ANKLESHAVAR : ભરૂચ જિલ્લામાં સેકન્ડ વેવમાં કોરોના ( CORONA) જાણે કોહરામ મચાવી રહ્યો છે. આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા અનુસાર છેલ્લા 19...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. નવા સ્ટ્રેઇન વાયરસ વધુ ચેપી હોવાથી સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ખાસ...
સુરત: (Surat) આખરે અતુલ વેકરીયાને (atul Vekariya) બચાવવા માટે ઉમરા પોલીસે (Police) કરેલો ખેલ બહાર આવી જ ગયો. કોર્ટ દ્વારા 304 કલમ...
દેશભરમાં કોરોના સંક્રમણ ( CORONA VIRUS ) તેની તીવ્ર ઝડપે વધી રહ્યું છે. કેટલાય રાજ્યોમાં કોરોનાના કહેરના લીધે લોકોના જીવ જઈ રહ્યા...
50 કરોડથી વધુ ફેસબુક વપરાશકારોની અંગત માહિતી લીક થઈ છે. ફેસબુકના લીક થયેલા ડેટામાં ઇમેઇલ સરનામું અને ફોન નંબર સહિતની તમામ વ્યક્તિગત...
કોલકાતા: ચૂંટણી પંચે મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી (West Bengal Assembly Election 2021) ની ફરિયાદ પર પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ...
ગુજરાતના પ્રખ્યાત (famous personality of Gujarat) અને ખૂબ જાણીતા શાયર (poet) ખલિલ ધનતેજવી (khalil dhantejvi)નું દુઃખદ અવસાન થતા સાહિત્ય જગતમાં એક વ્યક્તિ...
વોશિંગટન , યુ.એસ ( U . S ) સંસદ કેપિટલ હિલ નજીક વાહનની જોરદાર ટક્કરને કારણે બે અધિકારીઓ ઘાયલ થયા હતા. આ...
6 એપ્રિલે આસામમાં ત્રીજા તબક્કાના મતદાન છે. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) એ તાલુમપુરમાં ચૂંટણી જાહેર સભાને...
એનઆઇએ ( NIA ) એન્ટિલિયા કેસમાં આરોપી સચિન વાજે ( SACHIN VAJE ) વિશે અનેક નવા ઘટસ્ફોટ કરી શકે છે. રાષ્ટ્રીય તપાસ...
કેરળના ફિલ્મ સ્ટાર મોહનલાલે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એલડીએફ, યુડીએફ અને ભાજપના ઉમેદવારોને ટેકો આપ્યો છે. તેમણે ત્રણેય પક્ષના ઉમેદવારો માટે વીડિયો...
ભારતના જાણીતા રોકાણકાર અને ડી-માર્ટના ( D MART ) સ્થાપક રાધાકિશન દમાની ( RADHAKISHAN DAMANI) વિશે મોટા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં...
CHHATTISGARH : છત્તીસગઢના સુકમા-બિજાપુર સરહદ વિસ્તારમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ( ENCOUNTER ) થયું હતું. આ એન્કાઉન્ટરમાં પાંચ સૈનિકો...
જબલપુર: મધ્યપ્રદેશ(madhyapradesh)માં સતત વધી રહેલા કોરોના ચેપ (corona case) સાથે, લોકડાઉન પણ ઘણાં જિલ્લાઓમાં આગળ ધપ્યું છે. પરંતુ તે દરમિયાન, વિશ્વના સૌથી મોટા 100...
બોલીવુડમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ઘણા સ્ટાર્સ પછી હવે સુપરસ્ટાર અક્ષય કુમાર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અક્ષયે આ...
BARDOLI : સુરત જિલ્લા ભાજપના હોદ્દેદારો સામાન્ય કાર્યકરો સાથે અભદ્ર વર્તન કરતાં હોવાનો ઓડિયો વાઇરલ થયો છે. સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખે બારડોલી...
સ્કાયડાઇવીંગ કરતી વખતે જાત જાતના સ્ટંટ કરવાનું ચલણ કેટલાક વર્ષોથી પશ્ચિમી દેશોમાં ખૂબ વધી ગયું છે. પરંતુ એક અમેરિકન યુગલે તો આમાં...
કેનેડાનો સૌથી ઊંચો સસ્પેન્શન બ્રિજ મે મહિનામાં ખુલ્લો મૂકાનાર છે. તેના વોકવે પર ચાલનાર લોકોને ૪૨૬ ફૂટ ઊંચાઇએથી નીચેની ઉંડી કેન્યોન ખીણના...
