KAMREJ : સાપ્તાહિક અખબારના પત્રકાર ( REPORTER) સહિત ચાર ઈસમો ઉંભેળ પાસે બકરાં ભરેલી ટ્રકની પાસ પરમિટ ન હોવાને લઈ પોલીસ કેસ...
GANDHINAGAR : રાજ્યમાં કોરોનાના ( CORONA ) કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2276...
ઝઘડિયા: ઝઘડિયા જીઆઈડીસી ( GIDC) માંથી એક કંપનીએ હરિયાણામાં અંકલેશ્વર મારફત વડોદરા ટ્રાન્સપોર્ટરને ( TRANSFORMER) મટિરિયલ્સ મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. સમયસર હરિયાણા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત”માં દેશવાસીઓને સંબોધન કર્યું હતું. ‘મન કી બાત’ ની આ 75 મી...
NEW DELHI : દિગ્ગજ ટેક કંપની ગૂગલ (GOOGLE) એ એક નવી એપ્લિકેશન ( NEW APPLICATION) શરૂ કરી છે. ગૂગલની આ એપ વાઇફાઇનસ્કેન...
પશ્ચિમ બંગાળમાં ( WEST BANGAL) શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું અને આ સમયગાળા દરમિયાન હિંસા અને અથડામણના અહેવાલો પ્રાપ્ત થયા હતા....
મહારાષ્ટ્રના (maharashtra ) સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેને ( sachin vaje) લઈને રાજકીય ખેચતાંણ ચાલુ છે. શિવસેનાએ ( shivsena) મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન...
ઉત્તરપ્રદેશના ( UTTAR PRADESH) ગોરખપુર ( GORKHPUR) જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં બેલીપાર પોલીસ સ્ટેશન વિસ્તારના ભીતી ગામે દોઢ...
નવા કોરોનાવાયરસની ઉત્ક્રાંતિની પ્રક્રિયાનું વૈજ્ઞાનિકોએ મૂલ્યાંકન કર્યું છે અને આગાહી કરી છે કે હાલ વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી કોવિડ-૧૯ની રસીઓનું નિયમિત મૂલ્યાંકન કદાચ...
જ્યારે મ્યાનમારના લશ્કરે આજે દેશની રાજધાનીમાં વાર્ષિક આર્મ્ડ ફોર્સિસ ડે હોલીડેની ઉજવણી એક પરેડ સાથે કરી હતી ત્યારે દેશના અન્ય ભાગોમાં સૈનિકો...
એક વિશાળ કન્ટેઇન શિપ આજે પાંચમા દિવસે પણ ઇજિપ્તની સુએઝ કેનાલમાં ફસાયેલું હતું, જે જહાજને મુક્ત કરવા માટે અને વૈશ્વિક વહાણવટા માટેના...
દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 62,258 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં...
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ અંગે મહારાષ્ટ્ર સરકારે શનિવારે રાજકીય અને ધાર્મિક સહિતના તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે...
અમેરિકી પ્રમુખ જો બિડેને અમેરિકા દ્વારા આયોજીત આવતા મહિને યોજાનારી હવામાન અંગેની વર્ચ્યુઅલ શિખર પરિષદમાં ભાગ લેવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
દુનિયાભરમાં કોવિડ-૧૯થી હાલ રોજ જેટલા મોત થાય છે તેમાંથી પા ભાગના મોત તો ફક્ત બ્રાઝિલમાં જ થાય છે અને આરોગ્ય નિષ્ણાતો ચેતવણી...
જેમણે ઇ-કોમર્સ કંપનીઓ પર ઇક્વલાઇઝેશન લેવી/ ડિજિટલ સર્વિસ ટેક્સ લાદ્યો છે કે લાદવાનો વિચાર કરી રહ્યા છે તેવા ભારત તથા અન્ય ચોક્કસ...
ગાંધીનગર: (Gandhinagar) ચાંદખેડા જીટીયુ (GTU) અને આઈઆઈટી (IIT) ગાંધીનગરના કેમ્પસમાં કોરોનાના કેસો વધ્યા છે. જેના પગલે આ બંને કેમ્પસ હવે સેનિટાઈઝ કરવામાં...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં રાજયના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના વધતાં જતાં કેસોના પગલે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકો માટે આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરાવવાનો...
