Gujarat

GPSCની એપ્રિલ-મે માં લેવાનારી 10 પરીક્ષાઓની તારીખો બદલાઈ

ગુજરાતમાં (Gujarat) સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરાયા બાદ કોરોના વધતાં હવે જીપીએસસી દ્વારા લેવામાં આવનારા જુદા-જુદા સંવર્ગની 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જીપીએસસી (GPSC) ની એપ્રિલ અને મે મહિનામાં લેવાનારી પરીક્ષાની (Exam) તારીખોમાં ફેરફાર કરાયો છે. કોરોનાના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો બદલવામાં આવી છે. જીપીએસસીએ નવી તારીખો જાહેર કરી છે. વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 માટે જીપીએસસી દ્વારા નવી તારીખે પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

જીપીએસસી દ્વારા યોજવામાં આવનાર 10 પરીક્ષાઓની તારીખો બદલાઈ છે. જેમાં પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા હવે 18મી એપ્રિલના રોજ યોજાશે. આ ઉપરાંત નાયબલ મામલતદાર- સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષા 9મી મેના રોજ યોજાશે. તેવી જ રીતે સિક્યુરિટી સુપરવાઈઝરની પરીક્ષા 23મી મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષા 6 જૂનના રોજ યોજાશે. કુલ 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે. જેમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની પરીક્ષા યોજાઈ રહી છે.

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસની મહામારી કહેર વર્તાવી રહી છે. આ ઘાતક મહામારીની અસર શાળા-કોલેજોની પરીક્ષાઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર પણ પડી રહી છે. જીપીએસસી દ્વારા યોજવામાં આવનાર 10 પરીક્ષાઓની તારીખો બદલાઈ છે. જીપીએસી દ્વારા નવા કોલ લેટર પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે TATની પરીક્ષા અનિવાર્ય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે TAT પરીક્ષા સાથેની યોગ્ય લાયકાત અમલી બનશે. 

આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યમાં હાલ કેન્દ્રીયકૃત પદ્ધતિથી સરકારી અને અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા અમલમાં છે. પરંતુ લઘુમતિ સંસ્થાઓ દ્વારા શિક્ષક તરીકેની પસંદગીની લાયકાત પૂરી કરવા માટે નિયત કરેલા TAT પરીક્ષાના મહત્વના ગુણાંકનને ધ્યાનમાં લીધા સિવાય આવી પસંદગી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આના પરિણામે રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં શિક્ષકની ગુણવત્તાની પસંદગી માટેના નિયત થયેલા ધોરણો જળવાતા નથી અને TAT પરીક્ષાના પરિણામના આધારે પસંદગી પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં થતી ન હોવાથી તટસ્થ રીતે ગુણવત્તાયુકત આચાર્યો, શિક્ષકોની પસંદગી થઇ શકતી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top