અમેરિકાની ટોચની રોગ નિયંત્રણ સંસ્થાએ જણાવ્યું છે કે જેમને કોવિડ-૧૯ની રસીના પૂરા ડોઝ મૂકાઇ ગયા છે તેવા અમેરિકન નાગરિકો દેશમાં અને વિશ્વમાં...
ભારતમાં જેમને કોવિડ-૧૯ થઇ ચુક્યો હોય તેવા સાડા ચાર ટકા જેટલા લોકોને ફરીથી ચેપ લાગ્યો છે એવું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)ના...
યુકેના ઔષધ નિયંત્રકે એ વાતને સમર્થન આપ્યું છે કે જેમને કોવિડ-૧૯ સામે ઓકસફર્ડ-અસ્ટ્રાઝેનેકાની રસી અપાઇ છે તેવા સાત લોકોના કેસમાં લોહી ગંઠાવાથી...
વિશ્વના સૌથી વધુ વેતન મેળવતા સીઇઓમાં પ્રથમ સ્થાને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનું નામ આવે છે. ત્યારબાદ એલન મસ્ક, ટિમ કૂક અને સત્ય...
ભારતમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં નવા 89,129 કેસ નોંધાયા છે. જે છેલ્લા સાડા છ મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે....
ઓડિશા વિધાનસભામાં એક ખરડો ચર્ચા વગર જ પસાર કરી દેવાતા વિપક્ષ ભાજપના સભ્યો તોફાને ચડ્યા હતા અને ગૃહમાં ભારે ધમાલ સર્જાઇ હતી...
ગાંધીનગર : રાજયમાં કોરોનાના કેસો વધતાં હવે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે , જેના ભાગરૂપે રાજયમાં ધો 1થી 9માં આવતીકાલ તા.5મી...
નવસારી: (Navsari) આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગત 12મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું (Dandi Yatra) શનિવારે નવસારી જિલ્લાના વાડા...
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) પણ કોરોના સંક્રમિત થયા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું કે,...
સુરત: (Surat) દારૂનો નશો કરીને પોતાની લક્ઝરી કાર મારફત એક યુવતીને કચડી નાખનાર નશેબાજ અતુલ વેકરીયા હવે પોલીસના હાથમાં આવી રહ્યો નથી....
સુરત: (Surat) પશ્ચિમ બંગાળમાંથી ગુમ એક યુવતીને શોધવા માટે દિલ્હીની (Delhi) એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે સુરતમાં ધામા નાંખ્યા હતા. સુરત પોલીસની...
સુરતની જનતાની હિતની માંગણીઓને લઇને ચાલી રહેલા આમ આદમી પાટીઁના ઉપવાસ ઓદોંલનને હવે એક ચોક્કસ દિશા મળી રહી હોય તેવું પ્રતીત થઇ...
સ્વતંત્ર ભારતના બંધારણમાં “સર્વે ભવન્તુ સુખીનામ્’’ ની વિભાવના ઉતારવામાં આવી. પ્રજાના પ્રતિનિધિઓ આ માટેની સંરચના (કાયદા) તૈયાર કરશે અને નિયુક્ત થનાર કર્મચારીઓ તેનો અમલ કરશે તેવી ધારણા રાખી એક તટસ્થ મૂલ્યાંકન વ્યવસ્થા ન્યાયના નામે પ્રસ્થાપિત થઈ. પરંતુ સમયાંતરે આ ત્રણ આયામો માનવીય દુર્બળતાના લીધે ત્રણ જાગીરો બની. આઝાદી સમયના સંઘર્ષની પ્રજાની ખુમારી ક્ષીણ થતી ગઈ પરિણામે પ્રજાની હાડમારીને, સમાજની ઉજળી બાજુને બહાર લાવવા વર્તમાનપત્રોની ભૂમિકા પ્રબળ બની જે ચોથી જાગીર કહેવાઈ. આ બધા વચ્ચે પણ છેવાડાના જરૂરિયાતમંદ સમાજના પ્રશ્નો હલ કરનાર કોઈ નહોતું. આથી મહાજન પરંપરાના સાંસ્કૃતિક ગુણે સ્વૈચ્છિક સંગઠનોનું નિર્માણ થયું. હિંદુ, જૈન અને ઈસાઈ ધર્મના પુણ્યના તર્કથી સેવાપરાયણતાને બળ મળ્યું. અ-પરિગ્રહ રહીને જનસેવા કરનાર નાગરિકો પ્રત્યે સમાજે અહોભાવ વ્યક્ત કર્યો. સેવાનું મૂલ્ય સ્વીકાર્ય બન્યું.
