Latest News

More Posts

દિલ્હીમાં દીવાળી દરમિયાન થયેલા પ્રદૂષણ અને એક્યૂઆઈમાં થયેલા વધારાને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ફટાકડા પર પ્રતિબંધને લઈને કોર્ટે સખત ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નરને ફટાકડા પર પ્રતિબંધ મૂકવા માટે શું પગલાં લીધાં તે જણાવતા એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધના આદેશને ગંભીરતાથી ન લેવા બદલ દિલ્હી પોલીસને સખત ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડા પરનો પ્રતિબંધ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યો નથી અને તે માત્ર દેખાડો કરવા માટે હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને તેના આદેશોનું સંપૂર્ણ પાલન કરવા માટે એક સ્પેશિયલ સેલ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ લાયસન્સ વગર કોઈ ફટાકડાનું ઉત્પાદન કે વેચાણ ન કરી શકે તે સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો છે.

એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘એવું માનવામાં આવે છે કે કોઈ પણ ધર્મ પ્રદૂષણમાં વધારો કરે અથવા લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવી કોઈ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતું નથી.’ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નરને ફટાકડા પર પ્રતિબંધ મૂકવા માટે શું પગલાં લીધાં તે પૂછ્યું હતું તેમજ તે અંગે એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના તમામ રાજ્યોને પ્રદૂષણ ઘટાડવા માટે શું પગલાં લીધાં છે તે જણાવવા પણ કહ્યું છે.

To Top