હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 38 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જતા મુસાફરોના વાહનો પર ગોળીબાર કર્યો છે. તાજેતરના વર્ષોમાં આ વિસ્તારમાં આ પ્રકારનો સૌથી ઘાતક હુમલો છે.
મૃત્યુઆંક વધી શકે છે
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુરૂવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં બંદૂકધારીઓએ પેસેન્જર વાહનો પર ગોળીબાર કર્યો હતો. ચૌધરીએ કહ્યું કે કુર્રમ આદિવાસી જિલ્લામાં આ હુમલામાં માર્યા ગયેલાઓમાં એક મહિલા અને એક બાળક પણ સામેલ છે. તેમણે કહ્યું કે આ એક મોટી દુર્ઘટના છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી વિસ્તારમાં જમીન વિવાદને લઈને શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે દાયકાઓથી તણાવ ચાલી રહ્યો છે. આ ઘટનાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી. માહિતી અનુસાર મુસાફર વાહનોના બે કાફલા હતા, એક પેશાવરથી પારાચિનાર અને બીજો પારાચિનારથી પેશાવર તરફ મુસાફરોને લઈ જઈ રહ્યો હતો ત્યારે સશસ્ત્ર લોકોએ તેમના પર ગોળીબાર કર્યો. ચૌધરીએ કહ્યું કે તેમના સંબંધીઓ પેશાવરથી કાફલામાં મુસાફરી કરી રહ્યા હતા.