સુરત: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારનાં બેટ માં આશરે 1000 થી 1200 વિંઘા જમીન સરકારી અને આશરે...
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાનીમાં ચાલી રહેલાં T20 વર્લ્ડ કપ 2024 પર મેચ ફિક્સિંગનો કાળો પડછાયો પડ્યો છે. વર્લ્ડ કપમાં રમી રહેલાં...
ગાંધીનગર: શિક્ષકોની કાયમી ભરતી કરવાના બદલે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરવામાં આવતા આજે ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોએ...
સુરત: શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતએ ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત પોલીસ બેડામાં બદલીઓ બાબતે ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ ચૂંટણીને કારણે બદલીઓ પર...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે દાખલ અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી...
વાપી : વાપી નામધાથી એલસીબી ટીમે રીક્ષામાંથી દારૂના જથ્થા સાથે સુરતના બે ઈસમોને ઝડપી પાડ્યા હતાં. જેમાં બંને ઈસમોએ શરીરે દારૂની બાટલીઓ...
ગાંધીનગર: રાજયમાં અરબ સાગર પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમને પગલે ગુજરાતમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21...
લોડરહિલ : વેસ્ટઇન્ડિઝ અને એમરિકાની યજમાનીમાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની સફર પૂરી થતાંની સાથે જ તેમના કોચ ગેરી કર્સ્ટને ટીમને લઈને...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી લોકસભા મતવિસ્તાર જાળવી રાખશે અને કેરળમાં તેમની વાયનાડ બેઠક ખાલી કરશે જ્યાંથી તેમનાં...
કોપનહેગન (ડેનમાર્ક): ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, જ્યારે ચીને તેના અણુ શસ્ત્રો જાન્યુઆરી 2023માં 410થી વધારીને જાન્યુઆરી 2024માં 500...
નવી દિલ્હી: કેન્દ્રમાં મોદી. 3.0 સરકાર બન્યા બાદથી ભારતીય શેરબજારમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. રોજ બજાર નવી ઊંચી સપાટીને સ્પર્શ...
સુરત: આખરે અડધો જૂન મહિનો પૂરો થયા બાદ સુરત શહેરમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. રાત્રિના અંધકારમાં કે વહેલી સવારે ઝાપટું કરીને અલોપ...
અમેરિકાનો ડોલર આજે વિશ્વની સૌથી મજબૂત કરન્સી ગણાય છે, તેનું કારણ અમેરિકાની સમૃદ્ધિ નથી, પણ તેણે ખનિજ તેલનું ઉત્પાદન કરતાં દેશો સાથે...
હમણાં બ્લડ ડોનેશન ડે ના દિવસે એક સરસ મેસેજ લખાવવા યુવાનોનું ટોળું પ્રોફેસર પાસે ગયું અને કહ્યું, ‘સર, બ્લડ ડોનેશન દિવસ માટે...
ઊંચા ગજાની ધારણા બાંધી હોવાથી, શિલા..શારદા..શૈફાલી. .જેવાં નામો મને તારો ઝામો પડે તેવાં નહિ લાગ્યાં. એટલે લાવ ‘શૈલી’ થી સંબોધનનો વઘાર કર્યો..!...
નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં માતા પિતા બાળકના એડમિશન ( ડોનેશન આપીને એડમિશન મળે એટલે પ્રવેશ શબ્દ વાપર્યો નથી)...
વિશ્વભરમાં હવાઇ મુસાફરીઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે, માલસામાનનું પરિવહન કરતા કાર્ગો વિમાનોનું પ્રમાણ પણ વધ્યું છે તે સાથે જ એરપોર્ટો પર અને...
સૌ જાણે છે કે ગમે ત્યાં મંદિર ઊભું કરનારા ‘સબ ભૂમિ ગોપાલ કી’ સમજે છે. પોતાના વિસ્તારમાં મંદિર ઊભું થાય તો તેનો...
સ્કુલમાં ભણતાં બાળકો પણ હવે સ્માર્ટ ફોનની જેમ સ્માર્ટ પ્રશ્ન કરતાં થઈ ગયેલ છે.મારા પૌત્રે ચૂંટણી વખતે એકા એક પ્રશ્ન કર્યો કે...
માનવજીવનમાં અનેક પ્રકારના સમાધાન કરવાના સંજોગો-પ્રસંગોની અવરજવર થતી હોય છે. ક્યારેક સ્વહિત કે જાહેર હિત માટે સમાધાન કરવામાં આવે છે. ક્યારેક કોઈ...
પ્રથમ રેસીડેન્સી ખાતે ગુ.રા.યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબીરનું આયોજન 100 થી વધુ ગૃહિણીઓ અને યુવતીઓએ તાલીમ શિબિરમાં ભાગ લીધો : (...
સંજેલી નગરમાં હિટ એન્ડ રજની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંજેલી નગરમાં બેકાબુ બનેલી ઇકો કારના ચાલકે અકસ્માત.સર્જ્યો હતો. Gj 07...
શીતલ ગ્રાઉન્ડની પાછળના વિસ્તારમાં વર્ષોથી ચાલતી બબાલમાં ટાઉન પી.આઈ. સામે આક્ષેપ થયા..(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ શહેરમાં શીતલ ગ્રાઉન્ડની પાછળ આવેલી પ્રકાશનગર સોસાયટીમાં બે...
