દિપડા જેવા હિંસક પ્રાણીઓને આંતરિયાલ ગામડા અને શહેરમાં આવતા રોકવા માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નેચર કલબ સુરત અને વન વિભાગ દ્વારા દિપડાને...
રાજીવ એમ.બી.એ. થયો.તેના મનમાં એમ કે ઘણી મહેનત કરી ભણ્યો છું બસ હવે સરસ મોટા પગારની નોકરી મેળવી આરામથી જીવન જીવીશ અને...
એક્ચ્યુલી…આશ્ચર્ય તો એ વાતે થાય, કે પ્રસંગ પરમાણે લોકો તરત હખણાં પણ થઇ જાય. પેટ્રોલનો ભાવ પણ આડો નહિ આવે ને મોંઘવારી...
વધુ એક આર્થિક બજેટ રજૂ થઈ ચૂક્યું છે. આડત્રીસ લાખ કરોડથી વધુ રકમનું બજેટ નાણાંકીય મૂલ્યની રીતે ઐતિહાસિક છે. દેશમાં ચર્ચા છે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (NARENDRA MODI) ભત્રીજી સોનલ મોદી ( SONAL MODI) ને અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BHAJAP) દ્વારા...
દેશમાં અને દુનિયામાં જ્યારે નવા કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો રોગચાળો હાહાકાર મચાવવા માંડ્યો હતો તે શરૂઆતના મહિનાઓમાં હર્ડ ઇમ્યુનિટીની પણ ઘણી ચર્ચા થઇ...
પ્રજાસત્તાક દિનના દિવસે દિલ્હીમાં ધમાલ મચાવ્યા બાદ પંજાબના 69 ખેડુતો (FARMERS) અને હરિયાણાના 33 યુવાનો જેલ ( JAIL) માં બંધ છે. આ...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટ આજથી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ...
યુકેના આરોગ્ય પ્રધાને ગુરુવારથી વિશ્વનું પ્રથમ કોરોના રસીની નવી ટ્રાયલ શરૂ કરી છે. જેમાં, લોકોને પહેલો ડોઝ અલગ રસીનો અને બીજો ડોઝ...
દેશમાં એન્ટી-કોરોના વાયરસ રસીનો બીજો ડોઝ 13 ફેબ્રુઆરીથી આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે. કેન્દ્રએ ગુરુવારે જણાવ્યું હતું કે, 45 ટકા આરોગ્ય કર્મચારીઓનું અત્યાર...
ઓસ્ટ્રેલિયા સામેનો ઐતિહાસિક શ્રેણી વિજય પછી હવે ભારતીય ટીમ પોતાના ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં આવતીકાલે જ્યારે મેદાન પર ઉતરશે...
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 23.77 કરોડ અમેરિકન ડોલર (1732.92 કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યુ સાથે સતત ચોથા વર્ષે 2020માં સૌથી ધનિક...
ફેસબુક, વૉટ્સએપ અને ગુગલની સેવાઓ વિશ્વના વિવિધ ભાગોમાં ખોરવાવાના બનાવો પછી હવે ટેક જાયન્ટ એપલની ઓનલાઇન સેવાઓ અને વિવિધ એપ્સ ડાઉન થઇ...
વાપી, નવસારી : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દસ-બાર દિવસ ઠંડીનો ભારે ચમકારો રહ્યા બાદ બે દિવસથી થોડો ઘટાડો થયો હતો. જેમાં ગુરુવારે વલસાડ...
સુરત: સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 408 કરોડ રૂપિયાના બોગસ આઇટીસી મામલે એકની ધરપકડ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં તેની...
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ટાટા ગ્રુપ સાથે મળીને ગાંધીનગરના નાસ્મેદ ગામ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (IIS)ની સ્થાપના કરવામાં...
ગુજરાતમાં ૨૦૦૭માં ગીરમાં ૬ કરતાં વધુ સિહોના શિકારની ઘટનાની યાદ તાજી કરાવે તેવી ઘટના ફરીથી અમરેલી નજીક ખાંભા પાસે બની છે. વન...
વલસાડ : શૂન્ય ક્રમાંકથી શરૂ થતી સ્પેશ્યલ ટ્રેનો રેલવે તંત્ર (railway management) દ્વારા છાપામાં આગોતરી જાહેરાતો છાપી (news published)ને શરૂ કરવામાં આવે...
રાજ્યના શિક્ષણ વિભાગે (Education Department) આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં (College) પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત...
સુરત મહાનગરપાલિકા (smc)ની ચૂંટણી (election)માં ભાજપ (bjp)ની ટિકિટ જાહેરાતની સાથે કાર્યકરોએ જાણે ચૂંટણી જીતી (win) ગયા હોય તેવી રીતે ઉત્સવની ઉજવણી શરૂ...
દિલ્હી પોલીસે ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કરવા માટે ગ્રેટા થનબર્ગ (greta thunberg) વિરુદ્ધ એફઆઈઆર (fir) નોંધી છે. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે...
