ભારે વાહનોના શહેરમાં પ્રવેશના સમય મામલે સ્થાનિકોમાં રોષ : અકસ્માત બાદ ચાલક ફરાર, હરણી પોલીસે તપાસ તેજ કરી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.8...
ખુલ્લી ફ્યુઝ પેટીમાં જીવંત વીજપ્રવાહ, માનવ અને પ્રાણી બંને માટે જોખમગુજરાત મિત્ર ન્યુઝ | ડભોઇડભોઇ શહેરના માણાપોર ચકલા વિસ્તારમાં MGVCLની ગંભીર બેદરકારીને...
સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન જનસભા યોજાય તે પહેલાં હોબાળો મચ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આ નેતાઓને ‘હિન્દુવિરોધી’...
શિયાળામાં ચોમાસા જેવો માહોલ; રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો સ્લીપ થયા, સ્થાનિકોમાં રોષ વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં પાલિકાની ઘોર બેદરકારી સામે...
સુરતની સરદાર હીરા ઉદ્યોગ સહકારી મંડળીના 75 પ્લોટ હોલ્ડરોની કતારગામની જમીનને સુપ્રીમ કોર્ટે યુએલસી મુકિત્ત આપી સુરતની સરદાર હીરા ઉદ્યોગ સહકારી મંડળીના...
ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પાણીની લાઈનોમાં ભ્રષ્ટાચાર કે બેદરકારી? 20 દિવસથી ગંદુ પાણી આવતા રોગચાળાની દહેશત વડોદરા : મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ...
ખંડેરાવ માર્કેટમાં સેંકડો ગાડીઓના દબાણ વચ્ચે માત્ર મહારાષ્ટ્ર પાસિંગની 4 ફૂલોની ગાડીઓ પકડી સંતોષ માનતી પાલિકા | નારિયેળના મોટા વેપારીઓ સામે તંત્રના...
બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશભરમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજધાની ઢાકામાં અજ્ઞાત હુમલાખોરોએ BNP નેતા...
ગુજરાતમા 2014મા પૂનમ માડમની સંપત્તિ માત્ર 17 કરોડ હતી, જે વધીને 2024મા 130 કરોડ થઈ ગઈ ગુજરાતમાં સામાન્ય નાગરિક મોંઘવારી, બેરોજગારી અને...
સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન એને કૌંભાડમાં સસ્પેન્ડેડ પૂર્વ કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલના આજે રિમાન્ડ પુરા થતાં ઈડી દ્વારા વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં...
ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય – પૂર્વીય પવનના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજે બુધવારે રાજયમાં...
અમદાવાદ : બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતા અને મૂંઝવણ દૂર કરવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સારથી હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. બોર્ડના વિદ્યાર્થીઓને...
ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે આમંદ બસ મથકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન સંઘવી સમક્ષ કરાયેલી રજુઆતના પગલે આજથી...
સુરત, ભરૂચ: લાખો કરોડો રૂપિયાના હાઈવે બનાવનાર હાઈવે ઓથોરિટી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરથી કીમનો રૂટ શરૂ કરવામાં એક સામાન્ય બાબતે...
ગાંધીનગર: ગુજરાતમાં સામાન્ય નાગરિક મોંઘવારી, બેરોજગારી અને ઓછી આવક સામે જીવનના બે છેડા ભેગા કરવા મથી રહ્યો છે ત્યારે સાંસદોની મુલકતોમાં વધારો...
સુરત (જાન્યુઆરી 2026): સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ પર્વત પાટિયા વિસ્તારમાં એક શોપિંગ મોલમાં કાર્યરત ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ લેબનો પર્દાફાશ કર્યો....
રૂપ તેરા મસ્તાના, હાલ મેરા દીવાના .. ભૂલ કોઈ હમસે…. (હો ગયી)’ મસ્તાના રૂપની પાછળ દીવાના ફેન્સ હમણાં થોડા કંફ્યુઝનમાં છે. તેઓ...
મહારાષ્ટ્રના અંબરનાથ શહેરમાં સ્થાનિક રાજકારણમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે. સ્થાનિક ગઠબંધન તૂટ્યા બાદ કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી...
ડૉ. સી.કે. ટિંબડિયાના અધ્યક્ષપદે પ્રથમ વર્ચ્યુઅલ બેઠક યોજાઈહાલોલ: ભારતભરમાં પ્રાકૃતિક કૃષિને શિક્ષણપ્રણાલીમાં મજબૂત રીતે સ્થાન આપવા માટે Indian Council of Agricultural Research...
અમેરિકાએ વૈશ્વિક રાજનીતિ અને પર્યાવરણ ક્ષેત્રમાં મોટો ઝટકો આપતો નિર્ણય લીધો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ફ્રાન્સની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ...
સદા નાગરિકોની સુરક્ષા કરતા અને અસામાજિક તત્ત્વોથી પ્રજાની રક્ષા કરનાર પોલીસ કર્મચારીઓ માટે પગારના ફાંફાના સમાચાર અખબારી અહેવાલમાં વાંચી જનતાને દુ:ખ અવશ્ય...
દેશમાં કરોડોનાં જમીન-કૌભાંડ થયા છે અને થઈ રહ્યાં છે જે તેમના કરોડોના કૌભાંડના જૂના રેકોર્ડ તોડી રહ્યું છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ...
