Latest News

More Posts


વડોદરા તા.20
ગોત્રી વિસ્તારમાં આવેલી ગૃહમંત્રી આવાસના મકાનમાં રહેતી ઠગ મહિલાએ દંપતીને પોલીસ તથા રેલવેમાં નોકરી અપાવવાના બહાને રૂ.7 લાખ તથા ત્રણ મહિલાઓને આવાસાના મકાનો અપાવવાનું કહીને રૂ.9.12 લાખ મળી કુલ 16.12 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ સરકારી નોકરી કે આવાસનું મકાન નહી અપાવતા મહિલા સામે ઠગાઇની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડદોરા શહેરના નજીક આવેલી બિલ કેનાલ રોડ પર આવેલી દેવેશ એમ્પેરિયામાં રહેતા પિયુશ પરષોતમભાઈ ચાવડાની પત્ની ઈશાબેને વર્ષ 2024માં પોલીસની ભરતી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંતુ અમદાવાદ ખાતે દોડના પ્રેક્ટિલમાં તેઓ નાપાસ થયા હતા. દરમિયાન તેમના પિતરાઇ અરવિંદભાઈએ ઓળખીતા મિત્તલબેન કાર્તિક સાધુની સારી એવી ઓળખાણો છે. તે તારા પત્નીને પરીક્ષા પાસ માટે સેટિંગ કરી આપશે તેમ કહ્યું હતું. જેની વાત અરવિંદભાઇએ મિતલબેનને વાત કરતા તેઓએ 3 લાખ રૂપિયામા ઈશાનુ પોલીસમા સેટીંગ કરી આપશે તેમ કહ્યું હતું. ત્યારે આ મિત્તલેબેને યુવકની પત્ની ઈશાનો પોલીસ ભરતીની પ્રેકટીકલ પરીક્ષાનો કોલ લેટર તેમજ આધારકાર્ડની નકલ મોકલવા માટે કહ્યુ હતું. કોલ લેટર જોયા બાદ મિત્તલબેન અરવિંદભાઈને તમારૂ કામ થઈ જશે પરંતુ તમારે અડધુ પેમેન્ટ કરવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાગ આ મહિલો પિયુશ ચાવડાને પણ રેલવેમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપી હતી. જેથી દંપતીને મહિલા પર વિશ્વાસ આવી જતા તેઓએ મહિલાના રૂપિયા 7 લાખ ચુકવી દીધા હતા. પરંતુ મહિલાઓ કોઇ સરકારી નોકરી અપાવી ન હતી. ઉપરાંત ઠગ મહિલાએ જ્યોતિબેન અરવિંદભાઈ કાછેલ, પ્રિયંકાબેન તથા ઉર્વશીબેન પરમારને ને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહ્યું હતું અને તેમની પાસેથી જ્યોતિબેન પાસેથી 6.12 લાખ, રૂપિયા 2 લાખ તથા ઉર્વશીબેન પરમાર પાસેથી રૂપિયા 1 લાખ મળી કુલ રૂપિયા 16.12 લાખ જેટલી માતબર રકમ પડાવી હતી. પરતું ઠગ મહિલા મિત્તલ સાધુએ કોઇ સરકારી નોકરી અપાવી ન હતી કે આવાસના મકાનો નહી અપાવીને તેમની સાથે ઠગાઇ આચરી હતી. જેથી બિલ વિસ્તારમાં રહેતા યુવકે મિત્તલ સાધુ સામે ઠગાઇની ફરિયાદ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

To Top