શેર બજારે ( stock market) બજેટ દિવસથી જ તેજીનો દોર ચાલુ રાખ્યો છે. તેમ છતાં, બજાર આજે ઘટાડા વલણથી શરૂ થયું હતું,...
પલસાણા: માંગરોળના કોસંબા ખાતે આવેલ કે.એમ.ચોક્સી જ્વેલર્સ નામની દુકાનમાં કેટલાક શખ્સોએ 10 વર્ષ અગાઉ લૂંટ (loot) ચલાવી હતી. આ લુંટારુઓ 6 કરોડ...
surat : ફ્રાન્સ ( france) નાં પર્યાવરણ મંત્રી સુરત આવંતા તેઓ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ મક્કાઇ પુલ ( makkai pool) પાસેથી પણ...
surat : ટેક્સટાઈલ સિટી ( textiles city ) ગણાતા સુરત શહેરમાં લોકડાઉન (lockdown) બાદ છેતરપિંડીના બનાવોમાં વધારો નોંધાતાં અલાયદા ઇકોનોમી સેલની રચના...
ભાજપ, રાજપા, કોંગ્રેસ અને બાદમાં એનસીપી પછી હવે ફરી માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આત્મા કોંગ્રેસમાં જવા માટે સળવળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ...
surat : વરાછામાં ( varacha) આવેલી સરકારી સ્કૂલની દિવાલને અડીને જ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને દારૂડીયાઓ દારૂ પીવા માટે...
સુરત : રાજકોટથી પ્રોહિબીશન (prohibition)ના ગુનામાં પાસા હેઠળ લાજપોર જેલ (lajpor jail)માં મોકલાયેલા એક આરોપીને ડાબા પડખાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર...
નવસારી : દક્ષિણ ગુજરાતમાં બુધવારે કોરોના (corona)નો એક પણ કેસ નહી નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આજે નવસારી, વલસાડ અને ડાંગ...
surat : સોશિયલ મીડિયા (social media) ના યુગમાં ફેસબુક (facebook) અને ઇન્સ્ટાગ્રામ (instagram) જેવા પ્લેટફોર્મ લોકોને નજીક તો લાવી રહ્યા છે પણ...
ગરમીની શરૂઆતમાં જ રસ્તાઓને પરસેવો છૂટ્યો, પાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી



(પ્રતિનિધિ), વડોદરા. તા.7
વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ અને હલકી ગુણવત્તાના કામોનો નમૂનો ઉનાળાની શરૂઆતે જ શહેરના અલકાપુરી વિસ્તારમાં જોવા મળ્યો છે. સૂર્યદેવતાએ હજુ તો આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે, ત્યાં જ વડોદરાના રસ્તાઓ પીગળીને પ્રવાહી બની રહ્યા છે. અલકાપુરીમાં હોટલ એક્સપ્રેસ પાસેનો ડામરનો રોડ જાણે ‘ગુંદર’ બની ગયો હોય તેમ લોકોના પગરખાં અને વાહનોને પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને શહેરીજનો પૂછી રહ્યા છે કે, સાહેબ, આ રોડ બનાવ્યો છે કે કોઈને ચોંટાડવાનો ફેવિકોલ ? અલકાપુરી જેવા વિસ્તારમાં, જ્યાં હજારો લોકોની અવરજવર રહે છે, ત્યાં રોડનો ડામર ઉકળવા માંડ્યો છે. રસ્તો એટલો ચુંબકીય બની ગયો છે કે ચાલતા જતા રાહદારીઓના ચંપલ ડામરમાં ફસાઈ જાય છે. લોકોએ પોતાનું સંતુલન જાળવવા માટે ભારે કસરત કરવી પડે છે. ગૃહિણીઓ, નોકરિયાત વર્ગ અને ખાસ કરીને વૃદ્ધો માટે આ માર્ગ પર ચાલવું એક અગ્નિપરીક્ષા સમાન બની ગયું છે. દ્વિચક્રી વાહનચાલકોના ટાયર ડામરની ચીકાશને કારણે સ્લિપ થઈ રહ્યા છે, જે ગંભીર અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. સામાન્ય રીતે ડામરના મિશ્રણમાં જો યોગ્ય તાપમાન અને ગુણવત્તા જાળવવામાં ન આવે તો જ આવી સ્થિતિ સર્જાય છે. ઉનાળાની શરૂઆતમાં જ જો ડામર પીગળવા લાગે, તો ભર ઉનાળે રસ્તાની હાલત શું થશે ? કોન્ટ્રાક્ટરો અને પાલિકાના એન્જિનિયરોની મિલીભગતને કારણે જનતાના ટેક્સના કરોડો રૂપિયા જાણે ડામર બનીને રસ્તા પર વહી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. સ્થાનિકોની એક જ માંગ છે કે વડોદરા મહાનગરપાલિકા કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને અલકાપુરી સહિતના વિસ્તારોમાં જ્યાં પણ ડામર ઉખડી રહ્યો છે કે પીગળી રહ્યો છે, ત્યાં તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી શરૂ કરે.