સરકારી અમલદારોએ પોતાને જે અમલવારી કરવાની હતી તે કામ સ્વૈચ્છિક સંગઠનોને સોંપ્યું. તેઓને નિભાવ-ખર્ચ ફાળવ્યો. જેમની પાસે આર્થિક સુવિધા હતી તેઓ પુણ્યકાર્યના હિસ્સેદાર બનવા મંદિરોમાં, ગરીબોને ઓટલો-રોટલો આપવા, તો આઝાદી પછી શિક્ષણ, આરોગ્ય અને જળસિંચનમાં દાન-ધર્માદા કરતા રહ્યા. ઉદ્યોગોએ ક્ષેત્રિય સારપ (ગુડવીલ) મેળવવા સ્વૈચ્છિક સંગઠનોને મદદ કરી પોતાનું કાર્ય કરાવ્યું. પરંતુ સમયાંતરે હવે આ વ્યવસ્થા નબળી પડી છે.
જમીન ઉપરની સ્થિતિ એ છે કે (૧) પ્રજાનાં પ્રતિનિધિઓ જે રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે તે પાર્ટી પોતે જ સમાજ જીવનમાં સક્રિય રહેવા માગે છે અને ફરી ચૂંટણી જીતવા માગે છે. આથી સરકારી યોજનાઓ-તેના નાણાં પાર્ટી દ્વારા એક્ઝિક્યુટ થાય છે. (૨) માહિતી અને બજારના વ્યાપક ફેલાવાથી નવી પેઢીના માલેતુજાર પાસે ખર્ચ કરવાના વ્યાપક સ્રોત સામે આવી ગયા છે. પાપ-પુણ્યનું મૂલ્ય-બળ પાંખું થતાં હવે નવી પેઢી મંદિરો, કથાઓ, ગાયો, ગરીબોના નિભાવ પાછળ પૈસા ફાળવે તેવી શક્યતા નહીંવત્ બની છે. (૩) સ્ત્રી સ્વાતંત્ર્ય અભિમુખતાના કારણે ઉદ્યોગગૃહો અને આઈ.એ.એસ. પરિવારની સ્ત્રી સભ્યો સ્ટેટસ એકટીવીટી તરીકે પોતે જ લાભ વિસ્તારમાં, શોખ તરીકે કામકરી રહી છે.
(૪) રૂરલ સ્કૂલ, સોશ્યલ સ્કૂલ અને મીડલ લેવલ ટેક્નોલોજીના વિવિધ ૮-૧૨ અભ્યાસક્રમોમાંથી અનુસ્નાતકો બજારમાં આવ્યા છે પરિણામે સેવા ક્ષેત્રને પ્રોફેશનલ મેનેજમેન્ટનો ચેપ લાગતાં હવે છેવાડાના સમાજનું કામ કરનાર પણ વિમાનો, મોંઘી ઓફિસ અને એરકંડીશનલ ઈચ્છતા થયા છે. સરવાળે ઘસાઈને ઉજળાં થનાર સાધુજન તરીકેની ઓળખ ખોવાઈ છે. બદલાયેલ માહોલમાં જમીની સ્થિતિ તો આ જ છે ત્યારે ઉપાયે (૧) મૂડીવાદની વ્યાપક્તા અને પ્રચલિતતા એ સમાજના એક એક તબક્કાને લાલચુ બનાવી દીધા છે. બધાં વધુ ને વધુ નફો લેવા માટે પરિશ્રમ વેઠે છે. આથી દવા, ખોરાક, પાણી, કપડાં, મકાન, સંપર્ક જેવી પ્રાથમિક જરૂરિયાતોની બજાર-કિંમત ઘણી ઊંચી જવામાં આવે છે. આથી સ્વૈચ્છિક સંગઠનોએ વ્યાજબી કિંમતે જીવન જરૂરિયાતોનું ઉત્પાદન અને ગરીબો સુધી ઉપલબ્ધિ માટેનું તંત્ર વિકસાવવું રહ્યું.(દા.ત. લો-કોસ્ટ મેડીસીન)
(૨) બ્યુરોકસી, પોલિટીશ્યનો, કોન્ટ્રાક્ટરો અને મીડિયાનાં ચતુષ્કોણ થકી પ્રામાણિક લોકોના ટેકસના પૈસા વેડફાય છે. ખેડૂતોની ખેતીલાયક જમીન વહેંચાઈ જાય છે. પ્રજાહિત-વિકાસ કે જન-ભાગીદારી જેવા ભ્રામક પ્રચાર પાછળ હિત-સાધકોનાં ઘર ભરાય છે. આ સ્થિતિ સામે પ્રજાને સંઘર્ષ માટે તત્પર કરી ન્યાય આપવાનું કાર્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ કરવું રહ્યું. (૩) ધંધાદારી શિક્ષણ, આરોગ્ય, સંપર્કસેવાને સ્થાને શહેર અને ગામડાંમાં ઝૂંપડપટ્ટીમાં વસતાં સ્થળાંતર કરતાં લોકો માટે સ્કૂલ ઓન વ્હીલ, હેલ્થ સેન્ટર, વાયરલેસ સેવાનાં કામો સ્વૈચ્છિક સંગઠનો માટે નવું વ્યવસ્થાપન બને છે.
