ભારતીય પુરુષ હોકી ટીમે (Indian men’s hockey team) ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં વિજય સાથે શરૂઆત (Starting with Victory) કરી હતી. મેચ જીતવામાં હરમનપ્રીત...
વડોદરા: શહેર ના કમાટીબાગના બપોરના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર જંગલના રાજા સિંહના પિંજરામાં જઇ પહોંચ્યો હતો. અને સિંહની ઝપટમાં આવી જતા સિંહો...
વડોદરા: કોવિડની ત્રીજી લહેર અંગે જાણીતા તબીબ અને કોવિડ માટે નિમાયેલા પૂર્વ નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે...
વડોદરા:મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગંદકી અને પાણીની સમસ્યા દર્દીઓને સતાવી રહી છે.અહીં આવેલ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ સમયાંતરે પડતી તકલીફોને...
ચોમાસા (Monsoon)ના વરસાદ (rain)ને કારણે મહારાષ્ટ્ર (Maharashtra)ની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં, વરસાદને લગતી વિવિધ ઘટનાઓમાં 136 લોકોએ જીવ ગુમાવ્યો...
રાજ્યમાં દિવસે દિવસે શિક્ષણ કથળતું જાય છે. રાજ્યની ૩૦૬૮૧ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવના પરિણામો ચિંતાજનક આવ્યા છે. શિક્ષણ વિભાગના સર્વેમાં સરેરાશ પરિણામ ૫૭.૮૪...
તાજેતરમાં જ બહાર આવેલા પેગાસુસ જાસુસી કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા કરાવો એટલું જ નહીં સમગ્ર જાસુસી કાંડના મામલે જવાબદારી સ્વીકારીને...
રાજ્યની 156 જેટલી નગરપાલિકાઓની કાર્ય પદ્ધતિની સમીક્ષા કરવા શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની મહત્વની બેઠક સીએમ...
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા માત્ર 36 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા સૌથી વધુ 8 અને સુરત મનપામાં 5...
સુરત: (Surat) વેસુમાં રહેતા કાપડના વેપારીએ તેના કર્મચારીનો પગાર (Salary) વધાર્યો ન હતો, આ ઉપરાંત કર્મચારીના મિત્રના અવસાન સમયે પણ તેને મદદ...
ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના બનાવમાં આખરે પી.આઇ. એ.આર. વાળાને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા...
અમદાવાદ: કોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) થયેલી સુઓમોટો અરજીમાં ગુજરાત હાઇકોર્ટ મહત્વનો આદેશ કરતાં કહ્યું હતું કે રિયલ ટાઇમ ડેટા...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં પણ હવે ચોમાસું જામ્યું છે ત્યારે હથનુર ડેમમાં (Hathnur Dam) પાણીની આવકને પગલે પાણી છોડવાનું (Water...
ભરૂચ: (Bharuch) ઔધોગિક તળાવ માટે વહીવટીતંત્રએ રહિયાદ ગામે મધરાત્રે રોજગારીના (Employment) મુદ્દે લેખિતમાં આશ્વાસન આપ્યા બાદ ઉધોગો (industries) માટે પ્રોસેસ વોટર ચાલુ...
જે પ્રસંગની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ઓલિમ્પિક-2021નું (Olympic) આખરે જાપાનની રાજધાની ટોક્યોમાં ઉદઘાટન (Opening Ceremony) કરવામાં આવ્યું હતું. ભવ્ય...
મુંબઈ: (Mumbai) પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની (Industriealist Raj Kundra) પોલીસ કસ્ટડીમાં વધારો કર્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ...
સુરત: (Surat) સુરત પોલીસ વિભાગના (Police Department) ડી-સ્ટાફમાં (D Staff) છેલ્લા કેટલાક સમયથી બદલીઓની વાત કરવામાં આવી હતી. તેમાં એવું કહેવાય છે...
રાજ કુંદ્રા (raj kundra)ને સોમવારે મોડી રાત્રે મુંબઇ ક્રાઇમ બ્રાંચે (Mumbai crime branch) અશ્લીલ ફિલ્મ (Porn film) બનાવવા અને તેની એપ પર...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ધીમી ધારનો સાર્વત્રિક વરસાદ (Rain) યથાવત રહેતા સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. રાજ્યનાં છેવાડે...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્ય મંત્રી વિજય રૂપાણીના (CM Rupani) નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને...
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે દબાયેલા 49 લોકોનાં મોત નીપજ્યાં છે. મહાડ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. બીજી તરફ...