નવસારી: (Navsari) નવસારી સબજેલમાં અલગ-અલગ ગુનાઓમાં પાકા અને કાચા કામના કેદીઓ સજા કાપી રહ્યા છે. જે કેદીઓને મળવા માટે તેમના પરિવારજનો આવતા...
મહિલાઓ માટે જ્વેલરી વગર કોઇ પણ ફંકશન અઘરું ગણવામાં આવે છે. જ્વેલરીમાં પણ દર વર્ષે નવો અને યુનિક ટ્રેન્ડ જોવા મળે છે....
આપણું શરીર કુદરતની અનેક કમાલોનું અદ્ભુત સ્થાયી પ્રદર્શન છે. બ્રહ્માંડની જેમ, માનવદેહનાં કેટલાંય આશ્ચર્યો આજેય વિજ્ઞાનીઓ માટે અણઉકલ્યાં રહ્યાં છે. જીવનની એવી...
સોનેરી ભરતકામ કરેલા સફેદર પાનેતર પર લીલી ચૂદડી ઓઢેલી કન્યા હાથમા વરમાળા લઈ વરરાજાને પહેરાવવાની મથામણ કરી રહી છે અને ૧૫ મિનિટ...
વિશ્વના પ્રખ્યાત શાહી પરિવારમાંના એક બ્રિટનના શાહી પરિવારના (Britain’s royal family) રાજકુંવર પ્રિન્સ હૅરી (Prince Harry) અને તેમનાં પત્ની મેગન માર્કલ પરિવારથી...
નંદિગ્રામ ( NANDIGRAM) માં ભારતીય જનતા પાર્ટી ના નેતા પ્રલય પાલે (PRALAY PAL) શનિવારે સનસનાટીભર્યા દાવો કર્યો હતો. પ્રલય પાલે જણાવ્યું છે...
નવલકથાના કોઇ અનિશ્ચિત, સાહસિક અને રોમેન્ટિક પાત્રની જેમ દીપક બારડોલીકર જીવન જીવી ગયા. આ તો એમનું તખલ્લુસ છે. સુન્ની વહોરા કોમમાં જન્મેલા...
શુક્રવારે મધ્ય પ્રદેશ ( madhay pradesh ) ની રાજધાની ભોપાલમાં ( bhopal) એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ભોપાલના કોલાર પોલીસ સ્ટેશનમાં...
જો ઉત્પલ દત્ત હોત તો આ 29મી માર્ચે, એટલે કે કાલે 93 વર્ષના થયા હોત. આયુષ્યનું તો ઠીક છે અને આપણી અપેક્ષાની...
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશનની એલસીબી પોલીસે (Police) દારૂની (Alcohol) હેરાફેરીના નાસતા ફરતા આરોપીને બદલે રિક્ષાચાલક આરોપીને પકડી પાડ્યો હોવાની વિગતો ચર્ચાનો...
ઉત્સવ વિના, સમૂહમાં ઉજવાતાં પર્વો વિના માણસ જીવી ન શકે. અત્યારના વિશિષ્ટ સંજોગોમાં જો કે રેડ સિગ્નલ લાગેલું છે એટલે સમય વર્તે...
બેંકના નિવૃત્ત અધિકારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બે કંપનીઓ સહિત કુલ 8 લોકો સામે 42.81 લાખની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે .આઠાવલિન્સની અશોક...
મેન્ડેટ મોડું જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય દિનુ મામા મેદાનમાં: ‘હું લડવાનું નહીં છોડું’, સંકલન ન થતાં 3 બેઠકો પર ખરાખરીનો ખેલ
વડોદરા: વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની કુલ 15 બેઠકોમાંથી શુક્રવારે બાકી રહેલી 3 બેઠકો માટે ભાજપ વિરુદ્ધ ભાજપના હાઈ-વોલ્ટેજ જંગ વચ્ચે મતદાન યોજાયું હતું. અગાઉ 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, પરંતુ કરજણ, પાદરા અને વાઘોડિયાની ત્રણ બેઠકો પર સહકારી રાજકારણનું કોકડું ગૂંચવાતા ચૂંટણી યોજવી પડી હતી. આ મતદાન પ્રક્રિયા વડોદરા શહેરના જ્યુબેલી બાગ ખાતે તરીકેશ્વર મહાદેવના પટાંગણમાં હાથ ધરાઈ હતી.

જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઈ હતી. જોકે, વિવાદનું મુખ્ય કારણ એ બન્યું કે ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ દ્વારા મેન્ડેટ સહિત ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નહોતી.
આ સમયગાળા દરમિયાન, મનફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. આખરે, ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે તેના ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું.
ફોર્મ પરત ખેંચવાની તારીખે પરિસ્થિતિ વધુ ગંભીર બની. પાદરા અને કરજણ બેઠક પર ભાજપના મેન્ડેટથી વંચિત રહેલા પક્ષના જ સહકારી અગ્રણીઓએ પોતાના ફોર્મ પરત ન ખેંચતા, આ બંને બેઠકો પર ‘ભાજપ વિરુદ્ધ ભાજપ’નો સીધો જંગ સર્જાયો છે.
જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલની સામે કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીએ ઉમેદવારી કરતા આ બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી. દરેક તાલુકામાં 30થી 35 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. હવે આ ત્રણ બેઠકોના પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની નજર ટકેલી છે.
પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)નો વિરોધ…

ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ મેન્ડેટના વિવાદ પર પોતાનો સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો અને લડત ચાલુ રાખવાની વાત કરી હતી: તેમણે કહ્યું કે ”હું તો કાયમ મારો ઉમેદવાર ઊભો રાખું છું. હું લડવાનું નહીં છોડુ. ચંદ્રેશ પટેલ મારો ઉમેદવાર છે. બીજો ઉમેદવાર પણ મારા બાજુના ગામનો જ છે પણ મેન્ડેટની સામે મારો વિરોધ છે.”
પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયાએ સંકલનના અભાવ પર નારાજગી વ્યક્ત કરી

ભાજપના અન્ય પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાએ સંઘની ચૂંટણી પ્રક્રિયામાં સંકલનના અભાવને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ અંગે સવાલ ઉઠાવ્યો હતો:
”15 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા છે. માત્ર 3 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. મતદારો કઈ તરફનો ઝોક રાખે છે, તે આવતીકાલે જ ખબર પડશે. દરેક જગ્યાએ ભાજપની સામે ભાજપના ઉમેદવારો છે. ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ બનતી હોય છે કે, આપણે સંકલન સમિતિની મિટિંગ બોલાવીએ. જેમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય પણ હોય, 12 બેઠક બિનહરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય?”
”સંકલન સમિતિની બેઠક બોલાવી હતી તો 3 બેઠક પણ બિનહરીફ થઈ જાત. સંકલન સમિતિ બોલાવ્યા વગર મેન્ડેટ આપી દે અને ફોર્મ ભરી દીધા હોય તો બધાને પોતપોતાનો ઈગો હોય છે, તો ફોર્મ પાછા ના ખેંચે.”
જિલ્લા ભાજપ પ્રમુખ ફરી વાર નિષ્ફળ
વડોદરા જિલ્લામાં મોટા ભાગના સહકારી આગેવાનો ભાજપમાં પણ સક્રિય છે. સહકારી ક્ષેત્રે જે કોઈ ચૂંટણીઓ થઈ રહી છે, તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને કશી ગતાગમ પડતી નથી. આ પહેલા પાદરા એપીએમસીની ચૂંટણીમાં પણ પ્રજાપતિની અપરિપક્વતા ખુલ્લી પડી ગઇ હતી અને હવે ખરીદ વેચાણ સંઘમાં પણ તેમણે પક્ષની આબરૂ બગાડી છે. આગામી સમયમાં બરોડા ડેરી સહિતની ચૂંટણીઓ થશે તેમાં પક્ષે કોઈ નિર્ણય લઈ વરિષ્ઠ આગેવાનોને સાથે રાખવા પડશે કેમકે પ્રજાપતિને સહકારી ક્ષેત્રે કોઈ અનુભવ નથી અને કોઈ તેમની વાત ગણકારતા પણ નથી.