ગયા બુધવારે રામચરણ સાથેની િકયારા અડવાણીની ફિલ્મનું હૈદ્રાબાદમાં ગ્રાન્ડ લોન્ચિંગ થયું. આ લોન્ચિંગને ગ્રાન્ડ બનાવવા રામચરણના પિતા ચિરંજીવી ઉપરાંત, રણવીર સીંઘ, એસ.એસ....
વરુણ ધવન પોતાને ટોપ ફાઇવ સ્ટારમાંનો એક માનવા લાગ્યો હતો પણ વિત્યા સમયમાં તેને કોઇ નવી ફિલ્મ નથી મળી. રણવીર સીંઘ, ઋતિક...
આમીરખાનને બધા સ્ટાર તરીકે, સફળ નિર્માતા- દિગ્દર્શક તરીકે ઓળખે છે પણ તેનો નાનો ભાઇ ફૈઝલખાન ફિલ્મમાં અભિનેતા તરીકે નિષ્ફળ ગયો પછી કોણ...
ભારે રાજકીય ઉથલપાથલ અને ખેંચતાણના અંતે આજે બપોરે રાજ્યના કેબિનેટની (GUJARAT CABINET)જાહેરાત થવા જઈ રહી છે. નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં નો રિપીટેશનની ફોર્મ્યુલાના...
અમાયરાનો અર્થ થાય છે રાજકુમારી. અમાયરા દસ્તૂરને જુઓ તો એ અર્થ પ્રમાણે લાગે ય છે પણ ફિલ્મોના રાજકુમારી થવા તો ઘણું કરવું...
તમન્ના, અનુષ્કા શેટ્ટી, કાજલ અગ્રવાલ વગેરે સાઉથની ફિલ્મોમાં દબદબો ધરાવે છે. તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરવા સાથે તેમણે હિન્દીમાં પણ ચાન્સ મારવો...
ભારતની આઝાદીના પંચોતેરમા વર્ષે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતીયો ગણતંત્રની અનુભૂતિ કરે છે ખરા? ગણતંત્રમાં ન તો કોઈ રાજા હોય...
દેશની વિવિધ ટ્રિબ્યુનલ્સમાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવતા તથા ‘‘ટ્રિબ્યુનલફિડ રિફોર્મ એક્ટ’’ પસાર કરવા બદલ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર...
ભૂતકાળની અટારીમાં ખોવાઇ ગયેલ એક અચ્છા ભાવવાહી કથ્થક-શૈલીના નૃત્યકલાકારની આ વાત છે. ગરીબી તેમજ સગાંવહાલાં (સગાં અને તે પણ વહાલાં?!)ના અસહકારને લીધે...
આળસ અને ધીરજ વચ્ચે બહુ બારીક રેખા છે. આળસુ માણસ એમ જ માન્યા કરે છે કે હું ધીરજ રાખીને બેઠો છું. ધીરજનું...
વર્ષ 1947થી લઈને આજદિન સુધી નહેરૂવાદી અને માર્કસવાદી, ચિંતકો અને બુધ્ધીજીવીઓ દ્વારા વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છીક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.આર.એસ.-સંઘ)ના સિધ્ધાંતો...
કૃષ્ણ ભગવાનની બાળલીલાનો એક પ્રસંગ છે.ગોકુળમાં યમુના નદીના નમન અને પૂજનનો ઉત્સવ હતો અને આખું ગામ યમુના નદીના કાંઠે ભેગું થયું હતું...
જીવદયા એટલે આમ તો જીવ માત્ર પ્રત્યે દયા કે અનુકંપા રાખવી તે. આપણે ત્યાં આ શબ્દનો અર્થ પશુ પ્રત્યે દયા રાખવી એમ...
૨૦૧૬ના ઓગસ્ટ મહિનામાં આનંદીબહેને પટેલે વિજયભાઈ રૂપાણીની માફક અચાનક પોતાનાં રાજીનામાંની જાહેરાત કરી હતી અને તેમના અનુગામી મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને...
છેલ્લા ઘણા સમયથી દેશમાં એવી સ્થિતિ છે કે જે વ્યક્તિ ધનિક છે તે વધુને વધુ ધનિક થઈ રહી છે. જ્યારે જે ગરીબ...
તાલિબાને કાબુલના રાજમહેલ પર કબજો જમાવ્યો તેને એક મહિનો પૂરો થયા પછી પણ તેઓ સરકારની સોગંદવિધિ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી જાતજાતના તર્કવિતર્કો...
નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં આવેલ કર્મવીર નગર તરફ જવાનો માર્ગ ખખડધજ બનતાં આ વિસ્તારમાં આવેલ ૧૦ કરતાં વધુ સોસાયટીના રહીશોની હાલત અતિ...
આણંદ : આણંદના સદાનાપુરા ખાતે રહેતા યુવકે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ચાર વર્ષ પહેલા ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ...
આણંદ : આણંદમાં ગણેશ વિસર્જન નિમિત્તે પાલિકાના ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગોયા તળાવમાં સવારથી સાંજ સુધીની કામગીરી બજાવવામાં આવી રહી છે. આણંદમાં 19મીના રોજ...
આણંદ : બોરસદમાં દિવાળીના તહેવારમાં હિન્દુ દેવી – દેવતાંના ફોટાવાળા ફટાકડાં ન વેચવા માટે દારૂખાનું વેચાણ કરતાં વેપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી....
