સુરત: સુરત જિલ્લામાં મોટાપાયે ચાલી રહેલા ગેરકાયેદ રેતીખનન બાદ મોડે-મોડે જિલ્લા કલેકટરે તાપી સહિત કેટલીક નદીઓમાં બાર્જ વડે થતા રેતીખનન ઉપર પ્રતિબંધ...
સુરત મનપાની ચૂંટણી આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યાં છે ત્યારે ધીરેધીરે રાજકારણ તેની ચરમસીમા પર પહોંચી રહ્યું છે. રાજકારણની...
કોરોના સંક્રમણને લીઘે સહકારી બેંકોને ધિરાણ સામે રિકવરી મેળવવા મુશ્કેલી થતા ઘણી બેંકોની બેલેન્શસીટ બગડી હતી અને નફામાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો....
સુરત: (Surat)16મી જાન્યુઆરીથી શહેરમાં હેલ્થ વર્કરો અને ત્યારબાદ તબક્કાવાર ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે 15 મી ફેબ્રુઆરીથી...
ગુજરાત: (Gujarat) આસામમાં એક જાહેર સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા કરવામાં આવેલા એક નિવેદનનો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ...
દિલ્હી પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ (નું આયોજન કરીને ટૂલકિટ કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ અને દિશા રવિની ધરપકડ અંગે માહિતી આપી...
ચેન્નાઈ: ખાનગી ક્ષેત્રના પ્રથમ ઉપગ્રહ (SATELLITE), સતિષ ધવન સેટ પ્રથમ વખત અવકાશમાં પહોંચશે, જેમાં ભગવદ ગીતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 25...
મોરબી નગરપાલિકા વોર્ડ એકના ઉમેદવારો (CANDIDATES) વચ્ચે પ્રચાર કરવા બાબતે થયેલી માથાકૂટ પોલીસ મથકે (POLICE STATION) પહોંચી હતી. ઉમેદવારો વચ્ચે છુટ્ટા હાથની...
GANDHINAGAR : ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 ( COVID – 19) સંક્રમણને રોકવા અંગેની કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NATIONAL DISASTER MANAGEMENT)...
ગાજીપુર સરહદ: એક તરફ ખેડુતો કૃષિ કાયદાની વિરુદ્ધ સરકારમાં ફરતા જોવા મળે છે અને બીજી તરફ વિરોધી પક્ષના નેતાઓ કૃષિ કાયદા સામે સરકાર...
નવી દિલ્હી: દેશમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડુતોના આંદોલન (FARMER PROTEST)નો 82 મો દિવસ છે . અને દિલ્હીની જુદી જુદી સરહદો પર ખેડૂતોનું આંદોલન ચાલી...
વાપી: (Vapi) વાપીમાં ગોલ્ડકોઈન સર્કલ પાસે વાપી ટાઉન પોલીસે વ્હાઇટ કલરની મારૂતિ અર્ટિગા કારને રોકીને તપાસ કરતા કારની અંદરથી ઇંગ્લિશ બનાવટનો દારૂ...
નવસારી: (Navsari) નેશનલ હાઇવેની હોટલો (Hotel) પર ઉભેલી કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા અને કિંમતી સામાન ચોરી કરતી ગીગોલ ગેંગને નવસારી...
સુરત: સુરત મહાનગર પાલિકાની ચૂંટણી (Surat Municipal Corporation Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મતદારોની ઉત્કંઠા વધી રહી છે....
રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM RUPANI) વડોદરામાં એક સભાને સંબોધી રહ્યા હતા, દરમિયાન બેભાન થયા બાદ સોમવારે તેમનો કોવિડ ટેસ્ટ (COVID...
સુરત: (Surat) સુરતમાં ઉમેદવારો લેન્ડલોર્ડ હોવાનું તેમની એફિડેવિટ પરથી પ્રસ્થાપિત થાય છે. આમેય સુરતમાં જમીન મકાન મિલકતના ભાવો આસમાને હોવાથી હાલ ચૂંટણી...
વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ તેના માટે જ પડકાર બની ગઈ છે. નવી નીતિના આગમન પછી, લાખો લોકોએ વોટ્સએપ (WhatsApp)ને અલવિદા કહી દીધું,...
