સંખેડા : સંખેડા તાલુકાના છુછાપુરા પાટિયાથી થોડે દુર હુંડાઈ કંપનીની ક્રિએટા ગાડી એસ ટી બસ વચ્ચે ગમખવાર અકસ્માત થતા કારમાં ડ્રાયવર સહીત...
વડોદરા: શહેરના પૂર્વ અને પશ્ચિમ ને જોડતું ગરનાળુ જે 24 કલાક વાહન વ્યવહારથી ધમધમે છે. પાલિકાની દરિદ્રતા જોવી હોય તો અલકાપુરીના ગરનાળા...
વડોદરા: વડોદરા શહેરમાં તસ્કરો ફરી એકવાર બેફામ બન્યા છે. જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ગણતરીના કલાકોમાં શહેરના જુદા જુદા ચાર જેટલા...
સુરત: વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમનું શહેર ગણાતા સુરત (શહેરની વિકાસની ગતિ હવે વધુ તેજ બનશે. સુરત શહેર અત્યાર સુધીમાં...
વડોદરા: વડોદરા શહેર નજીક અંકોડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે પડેલા બે કિશોર ડૂબ્યા હતા. જે પૈકી એક બાળકનું...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી આવતા પાળ બાંધવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે.જોકે બુધવારે આ દાવા પોકળ સાબિત બન્યા હતા.શહેરના...
વડોદરા: પંદર દિવસમાં બિઝનેસ લોન અપાવવાની લાલચ આપીને 2.59 લાખની છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજ ગુજારતા નામંજૂર...
વડોદરા : દશામાંના તહેવાર પૂર્વે વડોદરા શહેરમાં કુત્રિમ તળાવ તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે.આ માટે શહેરના જાગૃત યુવાનોએ તંત્ર સામે બાંયો...
સુરત: શહેરના રાંદેર (Rander) ખાતે રહેતા અને સાઉદી (Saudi)માં નોકરી કરતા યુવક સાથે યુટ્યૂબ (YouTube) પર રોકાણ (Invest)ની સ્કીમો બતાવી 6.50 લાખનું...
હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિ પ્રસાદ સ્વામીના નશ્વર દેહને અંતિમ દર્શન માટે સોખડામાં નિજ મંદિરે લાવવામાં આવ્યો છે. જેના પગલે હજારો...
રાજ્યમાં કોરોના ધીમે ધીમે ઓછો થતાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયામાં ધોરણ 5...
ગુજરાત પરથી હાલમાં લો પ્રેશર સિસ્ટમ સરકીને ઉત્તર ભારત તરફ જતી રહેતા હવે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,...
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી ચાલી રહી છે. જેના પગલે સરકાર દ્વારા નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર (RTPCR) અને સીટી સ્કેનના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. ખાનગી લેબોરેટરીમાં...
જમ્મુ કાશ્મીર: (Jammu kashmir) દેશના પર્વતીય રાજ્યોમાં વરસાદને (Rain) કારણે વિનાશની (Destruction) સ્થિતિ બની છે. હિમાચલના કુલ્લુ-મનાલીમાં માતા અને પુત્ર પાણીમાં તણાઈ...
મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે સમસ્યા: મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે. તો હું પિતા...
આમ તો ઘણી સાંજો મારવા, પૂરિયા, શ્રી ભોપાલી સાથે ગાળી છે. પ્રકાશ-અંધકાર, આ જગત-પેલે પારના જગત સાથે નાતો જોડવા નિમંત્રણ આપતા રાગો,...
મને સિઝર આપજે ને!’ જેનિલે કહ્યું. વિશ્વાએ સિઝર એની તરફ લંબાવી, પણ એના મોં પર નારાજગી હતી. એ જોઇને જેનિલને હસવું આવ્યું....
આજે બે જાતના હંગામાએ સોશ્યલ મીડિયાથી લઈને સામાન્ય પ્રજાજનનું ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. જોગાનુજોગ, બન્નેમાં બોલિવૂડની પરિચિત એવી મુન્દ્રા ફેમિલીની બે વ્યક્તિ...
પેગાસસ જાસૂસી મામલે દેશમાં કાગારોળ મચી છે. વિપક્ષી દળોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. સડકથી લઇને સંસદ સુધી વિવાદ છેડાયો છે. પેગાસસ...
સંસ્થા મહાન છે, બૉસ નહીં, એવું દરેક કર્મચારીએ કામ કરતી વખતે સૌથી પહેલા જાણી લેવાની જરૂર છે. બૉસ સમક્ષ પોતાની જાતને પ્રૂવ...
ઓલિમ્પિક ખેલાડીઓ જે રીતે ઊંચાઈ આંબે છે તેમાં ઘણી ખરી ભૂમિકા કોચની હોય છે. શ્રેષ્ઠ કોચિંગ ન મળે તો ખેલાડી મૅડલ જીતવા...
નડિયાદ : નડિયાદ પાલિકા હસ્તકના ટાઉન હોલમાં ટીકીટ બારીની ઓરડી ભાડે આપી ત્યાં ફુટવેરનો વેપલો શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે 2019માં...
