SURAT

સુરતની આ જાણીતી સ્કૂલની બહાર ધો.12ના વિદ્યાર્થી ઉપર ધો.11ના વિદ્યાર્થીએ ચપ્પુ વડે હૂમલો કર્યો

સુરત: (Surat) સિટીલાઈટ ખાતે આવેલી લોકભારતી સ્કૂલમાં (School) મિત્રની લડાઈમાં વચ્ચે પડેલા ધોરણ 12 ના વિદ્યાર્થીને સ્કૂલમાં જ ધોરણ 11 માં અભ્યાસ કરતા જીતુ નામના વિદ્યાર્થીએ ચપ્પુ મારી (Stabbing) દીધાની ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીને (Student) લોહીલુહાણ હાલતમાં નવી સિવિલમાં ખસેડી ઉમરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • ચપ્પુ વડે હૂમલો કરનાર વિદ્યાર્થી મોડી રાત સુધી ઘરે નહોતો ગયો
  • નીખીલ મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા જુનિયર સ્ટુડન્ટે તેને જ ચપ્પુ મારી દીધું
  • નીખીલને નવી સિવિલમાં ખસેડતા ખભામાં 12 અને અંગુઠામાં 2 ટાંકા આવ્યા
  • હિંસક માનસિકતા હવે વિદ્યાના મંદિરો સુધી પહોંચી ગઈ

અલથાણ ખાતે રવીનગરમાં રહેતો 18 વર્ષીય નીખીલ શાંતારામ સોનગીરે સિટીલાઈટ ખાતે આવેલી લોકભારતી સ્કૂલમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરે છે. આજે સવારે સ્કૂલની બહાર અજાણ્યાઓએ તેના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ બનાવને પગલે સ્કૂલની બહાર વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. નિખીલને લોહીલુહાણ હાલતમાં નવી સિવિલમાં ખસેડાયો હતો. તેની સારવાર બાદ ઉમરા પોલીસે તેનું નિવેદન લેતા જાણવા મળ્યું છે કે, આજે સવારે સ્કુલમાં નીખીલના મિત્રનો ધોરણ-11 માં ભણતા જીતુ નામના વિદ્યાર્થી સાથે ઝઘડો થતો હતો. ત્યારે નિખિલ ઝઘડો છોડાવવા વચ્ચે પડતા જીતુએ તેના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. નીખીલને નવી સિવિલમાં તબીબોએ તપાસી માયનોર ઓટીમાં ખસેડ્યો હતો. જ્યાં ખભા ઉપર 12 ટાંકા અને જમણા અંગુઠાના ભાગે બે ટાંકા આવ્યા હતા. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે. પોલીસે હૂમલો કરનાર વિદ્યાર્થીના ઘરે તપાસ કરતા મોડી રાત સુધી ઘરે નહોતો ગયો.

Most Popular

To Top