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સીએમ વિજય રૂપાણીને એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા...
આણંદ: આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ ટ્રાફિક વધતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તથા ટ્રાફિકના કર્મચારીઓની અપૂરતી સંખ્યાના કારણે જનતાને...
મોડાસા: અરવલ્લી જિલ્લામાં ખાખી વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જીલ્લામાં સ્વચ્છ...
નડિયાદ: કોરોના કાળમાં પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોની સેવા – સુશ્રુષા કરતાં ફ્રન્ટલાઇન વોરિયર્સનું નડિયાદની સન્ડે ક્રિકેટ ક્લબ દ્વારા સન્માન કરવામાં...
મોડાસા: મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વોર્ડ.નં-૧ થી વોર્ડ.નં-૫ના ઉમેદવારો જાહેર કરતાની સાથે ટીકીટ માટે દાવેદારી કરનાર સક્ષમ અને પાર્ટીનું વર્ષોથી કામગીરી...
ગોધરા: ચૂંટણીઓ માં રાજકીય પક્ષોમાં ટિકિટ લઈને પક્ષના કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકાની...
દાહોદ: દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે તાજેતરમાં જ એક માનસિક અસ્વસ્થ મહિલા જે પોતાના પરિવારથી વિખૂટી પડીને ખોવાઇ હતી તેને છેક તેલંગાણા...
ગોધરા: ગોધરાના આઠ વર્ષના કિહાનખાન ફિરોઝખાન પઠાણ કોરોના યોદ્ધા તરીકે 165 સંસ્થાઓ દ્વારા, ચાર વર્લ્ડ અને રાષ્ટ્રીય કક્ષાના રેકોર્ડ માટે ,...
જમ્મુ કાશ્મીર (J & K)માં કાર્યરત આતંકવાદી સંગઠનો (TERRORISM GROUP) હવે પંજાબ (PUNJAB)માં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થી (KASHMIRI STUDENTS)ઓને કાશ્મીર ખીણમાં હથિયારોની...
વડોદરા: વડોદરામાં રવિવારે સાંજે ત્રણ જાહેરસભા સંબોધનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેમના આગમન સમયે મુખ્યમંત્રીનો વિરોધ ન થાય...
દાહોદ : દાહોદ જિલ્લામાં હાલ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે. આવા સમયે પ્રજા માનસમાં પણ આ ચુંટણીને લઈ અનેક...
મોડાસા: માલપુરના અંધારીવાડીમાં રહેતા શ્રમજીવી પરિવારના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘરમાં પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો અને ઘરવખરી બળીને ખાખ થઇ...
આ અઠવાડિયાના પહેલા જ દિવસે ( FIRST DAY OF WEEK) દેશના લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. અને પ્રાથમિક જરૂરિયાતો સહિતની વસ્તુઓના ભાવ...
દેશમાં ઈચ્છામૃત્યુ મુદ્દે એક મહત્વપૂર્ણ અને માનવતા સ્પર્શતો ચુકાદો આવ્યો છે. ગાઝિયાબાદના 31 વર્ષીય હરીશ રાણાના કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ (Passive Euthanasia)ને મંજૂરી આપી છે. દેશમાં આ પ્રકારની પરિસ્થિતિમાં આપવામાં આવેલી આ મંજૂરીને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. બુધવારે જ્યારે સુપ્રીમ કોર્ટે હરીશના પરિવારની અરજી સ્વીકારી ત્યારે કોર્ટરૂમમાં ભાવુક માહોલ સર્જાયો હતો. ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ ચુકાદો આપ્યો ત્યારે ન્યાયાધીશ જસ્ટિસ જેબી પારડીવાલા ઈચ્છામૃત્યુ આપતી વખતે ભાવુક થઈ ગયા અને આંખોમાં આંસુ આવી ગયા હતા. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના 2018ના ‘કોમન કોઝ’ ચુકાદા (2023માં સુધારેલા) પર આધારિત છે, જેમાં માનવને ગૌરવ સાથે મૃત્યુ પામવાનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી છે.

હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી પથારીવશ છે. 2013માં થયેલા અકસ્માત બાદ તેના શરીરને ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તે ક્વાડ્રિપ્લેજિયા જેવી ગંભીર સ્થિતિમાં પહોંચી ગયો હતો. આજે પણ તે શ્વાસ લઈ રહ્યો છે, પરંતુ તેનું શરીર સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે અને તે 100% અપંગ બની ગયો છે. રાજનગર એક્સટેન્શનના રાજ એમ્પાયર વિસ્તારમાં રહેતા હરીશ પહેલાં ચંદીગઢ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. તેને બોડીબિલ્ડિંગ અને ફિટનેસનો ભારે શોખ હતો. મજબૂત શરીર અને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોતા આ યુવાનનું જીવન 20 ઓગસ્ટ 2013ના રોજ બનેલી એક દુર્ઘટનાએ સંપૂર્ણપણે બદલી નાખ્યું. તે પોતાના પેઇંગ ગેસ્ટના ચોથા માળેથી નીચે પડી ગયો હતો, જેમાં તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી.
અકસ્માત પછી હરીશના પિતા અશોક રાણાએ દીકરાને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યો. ચંદીગઢના PGIથી લઈને દિલ્હીની AIIMS સહિત અનેક જાણીતી હોસ્પિટલોમાં સારવાર કરાવવામાં આવી, પરંતુ ડોક્ટરોએ જણાવ્યું કે માથાની ગંભીર ઈજાને કારણે મગજના જ્ઞાનતંતુઓને અપરિવર્તનીય નુકસાન થયું છે અને સ્વસ્થ થવાની કોઈ આશા બાકી નથી. છેલ્લા 13 વર્ષથી હરીશ બોલી શકતો નથી, હિલચાલ કરી શકતો નથી અને આસપાસ શું થઈ રહ્યું છે તેની પણ તેને જાણ નથી. તેની જીવંત હોવાની માત્ર એક નિશાની ક્યારેક આંખોના પલકારાં છે. પોતાના દીકરાની આવી સ્થિતિ જોઈને માતા-પિતા માનસિક રીતે તૂટી ગયા હતા. હરીશની માતા નિર્મલા દેવીએ પહેલા હાઈકોર્ટમાં ઈચ્છામૃત્યુ માટે અરજી કરી હતી, પરંતુ 8 જુલાઈ 2025 એ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પરિવાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી.
સુપ્રીમ કોર્ટે AIIMSને હરીશની લાઇફ સપોર્ટ સિસ્ટમ તબક્કાવાર બંધ કરવાની મંજૂરી આપી છે. આ પ્રક્રિયા દર્દીની માન-મર્યાદા જળવાઈ રહે તે રીતે હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો અર્થ ગંભીર રીતે બીમાર દર્દીને જીવંત રાખતી બાહ્ય જીવન સહાય અથવા સારવાર ધીમે ધીમે બંધ કરી દેવી, જેથી દર્દી કુદરતી રીતે મૃત્યુ પામે. હરીશના પિતા અશોક રાણાએ કોર્ટના નિર્ણય માટે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ નિર્ણય હજારો એવા પરિવારો માટે આશા બની શકે છે, જે લાંબા સમયથી આવી પીડાદાયક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે હવે હરીશને ડોકટરોની દેખરેખ હેઠળ AIIMSમાં લઈ જવામાં આવશે, જ્યાં તબક્કાવાર તેની ફૂડ પાઇપ દૂર કરવામાં આવશે. હરીશના અવસાન બાદ તેના માતા-પિતા તેના કાર્યકારી અંગોનું દાન કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે, જેથી અન્ય લોકોને જીવનનો નવો માર્ગ મળી શકે. પરિવારના જણાવ્યા મુજબ, જ્યારે ભગવાનની ઇચ્છાથી હરીશ પ્રાણ ત્યાગશે ત્યારે તેના મૃતદેહને ગાઝિયાબાદ લાવી સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પ્રકારનો ચુકાદો આપણા દેશમાં પ્રથમવાર લેવાયો છે. દેશમાં ઈચ્છામૃત્યુ, માનવ અધિકારો અને દર્દીઓની ગૌરવપૂર્ણ જીવન સમાપ્તિ અંગે નવી ચર્ચા શરૂ કરી છે.