(૪) અતિશય ખર્ચાળ પ્રચારથી નભતા મોટા ઉદ્યોગોના સ્થાને મોડલ લેવલ ટેક્નોલોજીને પ્રચલિત કરવાનું કાર્ય સ્વૈચ્છિક સંસ્થાનો આધુનિક એજન્ડા બની શકે. ગામે-ગામ, નાની ફલોરમીલ, ચીલીંગ પ્લાંટ, તેલઘાણી, ફુડ પ્રોસેસીંગ, હાઈડ્રોપોનિક્સ અને કીચન ગાર્ડનથી શાકભાજી ઉત્પાદન, મોલ્ડીંગ મશીનથી ટેબ્લેટ (દવા) નિર્માણ, સીવણકાર્ય. આ અને આવાં અનેક કોમ્પેકટ ઈન્જિનીયરીંગનાં સાધનો થકી હસ્ત ઉદ્યોગ, ટેનરી, ફોરેસ્ટ પ્રોડકટ દ્વારા સ્વૈચ્છિક સંસ્થા અને છેવાડાનો માણસ પગભર બની શકે. (૫) ઊર્જા-વિકાસના નામે પર્યાવરણને થતા નુકસાનથી પ્રકૃતિનું રક્ષણ કરવા સોલાર પાવર, સ્મોલ ચેકડેમ, ડ્રીપ ઈરિગેશન, વૃક્ષારોપણ, ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ ખેતીના વેસ્ટમાંથી બિકસ-બ્લોક તૈયાર કરી આવાસ અને ગ્રામ્ય રસ્તા અને છાપરાં, બદામી કોલસા, પશુ આહાર, મધ પ્રકારની અનેક પ્રોડકટ પ્રાદેશિક શક્યતાઓ આધારે વિકસાવી શકાય.
(૬) દયા-દાન ઉપર ચાલતી પાંજરાપોળોના સ્થાને ગામે-ગામ વસુકી ગયેલાં ઢોરનાં મૂત્ર-ગોબર દ્વારા દવા, ખાતર, ગેસ અને ઊર્જા વિકાસનાં કામો સ્વૈચ્છિક સંસ્થાને સધ્ધરતા આપશે અને અહિંસક વિકાસ માટે સમાજને આશા મળશે. (૭) સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કેટલાંક ક્ષેત્રમાં ખાસ કાર્ય થતું નથી. તે સ્કૂલ ડ્રોપ આઉટ, ખોરાક અને દવાઓમાં મિલાવટ, બાળકો અને પોષક આહાર, સ્ત્રીઓની જાતીય સ્વચ્છતા, માતૃત્વ અને સંભાળ, તંબાકુ અને વ્યસનમુક્તિ, ધાર્મિક ઝનૂન, જાત-પાત અને કટ્ટરવાદ, વ્હેમ અને અંધશ્રદ્ધા, નિરાધાર બાલ્યાવસ્થા, બાળ મજૂરી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ, સરકારી યોજનાથી નાગરિકોને માહિતગારી, ભ્રષ્ટાચાર નિર્મૂલન, લોકશાહી માળખામાં સામાજિક સમરસતા ઈત્યાદિ દ્વારા સ્વૈચ્છિક કાર્યો સન્માનનીય રહે તે ઝેન ઝી પેઢી માટે પડકાર બને છે.
એક માત્ર આર્થિક સમૃદ્ધિની બોલબાલા રહી છે ત્યારે સ્વૈચ્છિક સંસ્થાનો કાર્યકર હવે ઘર બાળીને તીરથ કરે તેમ નથી જ તો સ્વૈચ્છિક સંસ્થાનાં સંચાલકોએ પોતાના સેવાક્ષેત્રની દિશા અને તરાહ બદલી નાખવાની જરૂર છે અને જો આમ સમયસર નહીં થાય તો ડૉક્ટર-શિક્ષકો પછી ભગવા વેશધારીઓએ દેશની અધ્યાત્મ વિરાસતને ધબ્બો લગાવ્યો છે તેમ સ્વૈચ્છિક સંગઠનો પણ રાજકીય પક્ષોની હરોળમાં મૂકતાં વાર નહીં લાગે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.