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં દર વર્ષે ચોક્સી માંહાજન એસીસીએશન દ્વારા બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામો તથા ટ્રોફી આપવામાં...
નડિયાદ: કોરોના કાળ દરમિયાન ઠાસરા તાલુકાના પીપલવાડાથી ડાકોરની સવારના સમયની બંધ કરાયેલી એસ.ટી બસ ડાકોર ડેપો દ્વારા શરૂ કરવામાં આવી નથી. આથી,...
દાહોદ: સ્માર્ટ સીટી દાહોદમાં પ્રવેશ દ્વાર ગણાતા સ્માર્ટ સીટીના બોર્ડની સામે આવેલ રસ્તા ઉપર વરસાદી માહોલ વચ્ચે એક ટ્રેક્ટરની નીચે મોટરસાઈકલ સવાર...
વડોદરા : ગણેશોત્સવને અનુલક્ષીને શહેરમાં નીકળનારી વિસર્જન યાત્રામાં અગવડ ઉભી ના થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રીનું...
સંખેડા : સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાં ખેતરે ગયેલ પિતા અને પુત્રનું કરંટ લાગતા મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેનાથી 500 મીટર...
વડોદરા : સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદારના બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પહેલી વાર બરોડા ડેરીની 64 મી સાધારણ સભા મળી હતી....
વડોદરા: શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત અન્ય રોગોએ માથું ઉચક્યું છે.તેને લઈને પાલિકા દ્વારા મેડિકલ ઓફિસર હેલ્થ વર્કર...
અમદાવાદ: સ્ટેટ જીએસટી વિભાગની બોગસ બિલીંગ સંદર્ભે મોટી કાર્યવાહી ગોધરાના ઉદ્યોગપતિ ઈરફાન મોહંમદફીરદોશ કોઠી અને ભાવનગરના અસલમ કલીવાલાની ઘરપકડ સ્ટેટ જીએસટી વિભાગની...
એક તરફ આજે દિવસભર ગાંધીનગરમાં ભાજપની છાવણીમાં વિદાય લઈ રહેલા મંત્રીઓએ ધારાસભ્યો દ્વારા રજૂઆતોનો દોર ચાલુ રહ્યો હતો. બીજી તરફ આજે પાર્ટી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને સુરત મનપામાં 4-4 વધુ નવા કેસ સાથે કુલ 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં...
ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર હજી મંજૂર નથી, પાયાને વધુ નુકસાન થવાની ભીત
બાંહેધરી છતાં કામ નહીં: 5 મહિના પહેલાં મ્યુ, કમિશનરે 1 મહિનામાં કામ શરૂ કરવાની ખાતરી આપી હતી

વડોદરા ઐતિહાસિક માંડવી દરવાજાનું યોગ્ય અને તાત્કાલિક રિસ્ટોરેશન થાય તે માટે એમ.જી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી મંદિરના પુજારી હરિઓમ વ્યાસ છેલ્લા 240 દિવસથી માંડવી ગેટ નીચે બેસીને અષ્ટાક્ષર મંત્રના જાપ કરી એક અનોખું આંદોલન ચલાવી રહ્યા છે. 8 ડિસેમ્બરના રોજ તેમના આ તપના 240 દિવસ પૂરા થયા છે, તેમ છતાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા હજી સુધી ગેટના રિસ્ટોરેશન માટેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી, જેના કારણે પુજારી અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માંડવી ગેટની જર્જરિત હાલત અને ઐતિહાસિક સ્થાપત્યને બચાવવાની માંગ સાથે પુજારી હરિઓમ વ્યાસ દ્વારા કરવામાં આવી રહેલો આ પ્રયાસ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી તેઓ સતત જાપ કરીને તંત્રને આ મહત્વપૂર્ણ કાર્ય માટે જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શહેરની મધ્યમાં આવેલો આ ઐતિહાસિક દરવાજો આજે પણ ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યો છે. દિવસે ને દિવસે ભારે વાહનોની અનિયંત્રિત અવર-જવરના કારણે ગેટના પાયાને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ રીતે વિલંબ થતો રહેશે તો આ ઐતિહાસિક ધરોહર કાયમી ધોરણે નુકસાન પામશે તેવી ચિંતા પુજારી અને સ્થાપત્યપ્રેમીઓએ વ્યક્ત કરી છે.
હરિઓમ વ્યાસે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને કરેલી અપીલમાં જણાવ્યું હતું કે, “આશરે 5 મહિના પહેલાં કમિશનરે પોતે માંડવી ગેટનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારે તેમણે 1 મહિનામાં ગેટના રિસ્ટોરેશનનું કામ ચાલુ કરી દેવાશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ, મહિનાઓ વીતી ગયા હોવા છતાં ટેન્ડર મંજૂર કરવાની પ્રાથમિક કાર્યવાહી પણ પૂર્ણ થઈ નથી.”
પુજારી હરિઓમ વ્યાસે કમિશનર અરુણ મહેશ બાબુને તેમની બાંહેધરીનું સ્મરણ કરાવીને તાત્કાલિક ધોરણે માંડવી ગેટનું રિસ્ટોરેશનનું કામ શરૂ કરાય તેવી આગ્રહભરી વિનંતી કરી છે, જેથી આ ઐતિહાસિક સ્થાપત્યને વધુ નુકસાન થતું અટકાવી શકાય.