વડસર બ્રિજ પાસે અકસ્માત, ઘટના સ્થળ પર જ મોત(વડોદરા, તા. 8)વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી....
રોકડમાં ₹20 અને ઓનલાઇન પેમેન્ટ માટે ₹30 વસૂલાત, વીડિયો વાયરલ(પ્રતિનિધિ), વડોદરા | તા. 8વડોદરા જિલ્લાના અનગઢ ગામમાં આવેલા મહોણી માતાજી મંદિર ખાતે...
દાહોદમાં ઇન્દોર-અમદાવાદ હાઇ વે પર ગરંબાડા ચોકડી નજીક ચાઇનીઝ દોરીનો ભયાનક બનાવ બન્યો હતો. બાઇક ચલાવતા સમયે ગળાના ભાગે દોરી વાગતા યુવકને...
સુરતીજનોનો અતિપ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ, પતંગોત્સવ. બાળકો 15 દિવસ પહેલાં જ પતંગ ઉડાવી રજા માણવાની શરૂઆત કરી દે છે. પરંતુ આ પર્વ...
નવા વરસના શુભ સમાચાર. બારડોલી તાલુકાના સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું નાનકડું નાની ભટવાલ ગામ આજે રાજ્યભરમાં શિક્ષણના મોડેલ તરીકે ઊભરી આવ્યું. જેનું...
મલેશિયાના પૂર્વ પ્રધાનમંત્રીને ભ્રષ્ટાચાર આચરવા બદલ 15 વર્ષની જેલ અને મોટી રકમ ગણી શકાય તેવો 2.8 અબજ ડોલરનો દંડ કરાયાની તાજેતરની ઘટના...
(પ્રતિનિધિ), વડોદરા | તા. 8વડોદરામાં ક્રિકેટ ફીવર ચરમસીમાએ પહોંચી ગયો છે. 11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે મેચ યોજાવાની...
આજકાલ ભરૂચના પ્રાચીન જૈન મંદિરનો વિવાદ ચાલી રહ્યો છે, જેનો ઉલ્લેખ જૈન ઇતિહાસમાં સમડીવિહાર તરીકે કરવામાં આવ્યો છે. ભરૂચની જુમ્મા મસ્જિદ ભૂતકાળમાં...
પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 પછી હવે એક્ઝિટ પોલના પરિણામોએ રાજ્યના રાજકીય ચિત્રને વધુ સ્પષ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. વિવિધ એજન્સીઓના સર્વે મુજબ, શાસક ગઠબંધન NRC+ (NDA) ફરી સત્તામાં આવી શકે છે અને મુખ્યમંત્રી તરીકે એન. રંગાસ્વામી સૌથી આગળ દેખાઈ રહ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, મુખ્યમંત્રી પદ માટે લોકોની પહેલી પસંદ એન. રંગાસ્વામી છે. લગભગ 42% લોકોએ તેમને CM તરીકે પસંદ કર્યા છે. તેઓ AINRCના નેતા છે અને હાલના સમયમાં પણ રાજ્યની રાજનીતિમાં મજબૂત સ્થાન ધરાવે છે. આ સર્વેમાં બીજા ક્રમે અભિનેતા-રાજકારણી થલાપતિ વિજય છે, જેમને 17% લોકોનો ટેકો મળ્યો છે. વિજય માટે આ નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે તેઓ પહેલીવાર આ સ્તરે રાજકીય ચર્ચામાં આગળ આવ્યા છે. કોંગ્રેસના વી. વૈથિલિંગમને 10% સમર્થન મળ્યું છે, જ્યારે DMKના આર. શિવાને 8% લોકો પસંદ કરે છે. પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામીને 5% સમર્થન મળ્યું છે. અન્ય અથવા અનિશ્ચિત વિકલ્પોને 6% લોકોએ પસંદ કર્યા છે.
સીટોના અંદાજની વાત કરીએ તો, NDTV પોલ ઓફ પોલ્સ મુજબ NRC+ ગઠબંધન પુડુચેરીમાં આગળ છે. 30 બેઠકોવાળી વિધાનસભામાં NRC+ને સરેરાશ 18 બેઠકો મળવાનો અંદાજ છે, જે બહુમતી માટે પૂરતું છે. આથી સ્પષ્ટ થાય છે કે NDA ફરી સત્તા જાળવી રાખી શકે છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, NRC+ ગઠબંધનને 16થી 20 બેઠકો મળવાની ધારણા છે. તેમાં AINRCને 10-12 બેઠકો, ભાજપને 4-6 બેઠકો અને AIADMK તથા LJKને 1-2 બેઠકો મળી શકે છે.
બીજી તરફ, કોંગ્રેસ અને DMKના ગઠબંધન (CONG+)ને 6થી 8 બેઠકો મળવાનો અંદાજ છે. તેમાં DMKને 5-7 અને કોંગ્રેસને 1-2 બેઠકો મળી શકે છે. TVK+ ગઠબંધનને 2થી 4 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને 1થી 3 બેઠકો મળી શકે છે. આ સર્વેમાં કુલ 2,250 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 68% ગ્રામિણ અને 32% શહેરી મતદારો હતા. પુરુષ મતદારો 58% અને મહિલાઓ 42% હતી. સર્વે 97 વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે પુડુચેરીમાં મુખ્ય મુકાબલો NRC+ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે, પરંતુ હાલ NRC+ સ્પષ્ટ રીતે આગળ છે. રંગાસ્વામીની લોકપ્રિયતા પણ આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.