આણંદ : આણંદમાં મકાન ભાડે રાખી ધંધો કરતાં વેપારીનો કોરોનામાં વેપાર બંધ થતાં તે તેના વતન ગોધરા પત્નીને મુકી જતો રહ્યો હતો....
દાહોદ: દાહોદ જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેડૂતોના મોઢે ખુશાલી છે. રવિવારના ધોધમાર વરસાદ બાદ સોમવારે નીકળેલો ઉઘાડ ખેતી માટે લાભકારક મનાઇ રહ્યો છે....
ગોધરા: પંચમહાલ જીલ્લાના વેજલપુરના ઇસમને ફેસબુક પર ફ્રેંડ રિકવેસ્ટ મોકલીને મિત્રતા કેળવીને વોટસએપ ચેટ કરીને તમારી સાથે મિત્રતા થવાથી મને પ્રમોશન મળ્યુ...
વડોદરા: સોખડા હરિધામ સ્વામીનારાયણ સંસ્થાના હરિપ્રસાદ સ્વામીએ સોમવારે રાત્રે પોતાનો દેહ છોડીને અનંતની યાત્રા એ પ્રયાણ કર્યું છે. આ સમાચાર સાથે તેમના...
વડોદરા: સ્વીટીના હત્યારા પી.આઈ. અજય દેસાઈ અને કોંગી નેતા કિરિટસિંહ જાડેજાના 11 િદવસના િરમાન્ડના પહેલા જ દિવસે ક્રાઈમબ્રાંચે રીકંસ્ટ્રકશન કરવા બંને આરોપીને...
વડોદરા: જૈન દર્શન મુજબ કેટલાક કરેલા કર્મોની નિરજરા દાન-પુણ્યથી થઈ શકે છે. પણ કેટલાક ઘાતી કર્મો જો આત્મા પર લાગેલા હોય તો...
વડોદરા: સારા વરસાદને પગલે વડોદરા જિલ્લામાં કૃષિ સક્રિયતા વધી છે અને જિલ્લાની ખેતીલાયક પૈકી ૧૩૨૨૮૭ હેકટર જમીનમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાં,અને કપાસ સહિત...
સમસ્યાઓનું નિરાકરણ હવે આંગળીના ટેરવે: VMC એ જાહેર કર્યો 24 કલાકનો ટોલ-ફ્રી અને વોટ્સએપ નંબર
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા અને તેમની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે એક અગત્યની પહેલ કરવામાં આવી છે. નાગરિકોને હવે પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ, અને સાફ-સફાઈ જેવી તમામ પ્રકારની સમસ્યાઓ માટે મ્યુનિસિપલ કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. VMC દ્વારા આ સમસ્યાઓ નોંધાવવા માટે એક ૨૪ કલાક કાર્યરત ટોલ-ફ્રી નંબર અને ફરિયાદના મેસેજ મોકલવા માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
શહેરીજનોને કોઈપણ પ્રકારની જાહેર સુવિધા સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે તો તેમણે વડોદરા મહાનગરપાલિકાના કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર 1800 233 0265 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
આ ટોલ-ફ્રી નંબર 24 કલાક કાર્યરત હોય છે, જેથી નાગરિકો દિવસ કે રાત કોઈપણ સમયે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કોલ સેન્ટર પર ફોન કરવાથી નાગરિકોને તેમની ફરિયાદનો એક કમ્પ્લેઇન નંબર જનરેટ થશે.
મહાનગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ કમ્પ્લેઇન નંબરના આધારે ફરિયાદનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છે કે, જેવી ફરિયાદ સોલ્વ થશે અને કામગીરી પૂર્ણ થશે, નાગરિકોને તેની જાણ કરતો મેસેજ પણ મોકલવામાં આવશે.
ફક્ત ફરિયાદના મેસેજ માટે મહાનગરપાલિકા દ્વારા એક વોટ્સએપ નંબર 99131 66666 પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ નંબર ખાસ કરીને એવા નાગરિકો માટે ઉપયોગી છે જેઓ પોતાની ફરિયાદ સાથે સ્થળનો ફોટોગ્રાફ મોકલાવવા માંગતા હોય. રોડ તૂટ્યો હોય, સ્ટ્રીટલાઈટ બંધ હોય, કે પાણીનું લીકેજ હોય, આવી દ્રશ્યમાન સમસ્યાઓની ફરિયાદ તસવીર સાથે આ વોટ્સએપ નંબર પર નોંધાવી શકાય છે.
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે, તેમણે પોતાની ફરિયાદ નોંધાવવા માટે હવે વોર્ડ કચેરી, પાલિકાની વડી કચેરી કે પાલિકાના કર્મચારીઓને સીધા ફોન કરીને પોતાનો કિંમતી સમય વ્યર્થ કરવાની જરૂર નથી. ટોલ-ફ્રી નંબર અને વોટ્સએપ નંબર મારફતે નોંધાવવામાં આવેલી ફરિયાદ યોગ્ય જગ્યાએ પહોંચશે અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. આ વ્યવસ્થાથી નાગરિકોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને તેમના સમયનો બચાવ થશે. નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા અને ઝડપી સેવા મેળવવા વિનંતી કરવામાં આવી છે.