ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના આકાશમાં ઊડતી રકાબી (યુએફઓ ) દેખાઈ હોવાના વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ...
ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો વધીને પ.૦૩ ટકા થયો હતો જે મુખ્યત્વે ખોરાકી ચીજવસ્તુઓની વધેલી કિંમતોને કારણે થયું હતું એમ સરકારી આંકડાઓએ આજે જણાવ્યું...
કોવિડ-19 ના તાજેતરના કેસોને ધ્યાનમાં લેતા, મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં વહીવટીતંત્રે શાળાઓ અને કોલેજોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે અને...
અમદાવાદ, તા. 12 : આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી પાંચ મેચની ટી-20 સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમનું ટોપ ઓર્ડર ધબાય...
વૉશિંગ્ટન, તા. ૧૨: બિડેન વહીવટીતંત્રે આજે એક વિધિવત જાહેરનામુ બહાર પાડીને એચ-વનબી વિઝા પર આવેલા વિદેશી કામદારો માટેના ફરજિયાત લઘુતમ વેતન માટેના...
નવી દિલ્હી, તા. 12 (પીટીઆઇ) : વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (બીડબલ્યુએફ)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે કોવિડ-19 રોગચાળાને કારણે વિશ્વભરના પ્રતિબંધો તેમજ જટિલતાઓને...
લખનઉ, તા. 12 (પીટીઆઇ) : ભારતની મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે 10,000 ઇન્ટરનેશનલ રન પુરા કરીને ઇતિહાસ રચ્યો હતો. તે 10 હજારી...
વૉશિંગ્ટન, તા. ૧૨(પીટીઆઇ): અમેરિકી પ્રમુખ જો બિડેને જાહેર કર્યું છે કે ચોથી જુલાઇ, દેશના સ્વાતંત્ર્ય દિન સુધીમાં વિશ્વમાં કોરોનાવાયરસના રોગચાળાથી સૌથી ખરાબ...
નવી દિલ્હી,તા. 12: આ વર્ષે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં જેટલો વધારો થયો છે તેટલો વિશ્વના કોઈપણ અબજોપતિની સંપત્તિમાં થયો નથી. આ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં એક દિવસમાં કોરોનાવાયરસ ચેપના 23,285 કેસ નોંધાયા છે, જે લગભગ 78 દિવસમાં સૌથી વધુ છે. આ...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ વર્ષે એશિયા કપ (Asia Cup 2021) યોજવાના પક્ષમાં નથી. આ માહિતી શનિવારે પીસીબીના અધ્યક્ષ એહસાન મણિએ આપી...
અમદાવાદ : ટીમ ઇન્ડિયા (INDIA VS ENGLAND) અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની સીરિઝ પૂર્ણ થયા પછી હવે બધાનું ફોકસ ટેસ્ટ પરથી ટી-20...
new delhi : જો તમે સોશિયલ મીડિયા ( social media) થી પૈસા કમાવવા માગતા હો, તો તમારા માટે એક સારા સમાચાર છે....
સુરત: હજીરા-કાંઠા (HAZIRA) વિસ્તારના જૂનાગામ( શિવરામપુર)ની કેટલીક જમીનો આર્સેલર મિત્તલ (ARCELOR MITTAL) સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્ટીલ પ્લાન્ટ માટે કંપનીએ રાજ્યના મહેસૂલ...
NEW DELHI : રાજધાની દિલ્હીમાં વાહનોના પ્રદૂષણ ( POLLUTION) ને ઘટાડવા અને ઇલેક્ટ્રિક વાહનો ( ELECTRONIC VEHICALS) નો ઉપયોગ વધારવાના લક્ષ્ય સાથે,...
સુરતઃશુક્રવારઃ- ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (AZADI KA ‘Amrut Mahotsav’)ની ઉજવણીનો અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ...
સુરતની સામાન્ય ચૂંટણી પત્યા બાદ આજે પ્રથમ સભા મળી હતી જેમાં શહેરને નવા મેયર, ડે મેયર અને સાશકપક્ષ નેતા સહિત અન્ય હોદ્દેદારો...
બોલીવૂડમાં રણબીર કપૂર ( RANBIR KAPOOR) અને સંજય લીલા ભણસાલી ( SANJAY LEELA BHANSHALI) બાદ હવે મનોજ બાજપેયીનો ( MANOJ BAJPAI) પણ...