નાની બાળકીઓનાં અલૂણાં વ્રતના જાગરણ બાદ આવી રહ્યું છે કુમારિકાઓના જ્યાપાર્વતી વ્રતનું જાગરણ. જો કે છેલ્લાં બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિમાં જાગરણમાં શહેરમાં...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા નિમાર્ણાધિન બસ ડેપો (Bus depot)ના ગ્રાઉન્ડ ફ્લોર પરનો સ્લેબ (Slab) અચાનક ધરાશાયી (Collapse) થતા ઓહાપોહ થઇ ગયો...
કોરોનામાં એક વર્ષ સુધી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ હવે સુરતીઓ હેલ્થ પ્રત્યે વધારે કોન્શિયસ થતા જોવા મળી રહ્યા છે. ખાણી-પીણીના શોખીન સુરતીઓ...
જમ્મુ કાશ્મીર (J & K)માં સુરક્ષા દળો (Security forces)ને મોટી સફળતા (Success) મળી છે. અહીં અખનૂરમાં સેનાએ એક વિશાળ પાકિસ્તાની ડ્રોન (Pakistani drone)ને...
ભારતમાં રમાનારી આઇપીએલ કોરોનાના ડરથી રદ થઈ ગઈ અને ઉત્તર ભારતમાં યોજાનારી કાવડયાત્રા પણ રદ થઈ ગઈ; તો પણ ટોકિયોમાં શુક્રવારથી શરૂ...
હાલમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં કોરોના ફાટતાં સીરીઝ મોકૂફ રખાયાના બીજા દિવસે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે શ્રીલંકામાં ભારતીય ટીમની સીરીઝ હવે...
તા.૧૭ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના છેલ્લે પાને ‘ ચોમાસું બેસતાં જ સુરતના રસ્તા ચંદ્ર જેવા થઈ ગયા ‘ તેવું લખાણ ફોટા સાથે...
આપણા દેશમાં અને રાજયમાં વરસાદી પાણીના વાહન માટે કુદરતે નદીઓ, વોકળા અને ઝરણાં સજર્યા છે. ચોમાસાના ભરપૂર પાણીએ બધા માર્ગો વાટે વહીને...
‘ગુજરાતમિત્ર’ જેવું પ્રતિષ્ઠિત અખબાર જ દરરોજ વાચકો માટે પ્રસિધ્ધ કરે છે અને અનિવાર્ય પણ છે. કેમકે ચર્ચાપત્રી એ સમાજનું દર્પણ છે. જેમ...
તાજેતરમાં ક્રિશ્ચિયન ઉપર હુમલાઓ અને સામુહિક કતલના બનાવોને લઈને નાઇજિરિયા સમાચારોમાં ચમક્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજિરિયામાં ક્રિશ્ચિયન સમુદાય પર થતા હુમલાઓ અને કથિત ‘જનસંહાર’ સામે તીવ્ર પ્રત્યાઘાતો આપતાં એની નિંદા કરી છે અને કડક ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે, ‘જો નાઇજિરિયન સરકાર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને ક્રિશ્ચિયનો ઉ૫૨ના આ હુમલા અને કત્લેઆમને નહીં રોકે તો અમેરિકા ત્યાં પોતાનાં સશસ્ત્ર દળો મોકલીને ઇસ્લામિક આતંકવાદીઓને જડમૂળથી નાબૂદ કરશે.’
‘બોકોહરામ’ – નાઇજિરિયાનું જેહાદી આતંકી જૂથ છે અને તેનું પૂરું નામ જમાત અહલ અલ-સુન્ના લિ અલ-દા’વા વા અલ-જિહાદ (JAS) છે, જે ૨૦૦૨માં મોહમ્મદ યુસુફ દ્વારા સ્થપાયું હતું. આ જૂથ પશ્ચિમી શિક્ષણ (બોકો) અને લોકશાહી વ્યવસ્થાનો વિરોધ કરે છે અને નાઇજિરિયામાં શરિયા આધારિત ઇસ્લામિક રાજ્ય સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે. ૨૦૦૯ના બોકોહરામ વિદ્રોહ પછી જૂથ વધુ હિંસક બન્યું, જેમાં નેતા યુસુફની હત્યા થઈ અને અબુબકર શેકાઉએ નેતૃત્વ સંભાળ્યું. ૨૦૧૬માં ISIL સાથે જોડાઈને તે ISIS-બોકોહરામ બન્યું. પરંતુ આંતરિક કલહથી ISWAPમાં વિભાજન થયું. શેકાઉ ૨૦૨૧માં માર્યો ગયો.
