી ફી લેવા માટે જાણીતું છે અને હવે તો ઇન્શ્યોરન્સને કારણે દરદીઓના ચાર્જિસ અધધ વસૂલાય છે. આખરે ઇન્શ્યોરન્સ કંપની બિલનાં...
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ રોકી દેવાનું વચન આપ્યું હતું; પણ હાલના રાષ્ટ્રપતિ જો બાઈડન યુદ્ધને...
સીતા હરણ બાદ, હનુમાનજીએ સીતાજીની શોધ કરી, સીતાજી રાવણની લંકામાં અશોકવાટિકામાં છે. તે જાણ્યા બાદ ભગવાન રામે વાનર અને રીંછોની સેના સાથે...
વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તથા એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાની સૂચના મુજબ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યાના બનાવ અનુસંધાને...
વરસાદનું પાણી નદી બની વહે છે કે તળાવરૂપે સંગ્રહાય છે ત્યારે તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. પરંતુ આ પાણીઝાડનાં મૂળ કે છિદ્રાળુ...
20 નવેમ્બરે યોજાનાર મતદાનમાં એક નવું પરિબળ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે- મહિલા મતદારો, ઓબીસી વિરુદ્ધ મરાઠા મતદારો કે કિસાન મતદારો?...
ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને અઢી વર્ષ કરતા વધુ સમય થઇ ગયો પરંતુ આ યુદ્ધ હજી ચાલુ જ છે....
રસ્તાનું તો ક્યાંય નામનિશાન નહોતું, ક્યાંક શેરીમાં થઇને, ક્યાંક ઘાસિયા મેદાનમાં થઇને, બળદગાડા જતાં અને ઊંડા ચીલા પડતા એ જ માન્ય અને...
સુરતમાં સિંગલ સ્ક્રીન એક જમાનો હતો. આજે મલ્ટીપ્લેક્સ સિનેમાની ઓનલાઇન ટીકીટ મળી જાય છે. જ્યારે સિંગલ સ્ક્રીન સિનેમામાં દર સોમવારે બૂકીંગ ખુલતું...
અમેરિકામાં બાળકોનો ઉછેર કરવો ખૂબ જ અઘરો છે. ૫૦ % કરતાં વધારે મા-બાપ સ્ટ્રેસમાં જીવે છે, લાચાર છે તથા એકલતા અનુભવે છે....
મોટેભાગે દરેક મકાનમાં છતની નીચે દીવાલમાં કરવામાં આવતી પાટિયાંની કે પાકી છાજલી જે સરસામાન મૂકવા માટેની વ્યવસ્થા એટલે અભરાઈ. નવાં બંધાતા મકાનોમાં...
ઓવરસીસના સંચાલકે ઓફિસમાં કામ કરતી યુવતી સાથે કૂકર્મ આચર્યું (પ્રતિનિધિ) આણંદ તા.19 વિદ્યાનગર ખાતે આવેલા ઓવરસીસના સંચાલકે તેની ઓફિસમાં જ કામ કરતી...
રાવપુરા જોગી વિઠ્ઠલદાસની પોળમાં કાંકરીચાળો ગત રવિવારે શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા મહેતા વાડીમાં હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચે ની મારામારી બાદ પૂર્વ નગર...
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રથમ વખત ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે આની પુષ્ટિ કરી હતી. તેમણે ન્યૂઝ...
બીલીમોરા : બીલીમોરાના યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી તેની પાસે શીપમાં નોકરી કરવા જવાનું હોવાથી પૈસાની જરૂર હોય તેને ભોળવી રૂપિયા 3.40...
વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર દિલીપરાણા ના અધ્યક્ષ સ્થાને દિવાળી બાદની પ્રથમ રીવ્યુ બેઠક યોજાઇ હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે દિવાળી...
રાત્રે તથા વહેલી સવારે લોકો રજાઇ ઓઢવા,સ્વેટર પહેરવા મજબૂર.. આગામી 23નવેમ્બર બાદ ઠંડી વધવાની શક્યતા.. (પ્રતિનિધિ) વડોદરા તા. 19 શહેરમાં નવેમ્બર માસના...
રાજ્યમાં આગામી તા.26, 27 અને 28 ડિસેમ્બરે વરસાદની આગાહી
ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે હજી પણ આગામી 48 કલાક બાદ લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ હવામાન વિભાગની વ્યક્ત કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
ઉપરાંત આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ઘણા બદલાવ આવી શકે છે. આગામી 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ,ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તથા સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. ત્યારે રવિવારે તથા સોમવારે શહેર જિલ્લામાં સવારે તથા સાંજથી રાત સુધી ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
દેશભરમાં ગુજરાતને અન્ય રાજ્યની સરખામણીમાં સૌથી લાંબો દરિયાકાંઠો મળ્યોછે. ગુજરાતની પશ્ચિમ બાજુ અરબસાગર આવેલો છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ભેજ ગુજરાત તરફ આવી રહ્યા છે જેને કારણે વાતાવરણના ઉપરીસ્તરમાં વાદળો બંધાયા છે, જેથી રાજ્યમાં રવિવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે તથા હજી આ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર પૂર્વ તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી એક તરફ અરબસાગરથી આવતો ભેજ અને બીજી તરફ પૂર્વક તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ વિવિધ સિસ્ટમ સક્રિય બનવાને કારણે ભરશિયાળે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હાલમાં વાતાવરણ જે પ્રકારે પલટાયુ છે, તેનાથી અરબસાગરના ભેજ ગુજરાતમાં આવી રહ્યા છે, જેને કારણે તાપમાનમાં વધારો થયો છે. હાલ ગુજરાતવાસીઓને ઠંડીમાંથી રાહત મળી છે અને હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. એટલે કે, ડિસેમ્બર મહિનામાં હાડ થીજાવતી ઠંડી બાદ હવે વરસાદનું અનુભવ ગુજરાતવાસીઓ કરશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં વિવિધ સિસ્ટમ અસર કરવાની છે, જેને કારણે તેના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબ સાગરમાં ટ્રફની રચના થઈ છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન ઉપર એક ઇન્ક્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે ગુજરાતની આસપાસ અસર કરનાર છે તે તમામ સિસ્ટમને કારણે ગુજરાતમાં વાદળછાય વાતાવરણની સાથે વરસાદની સંભાવના છે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે.અરબસાગર પરથી આવતા ભેજને કારણે ગુજરાતના તાપમાનમાં વધારો નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરા જિલ્લામાં ફક્ત 24જ કલાકમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા શહેરનુ
લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે જ્યારે સોમવારે શહેર નું લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત હજુ પણ આગામી 48 કલાક દરમિયાન ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. ત્યારબાદના પાંચ દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાશે. એટલે કે, ઠંડીમાંથી રાહત મળશે. સોમવારે વહેલી સવારથી જ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.રસ્તા ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી.વાહનચાલકોએ પણ ધુમ્મસના કારણે થોડી મુશ્કેલી અનુભવી હતી. વહેલી સવારથી લઈને આખા દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સાથેસાથે તાપમાનનો પારો પણ સતત ગગડયો હતો. સતત ઠંડી હોવાને કારણે લોકો સ્વેટર પહેરીને જ ઘરની બહાર નીકળવાનું મુનાશીબ માન્યું હતું.