Latest News

More Posts

લખનઉ સુપર જાયન્ટ્સે બેંગલુરુને 9 રને હરાવ્યું, DLS મેથડથી લખનઉની જીત : રજત પાટીદારની ફિફ્ટી અને ટિમ ડેવિડની આક્રમક બેટિંગ છતાં RCBને પરાજય

IPL-2026ની રોમાંચક 50મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે યાદગાર જીત નોંધાવી હતી. વરસાદના વિક્ષેપ વચ્ચે રમાયેલી આ હાઈસ્કોરિંગ મેચમાં લખનઉએ DLS મેથડના આધારે બેંગલુરુને 9 રને હરાવ્યું હતું. મિશેલ માર્શની વિસ્ફોટક સદી અને અંતિમ ઓવરોમાં થયેલી ઝડપી બેટિંગ લખનઉ માટે જીતનું મુખ્ય કારણ બની હતી.

બેંગલુરુની ખરાબ શરૂઆત, પાટીદારે સંભાળી ઇનિંગ્સ
ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરુની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થતાં ચાહકો નિરાશ થયા હતા. ત્યારબાદ ફિલ સોલ્ટ પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. શરૂઆતમાં જ બે મહત્વપૂર્ણ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન રજત પાટીદારે જવાબદારી સંભાળી ઇનિંગ્સને સ્થિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રજત પાટીદારે માત્ર 31 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સમાં 6 સિક્સર અને કેટલીક આકર્ષક બાઉન્ડરીનો સમાવેશ થતો હતો. દેવદત્ત પડિકલએ પણ મહત્વપૂર્ણ 34 રન ઉમેર્યા હતા. મધ્યક્રમમાં ટિમ ડેવિડે ઝડપી બેટિંગ કરતાં માત્ર 17 બોલમાં 40 રન ફટકાર્યા હતા, જેના કારણે ટીમનો સ્કોર ઝડપથી આગળ વધ્યો હતો.

અંતિમ ઓવરોમાં કૃણાલ પંડ્યાએ આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં માત્ર 10 બોલમાં 32 રન બનાવી બેંગલુરુને 19 ઓવરમાં 6 વિકેટે 203 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું. લખનઉ તરફથી પ્રિન્સ યાદવે શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 33 રન આપી 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

મિશેલ માર્શની સદીથી લખનઉનો વિજય
204 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. ઓપનર મિશેલ માર્શે બેંગલુરુના બોલરોને કોઈ તક આપી નહોતી અને તાબડતોબ શોટ્સ ફટકારતા માત્ર 56 બોલમાં 111 રનની શાનદાર સદી નોંધાવી હતી. તેમની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થતો હતો. માર્શને નિકોલસ પૂરનનો સારો સાથ મળ્યો હતો. પૂરણે 17 બોલમાં 38 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. અંતિમ ઓવરોમાં આયુષ બદોની અને અબ્દુલ સમદે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વરસાદના કારણે મેચ થોડા સમય માટે અટકાવવી પડી હતી, પરંતુ DLS મેથડ મુજબ લખનઉ જીતની સ્થિતિમાં હતું.

અંતે લખનઉએ 19 ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. બેંગલુરુ તરફથી ભુવનેશ્વર કુમાર સિવાય કોઈ બોલર અસરકારક સાબિત થયો નહોતો. આ જીત સાથે લખનઉ સુપર જાયન્ટ્સે પોઇન્ટ ટેબલમાં મહત્વના બે પોઇન્ટ મેળવી પ્લેઓફની રેસ વધુ રોમાંચક બનાવી દીધી છે.

To Top