આ જૂથે ૨૦૦૯થી હજારો હુમલાઓ કર્યા જેમાં ૨૦૧૪ની ચિબોક શાળાછાત્રીઓના અપહરણ જેવી ઘટનાઓ સામેલ છે, જેમાં ૨૭૬ છાત્રીઓનું અપહરણ થયું હતું. તેમણે ગામડાં, ચર્ચ, બજારો અને સરકારી ટાર્ગેટ પર હુમલા કરી ૪૦,૦૦૦થી વધુ લોકોની હત્યા કરી, જેમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ બંને સામેલ છે. બોકોહરામના હુમલાઓથી નાઇજિરિયામાં ૨.૫ મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા અને તે આફ્રિકાનું સૌથી ખતરનાક આતંકી જૂથ ગણાય છે. નાઇજિરિયન સેના અને આંતરરાષ્ટ્રીય શક્તિઓના વિરોધ સતત ચાલે છે પરંતુ તે હજુ પણ સક્રિય છે.
અગાઉ જે બોકો શબ્દનો આપણે વિગતે ઉલ્લેખ કરી ગયા તે હૌશા ભાષામાં (ઉત્તર નાઇજિરિયાની ભાષા જેમાં અરબી શબ્દોનું મિશ્રણ છે) બોકો શબ્દનો અર્થ પશ્ચિમી શિક્ષણ અથવા અસલી નહીં/નકલી થાય છે. જ્યારે હરામ અરબી શબ્દ છે, જેનો અર્થ નિષિદ્ધ, પાપ અથવા ઇસ્લામમાં વર્જીત એવો થાય છે. બોકોહરામ પશ્ચિમી શિક્ષણ અને લોકશાહી વ્યવસ્થાનો સખત વિરોધ કરે છે.
બોકોહરામની પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધુ ને વધુ ક્રિશ્ચિયનોનો ભોગ લેતી જાય છે જેથી અમેરિકા નારાજ છે અને એણે આ ઇસ્લામિક આતંકવાદીઓને નાબૂદ કરવાની ચેતવણી આપી છે. તેમણે નાઇજિરિયાની તમામ સહાય બંધ કરવાની ધમકી પણ આપી છે. નાઇજિરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ચીનુબુએ ટ્રમ્પના આક્ષેપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે, ધાર્મિક સહિષ્ણુતા એ અમારી સંસ્કૃતિમાં પાયાનું મૂલ્ય છે.અમેરિકા સાથે સંવાદ ઊભો કરવાની એક પહેલ તરીકે નાઇજિરિયાએ વૉશિંગ્ટનમાં નિવાસી પ્રતિનિધિઓ મોકલીને ડિફેન્સ સેક્રેટરી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચાઓ કરવાના વલણની દિશામાં પહેલ કરી છે.
ઝડપથી બની રહેલી ઘટનાઓ ઉપર પોતાની બાજનજર નાખતાં વિશેષજ્ઞો કહે છે કે, હિંસાનાં મૂળ કારણો માત્ર ધાર્મિક જ નથી. બીજાં કારણો જેવાં કે, જમીન-પાણી વિવાદ, ખેડૂત-હાથીઓ વચ્ચેનું ઘર્ષણ અને સમયાંતરે જુદી જુદી વસ્તીઓ વચ્ચે ખેલાતા જંગોએ પરિસ્થિતિ જટિલ બનાવી છે. નાઇજિરિયા આફ્રિકાનો સૌથી વધુ વસતીવાળો દેશ છે અને તેલ ઉત્પાદનમાં પણ એનું નામ છે. ટ્રમ્પે નાઇજિરિયાને કન્ટ્રી ઑફ પર્ટીકયુલર કન્સર્ન તરીકે વર્ણવ્યું છે, જે ક્રિશ્ચિયનોને ધાર્મિક સ્વતંત્રતા ભોગવવા દેતું નથી.
અંતમાં એમ ચોક્કસ કહી શકાય કે, નાઇજિરિયાની આજની સ્થિતિ ઉકળતા ચરુ જેવી છે અને જો અમેરિકન સૈન્યો ત્યાં ઊતરશે તો એના કારણે હાલની સ્થિતિ વણસી શકે છે. અત્યારે દુનિયામાં ઠેર ઠેર ગમે ત્યારે વિસ્ફોટ થાય તે પ્રકારની ઘટનાઓ આકાર લઈ ચૂકી છે ત્યારે વેનેઝુએલા બાદ નાઇજિરિયામાં જો અમેરિકા પોતાનાં દળો મોકલે તો આજની તનાવપૂર્ણ પરિસ્થિતિમાં એક વધુ જગ્યાએ ભડકો થાય અને વિશ્વની શાંતિ ડહોળાય. તેવું ના બને એ માટે સમગ્ર વિશ્વનાં નાગરિકો મીંટ માંડીને બેઠા છે. આશા રાખીએ કે આ ઘટનાને કાર અમેરિકા-નાઇજિરિયા વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ નહીં થાય અને ઘીના ઠામમાં ઘી પડી રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.