GANDHINAGAR : રાજયવ્યાપી સુજલામ સુફલામ ( SUJLAM SUFLAM ) જળ અભિયાનનો ચોથો તબક્કો આવતીકાલ તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી આરંભ થયો છે. સીએમ વિજય...
સુરત: શહેર (Surat) માં હાલ કોરોના સંક્રમણ (corona inaction) વધતા કરફ્યુ (night curfew) જાહેર કરાયું છે. ત્યારે કરફ્યુના સમયે એક મસ્જીદ (mosque)...
GANDHINAGAR : રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂક માટે TAT ફરજિયાત બનાવવામાં આવી છે. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં...
નવી દિલ્હી : સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત ત્રણ નવા વિવાદિત કૃષિ કાયદાઓ અંગે અભ્યાસ કરતી સમિતિએ 19 માર્ચે સીલબંધ કવરમાં પોતાનો અહેવાલ...
નવસારી: (Navsari) આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૨/૦૩/૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ, અમદાવાદથી દાંડી યાત્રાનો શુભારંભ...
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નાણાં મંત્રાલયે 24 કલાકમાં તેનો આદેશ પાછો...
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં કુલ કોવિડ-19 સક્રિય કેસોમાં પાંચ રાજ્યો કુલ કેસોનો 79 ટકા સંયુક્ત...
વોશિંગ્ટન: છેલ્લા એક વર્ષમાં કોવિડ-19 રોગચાળો અને દેશવ્યાપી લોકડાઉન બાદ હવે ભારતની અર્થવ્યવસ્થા આશ્ચર્યજનક રીતે બાઉન્સબેક કરી રહી છે. વર્લ્ડ બેંકના અહેવાલમાં,...
ગુજરાત (Gujarat) વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ થનાર હોય પ્રથમ બેઠકમાં લવ જેહાદ (Love...
સુરત મહાનગરપાલિકા તથા સુરત શહેર પોલીસે વરિયાવ ચેક પોસ્ટ ખાતે આ યાત્રાને વધાવી લીધી હતી જેમાં શહેર પોલીસ કમિશનર, ડે.મેયર સહિતના પદાધિકારીઓ...
સુરત: 1 લી એપ્રિલ,1930માં પૂજ્ય ગાંધીજી (MAHATMA GANDHI) દાંડી યાત્રા (DANDI MARCH) દરમિયાન છાપરાભાઠા (SURAT) આવ્યા એ સમયે ગામની વસ્તી 750ની હતી,...
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની ઘોષણા કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી દુનિયાનો સિવશ્રેષ્ઠ ગણવામાં આવતો એવો દાદાસાહેબ...
ગાંધીનગર : અમદાવાદ શહેર એ 70 લાખથી વધુની વસ્તી ધરાવતું રાજ્યનું સૌથી મોટું શહેર છે. અમદાવાદ શહેરને મેગા સીટીની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ...
શહેરમાં જે ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈ મનપા કમિશનરે શહેરીજનોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. મનપા કમિશનર બંછાનિધિ...
પાકિસ્તાનના નવનિયુક્ત નાણાંમંત્રી હમ્માદ અઝહરે બુધવારે ઘોષણા કરી હતી કે 2019માં કાશ્મીરમાં તણાવના પગલે લાદવામાં આવેલા પાડોશી દેશથી આયાતના પ્રતિબંધ હટાવીને તેઓ...
સુરત શહેરની જાણીતી સાર્વજનિક એજયુકેશન સોસાયટીને આગામી જૂન મહિનાથી શરુ થતા નવા એકેડેમિક યરથી સરકારે પ્રાઇવેટ યુનિ.નો દરજજો આપ્યો છે. શહેરની જૂની...
ભારત આવતીકાલથી 45 વર્ષથી ઉપરના લોકો માટે કોરોના રસીકરણ શરૂ કરનાર છે. કેન્દ્રએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે, ઓછું રસીકરણ...
સરકારે આજે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચતની યોજનાઓ પરનો વ્યાજદર 2021-22ના પહેલા ત્રિમાસિક માટે 1.1 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. બૅન્ક...
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2360 કેસ નોંધાયા છે. જ્યારે આજે...
જીવલેણ ‘મેડ કાઉ’ રોગચાળાને મળતો રહસ્યમય મગજનો રોગ હાલમાં કેનેડામાં 43 લોકોમાં જોવા મળ્યો છે અને તેણે પાંચનો ભોગ લીધો છે. કેનેડાના...
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના સૂત્રોએ બુધવારે એવી માહિતી આપી હતી કે બેંગલુરૂ અને પટિયાલામાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટસ (આઇએનએસ)માં વિવિધ સ્પર્ધા...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણવામાં આવે છે, અને હાલમાં બીસીસીઆઇ માત્ર છ મહિનાના ગાળામાં જ ફરી એકવાર...
સુરત: 1600 કિમીનો વિશાળ દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં અલગ-અલગ શહેરોને જળમાર્ગથી જોડવાની મોટી તક છે. જેના પર હાલ ઝડપથી અમલ કરવામાં આવી...
ગાંધીનગર: (Gandhinagar) વિધાનસભા ગૃહમાં આજે પસાર થયેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ને પરિણામે હવે રાજ્યમાં નવી સાત ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી...
નવસારી, વલસાડ: (Navsari Valsad) એક જ દિવસમાં નવસારી શહેરમાં 6 અને જલાલપોર તાલુકામાં કોરોનાના નવા 6 કેસ નોંધાવા સાથે નવસારી જિલ્લામાં એક...
સુરત: (Surat) શહેરમાં આજે સતત બીજા દિવસે ઝડપી પવનોને પગલે તાપમાનમાં વધુ એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તાપમાનનો (Temperature) પારો 32 ડિગ્રીએ...
બંગાળમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા તૃણમૂલ કોંગ્રેસ ( TRUNUMUL CONGRESS) ના વડા મમતા બેનર્જીએ ( MAMTA BENARJI) વિરોધી પક્ષોના નેતાઓને...
વલસાડ: (Valsad) આરોગ્ય વિભાગ દ્વારા તા.૧લી એપ્રિલ, ૨૦૨૧ થી ૪૫ થી ૫૯ વર્ષના વયજૂથના તમામ લોકોને તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબસેન્ટર, સામૂહિક...
ગુજરાતમાં (Gujarat) સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરાયા બાદ કોરોના વધતાં હવે જીપીએસસી દ્વારા લેવામાં આવનારા જુદા-જુદા સંવર્ગની 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં...
NEW DELHI : પાડોશી દેશ પાકિસ્તાન ( PAKISTAN ) ફરીથી ભારત ( INDIA) પાસેથી કપાસ ( COTTON ) અને ખાંડ ( SUGAR)...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.