સુરત : નવી સિવિલ હોસ્પિટલના વહીવટકર્તા અને કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે બે દિવસથી ચોથા વર્ગના કર્મચારીઓએ પોતાની મહેનતનું વળતર મેળવવા માટે હડતાળ ઉપર...
સુરત: ચેમ્બરની મેનેજિંગ કમિટી(chamber managing committee) ની ચૂંટણીમાં 52 ઉમેદવારોનાં ફોર્મ રદ થવાના પ્રકરણમાં ચેમ્બરની આર્બિટ્રે્શન કમિટી(arbitration committee)ની સમાંતર સુનાવણી વચ્ચે ગુરુવારે...
પાકિસ્તાનના ( pakistan) પૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ના સુપ્રીમો નવાઝ શરીફે ( nawaz sharif) પાકિસ્તાન સૈન્ય પર ગંભીર...
સુરત: અગાઉ શહેરના રાંદેર (rander) વિસ્તારમાં રહેતા અને વર્ષ-2014થી વતન બનાસકાંઠા રહેવા જતા રહેલા યુવકની મિલકત તેના પડોશી 80 વર્ષીય વૃદ્ધ જમીન...
યુપીના શામલી જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. શામલીનો એક યુવક પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસને લગ્નની વિનંતી કરી હતી....
કર્ણાટકના બેંગલુરૂમાં ફૂડ ડિલીવરી એપ ( food delivery app)ના ડિલિવરી બોયની મહિલા પર હુમલો (attack on woman) કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં...
એક તરફ સુરત જિલ્લામાં બાઈકર્સ દ્વારા જીવના જોખમે સ્ટન્ટના વિડીયો સામે આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગમખ્વાર...
છેલ્લા સાડા ત્રણ મહિનાથી દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. દરમિયાન પંજાબથી રાહતના સમાચાર મળી રહ્યા છે. અમૃતસરમાં, કૃષિ કાયદાઓ...
જાંબુઘોડા: ઔષધ પ્રયોગોની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. વિવિધ સ્થળોએ વનસ્પતિ પ્રદર્શનોનું આયોજન કરીને ખાસ કરીને શાળાના બાળકોે વનૈષધિઓનું જ્ઞાન...
ગોધરા: ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડા ગામ પાસેથી પુરઝડપે પસાર થતી ગોધરા પોલીસ વાન ના ચાલકે રાહદારી શ્રમિક પરીવાર ના કીશોર ને...
શહેરા: શહેરા ના આંકડીયા પરા વિસ્તારમાં ખુલ્લામાં રમાતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા છાપો મારતાં ૧૧ જેટલા જુગારીઓને ઝડપી...
શહેરા: શહેરા ના દલવાડા ગામના યુવાન વીરેન્દ્ર સિંહ પગી ની લાશ વિજાપુર ગામ માં આવેલા પાણી ભરેલ કૂવામાંથી મળી આવતા ચકચાર...
છેલ્લા બે અઠવાડિયા કરતા વધારે સમયથી બે તુંડમિજાજી આખલાઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન નેત્યનાહુ ફૂંગરાયા છે. તોફાને ચઢેલા આ આખલાઓ આખા વિશ્વને નેસ્તનાબૂદ કરી નાખે તેવા ત્રીજા વિશ્વયુદ્ધને આરે લઈ જઈને ઊભું રાખે તે શક્યતાઓ દિવસે દિવસે વધતી જાય છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ હાલમાં અનેક કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે. તેઓ ઇઝરાયેલના ઇતિહાસમાં પ્રથમ એવા વડાપ્રધાન છે જેમના પર લાંચ-રુશ્વત, છેતરપિંડી અને પદના દુરુપયોગ જેવા ગંભીર ફોજદારી આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે.