કોઇને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણથી ચાર વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો. કંટાળી વિધવાએ ફરિયાદ નોંધાવતા પાણીગેટ વિસ્તારમાં રહેતા પરીણિત...
પીઆઇ એચ એમ વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોના માતા-પિતા મહામુસીબતે શોધી કાઢ્યા બાદ સંતાનો સહીસલામત રીતે તેમને પરત સોંપવામાં...
ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના માળ ફળિયામાં રહેતી ૧૧ વર્ષીય તમન્નાબેન પોતાના ખેતરે કામ કરીને આવતા તેની બે બહેનપણીઓ સાથે નાહવા માટે પાટાડુંગરી...
શહેરના યુવક અને યુવતીઓમાં નશામુક્તિ માટે જાગૃતતા આવે તે માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બ્રહ્માકુમારી અટલાદરા દ્વારા જાગૃતિ માટે પ્રોગ્રામ અને રેલીનું...
દાહોદ તા.૧૭ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ભગવાન શિવજીના મંદિરના પટાંગણમાં બકરીનું વાઢેલું માથુ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા ફેંકી નાસી જતાં...
નવી દિલ્હી: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે તા. 17 જૂનને સોમવારે અચાનક વીજળી ગુલ થવાને કારણે હંગામો મચી ગયો હતો....
નવી દિલ્હી: દેશનું સૌથી મોંઘું શહેર કયું છે? દિલ્હી કે મુંબઈ?, કયા શહેરમાં જીવન નિર્વાહનો ખર્ચ એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ સૌથી...
અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઇવેની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટિ કરવાના તેમજ બે વ્યક્તિના મૃત્યુની ઘટનામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલના સીઈઓ સહિત વધુ પાંચ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ સીપી શરદ સીંધલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજીત રાજીયાનની ટીમે તપાસ હાથ ધરીને ચિરાગ હીરાસિંહ રાજપુત (રહે, રિવેરા બ્લુ, મકરબા, અમદાવાદ), મિલિંદ કનુભાઈ પટેલ (રહે, શુકન હોમ ન્યુ રાણીપ), રાહુલ રાજેન્દ્રકુમાર જૈન (રહે, શિલાલેખ એપાર્ટમેન્ટ શાહીબાગ), પ્રતીક યોગેશભાઈ ભટ્ટ (રહે, મકેરીવાડ રાયપુર ખાડિયા) અને પંકિલ હસમુખભાઈ પટેલ (રહે, ધનંજય એન્કલેવ સાયન્સ સિટી, મૂળ ગોજારીયા મહેસાણા)ની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપી રાહુલ જૈન અને મિલિંદ પટેલને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે સીઈઓ ચિરાગ રાજપૂતની ખેડાથી ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અગાઉ આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાયા બાદ તેના 11 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પુરા થયા બાદ ડૉ. પ્રશાંત વજીરાણીને સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
ચિરાગ રાજપૂતનો માસિક પગાર 7 લાખ રૂપિયા, દર્દીઓને સ્ટેન્ટ મુકાવવાનું કામ મુખ્ય હતું
ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરેલા પાંચ આરોપીની પ્રાથમિક તપાસમાં આરોપી ચિરાગ રાજપૂત શરૂઆતમાં સામાન્ય મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે જુદી જુદી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતો હતો, ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલમાં એડમીન, માર્કેટિંગ, ડિરેક્ટર, બ્રાન્ડિંગ, જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલમાં બ્રાન્ડિંગ માર્કેટિંગની જવાબદારી સંભાળી માસિક રૂપિયા 7,00,000નો પગાર મેળવતો હતો. આ સમગ્ર કાંડમાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ એ આગ્રહ પૂર્વક સ્ટેન્ટ મુકાવતો હતો.
મિલિંદ પટેલે શેરબજારમાં નુકસાન બાદ એકાદ વર્ષ જેલ ભોગવી ને બાદમાં 40 હજારની નોકરીએ લાગ્યો હતો
આરોપી મિલિંદ પટેલે 2017માં ચિરાગ રાજપૂત સાથે મુલાકાત થયા પછી માર્કેટિંગ એજ્યુકેટીવ તરીકે 2020 સુધી નોકરી કરી હતી. 2020માં ચિરાગ રાજપૂતના કહેવાથી માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે ત્યાં નોકરી કરી હતી. ત્યારબાદ શેર બજારમાં નુકસાન થતાં ઘર પરિવારથી અલગ થતા તેની વિરુદ્ધ નેગો એક્ટ કલમ 138 મુજબ કેસ દાખલ થયો હતો. જેમાં એકાદ વર્ષ સુધીની જેલ પણ તેણે ભોગવી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તે ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એજ્યુકેટીવ તરીકે જોડાયો હતો અને 40,000નો પગાર મેળવતો હતો.
દર્દીને સ્ટેન્ટ નહીં મુકાવે તો નુક્સાન વિષે ડરાવવાનું કામ પંકિલ અને પ્રતીક ભટ્ટ કરતા હતા
જ્યારે પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટ બંને ચિરાગ રાજપૂત તથા મિલિંદ પટેલની સુચના મુજબ કેમ્પ કરવા દર્દીને લાવવા, દર્દીને સ્ટેન્ટ મૂકવા માટે, તેઓને સ્ટેન્ટ નહીં મૂકવાથી થનારા નુકસાનથી ડરાવવા, વગેરેની કાર્યવાહી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ પાંચે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.