જો આ આરોપો સાબિત થાય, તો તેમને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, ‘ધ હેગ’ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ૨૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ તેમની સામે વોરંટ જારી કર્યું છે. ગાઝા યુદ્ધ દરમિયાન માનવતા વિરુદ્ધના અપરાધો અને ભૂખમરાને હથિયાર તરીકે વાપરવાના ગંભીર આક્ષેપો તેમની પર છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ પણ એટલું જ વિવાદાસ્પદ રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયેલ જે રીતે ઇરાનના તેલ અને ગેસના ભંડારો પર હુમલા કરી રહ્યા છે, તેનાથી વિશ્વમાં અણુયુદ્ધનો ભય વધી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની હ૨કતો પણ બહુ વખાણી શકાય તેવી તો નથી જ. આ પરિસ્થિતિમાં ઇઝરાયલ અને અમેરિકા ભેગા થઈને જે રીતે ઇરાન પર હુમલા કરી રહ્યા છે અને ઇઝરાયલ બધાં નીતિ-નિયમોને નેવે મૂકીને ઇરાનના તેલ અનુ ગૅસના ભંડારો ઉપર છેલ્લા કેટલાંક દિવસોથી હુમલા કરી રહ્યું છે, તેને કા૨ણે દુનિયામાં તણાવ વધતો જાય છે. હાલ પરિસ્થિતિ ખરેખર નાજૂક છે અને ગમે ત્યારે ગમે તે બની શકે છે. આજે જ્યારે બેજવાબદાર નેતૃત્વને કારણે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભી છે, ત્યારે ૧૯૬૨ની ‘ક્યુબન મિસાઇલ કટોકટી’ અને તે સમયના અમેરિકન તથા રશિયન પ્રમુખોની ગંભીરતાભરી વર્તણૂક પરથી બોધ લેવો અનિવાર્ય બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ જેવા નેતાઓના વલણને કારણે વૈશ્વિક શાંતિ જોખમમાં મુકાઈ છે.
ક્યુબન મિસાઇલ કટોકટી (૧૯૬૨): જ્યારે ડહાપણે દુનિયાને બચાવી : ઓક્ટોબર ૧૯૬૨માં વિશ્વ પરમાણુ વિનાશની સૌથી નજીક હતું, જેને ‘ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ’તરીકે ઓળખવામાં આવે છે. આ ૧૩ દિવસનો સંઘર્ષ અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચેના શીત યુદ્ધનું ચરમબિંદુ હતું. ક્યુબામાં ફિદેલ કાસ્ટ્રોના સત્તાકાળ દરમિયાન સોવિયેત યુનિયને ત્યાં ગુપ્ત રીતે પરમાણુ મિસાઇલો ગોઠવવાનું શરૂ કર્યું. આ અમેરિકાની સુરક્ષા માટે સીધો પડકાર હતો. ૧૪ ઓક્ટોબરે અમેરિકી જાસૂસી વિમાને આ સાઇટ્સના ફોટા ઝડપ્યા. પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ ‘ક્વોરેન્ટાઇન’(નૌકા અવરોધ) જાહેર કર્યો અને ચેતવણી આપી કે ક્યુબાથી થતો કોઈ પણ હુમલો સોવિયેત યુનિયનનો હુમલો ગણાશે. ૨૭ ઓક્ટોબર ૧૯૬૨નો દિવસ સૌથી ભયાનક હતો. એક અમેરિકી વિમાન તોડી પાડવામાં આવ્યું અને સમુદ્રમાં સોવિયેત સબમરીન ન્યુક્લિયર ટોર્પેડો છોડવાની તૈયારીમાં હતી. પરંતુ રશિયન અધિકારી વાસિલી આર્ખિપોવે મિસાઇલ છોડવાનો વિરોધ કરીને યુદ્ધ અટકાવ્યું.
કેનેડી-ક્રુશ્ચેવ સમજૂતી: પ્રમુખ કેનેડી અને નિકિતા ક્રુશ્ચેવે આખરે સમજદારી બતાવી. ગુપ્ત વાટાઘાટો દ્વારા નક્કી થયું કે સોવિયેત યુનિયન ક્યુબામાંથી મિસાઇલો હટાવશે, અમેરિકા ક્યુબા પર આક્રમણ નહીં કરવાનું વચન આપશે અને અમેરિકા ગુપ્ત રીતે તુર્કીમાંથી પોતાની મિસાઇલો હટાવી લેશે. આ સમજૂતીને કારણે વિશ્વ વિનાશમાંથી ઉગરી ગયું. ત્યારબાદ મોસ્કો અને વોશિંગ્ટન વચ્ચે સીધી વાતચીત માટે હોટલાઇન શરૂ કરવામાં આવી. ક્યુબન કટોકટી આપણને શીખવે છે કે ગમે તેવો મોટો સંઘર્ષ હોય, સંવાદ અને સમજૂતી જ એકમાત્ર રસ્તો છે. ‘બ્રિંકમેનશિપ’(વિનાશના કિનારે જઈને અટકવું) જોખમી છે. આજના નેતાઓએ કેનેડી અને ક્રુશ્ચેવના ડહાપણમાંથી શીખવાની જરૂર છે કે સત્તાના અહંકાર કરતાં માનવતાનું રક્ષણ વધુ મહત્વનું છે. શક્તિનું સંતુલન અને સંયમિત વર્તન જ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી બચાવી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.