એક ફૂલો પર ફરનારો ભમરો અને છાણમાં રહેનારા કીડા વચ્ચે દોસ્તી થઇ.એક દિવસ છાણમાં રહેતા કીડાએ ભમરાને કહ્યું, ‘તું મારો દોસ્ત છે...
સુરત: ફાયર સેફ્ટીને લઈ બેદરકારી દાખવનારા તેમજ ફાયરની નોટિસોને પણ ઘોળીને પી જનારા બેદરકારો સામે ફાયર વિભાગ દ્વારા સમયાંતરે લાલ આંખ કરી...
‘‘દવાઈ ભી ઔર કડાઈ ભી’’ આવું અદ્ભુત સૂત્ર આપનાર નેતા ચૂંટણી પ્રચારના મંચ પરથી લાખોની ભીડ નહિ જોતા હોય? સોશિયલ ડિસ્ટન્સ અને...
મેં થોડા મહિના પહેલાં એક પુસ્તક લખ્યું હતું. ભારતમાં પુસ્તકો લખવામાં સમસ્યા છે. ખાસ કરીને જો પુસ્તક કાલ્પનિક હોય અને ઇતિહાસ સાથે...
પહેલી ફેબ્રુઆરીએ આપણે ત્યાં જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું હતું તેના કલાકો પહેલા પાડોશના મ્યાનમાર દેશમાં એક મોટી ઘટના બની ગઇ હતી....
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) બોર્ડે ગુરૂવારે અહીં મળેલી બેઠકમાં ડિસીઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)ના એક ભાગ એવા અમ્પાયર્સ કોલને જાળવી રાખવાનો નિર્ણય કર્યો...
કેન્યાના મસાઇમારા જંગલમાં પોતાની પકડમાંથી છટકી જઇને એક ભૂમિગત દરમાં સંતાઇ ગયેલા એક જંગલી ડુક્કરને શોધી કાઢવા માટે એક સિંહે પુરા સાત...
સુરત: કોવિડને કારણે આ વખતે વેકેશનમાં ફેસ્ટીવલ ટ્રેનો નહીં શરૂ કરવા માટે રેલવે દ્વારા આદેશ અપાયો છે. એક અંદાજ પ્રમાણે દર વેકેશનમાં...
કોરોનાવાયરસના રોગચાળાના નિયંત્રણો વચ્ચે જ્યારે વિશ્વભરનો હવાઇ પ્રવાસ ઉદ્યોગ મુશ્કેલીમાં ચાલી રહ્યો છે તેવા સમયે વધારાની આવક ઉભી કરવા જાપાનની ઓલ નિપ્પોન...
જીએસટીની વસૂલાત સતત છઠ્ઠા મહિને રૂ. ૧ લાખ કરોડની ઉપર રહી છે, જેમાં વાર્ષિક ૨૭ ટકાના વધારા સાથે તે માર્ચમાં રૂ. ૧.૨૩...
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા 43,183 કેસ નોંધાયા હતા. જે કોરોના મહામારીની શરૂઆત બાદ એક દિવસના સૌથી વધુ કેસ છે. આ સાથે મહારાષ્ટ્રમાં...
રેલવે તંત્ર તેની ટ્રેન સેવાઓ કોવિડના રોગચાળાની પહેલાના સ્તરે આગામી બે મહિનામાં ફરી શરૂ કરે તેવી શક્યતા છે, પણ તે માટે રાજ્ય...
અમેરિકી પ્રમુખ જો બિડેને આજે ફોરેન વર્ક વિઝા પરના પ્રતિબંધોનું તેમના પૂરોગામી ડૉનાલ્ડ ટ્રમ્પના સમયમાં જારી કરવામા આવેલ જાહેરનામુ આજે મુદ્ત પુરી...
દક્ષિણ કેલિફોર્નિયાની એક ઓફિસ બિલ્ડિંગમાં બુધવારે થયેલા એક ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે...
સુરતઃ (Surat) ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીને અવસરે આજની યુવા પેઢીમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવના કેળવાય તે હેતુથી તેમજ વીર શહીદોના સપનાના ભારતના...
વલસાડ, નવસારી: (Navsar Valsad) વલસાડ જિલ્લામાં ગુરુવારે અત્યાર સુધીના એક જ દિવસમાં સૌથી વધુ 17 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે....
ગાંધીનગર: (Gandhinagar) હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) માં ચૂંટણીનો પારો હાલ ઊંચો છે. રાજકીય પક્ષો એકબીજા પર કાદવ ફેંકી રહ્યા છે. ગુરુવારે, પશ્ચિમ બંગાળના...
ચંદીગઢના સાંસદ કિરણ ખેર ( KIRAN KHER ) ની માંદગી વિશે જાણ્યા પછી, દરેક જણ તેની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા...
સુરતમાં (Surat) આપ (AAP) પાર્ટી વિવધ મુદ્દે પાલિકા સમક્ષ સતત વિરોધ દર્શાવી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી આપ પાર્ટીના કાઉન્સિલર (Councilor)...
SURAT : કોરોનાના ( CORONA) વધતા કેસો વચ્ચે રેમડેસિવિર ( REMDESIVIR) અને ટોસિલિઝુમેબ ( TOCILIZUMAB) ઇન્જેકશનની ( INJECTION ) અછત વર્તાવા લાગી...
સુરત: રત્નકલાકારોના પગારમાંથી કાપવામાં આવતા પ્રોફેશનલ ટેક્સનો મુદ્દો થોડા દિવસ પહેલા વિધાનસભામાં રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર દ્વારા ઉચકવામાં આવ્યો હતો. ત્યારબાદ બુધવારે...
સુરત: સુરત મનપાના મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટી (aam aadmi party) એ હવે શાસકોને આક્રમક વિરોધ દ્વારા ભીંસમાં લેવાનું...
SURAT : રેલવે દ્વારા મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. હાલમાં ચાલતી મેમુ ટ્રેનના ભાડાના બદલે મેલ એક્સપ્રેસ ટ્રેન (...
Xiaomi એ તાજેતરમાં ચીનમાં MI 11 સીરીઝ શરૂ કરી છે. આ કંપની માટે મુખ્ય સિરીઝ છે. આ અંતર્ગત, MI 11 અલ્ટ્રા પણ...
SURAT : શહેરના કતારગામ ( KATARGAM) વિસ્તારમાં ગામતળમાં રહેતા અને બીબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવકની સાથે તેના 10 મિત્રોએ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય...
સુરત: (Surat) સુરતમાંથી લુપ્ત થયેલી હોળી (Holi) સમયે ચાલતી ઘીસની પરંપરા (The tradition of Ghis) ફરીથી સક્રિય કરવા માટે આ વખતે સુરત...
સુરત: સુરત મનપા (smc) ની મુખ્ય કચેરીમાં ઓનલાઇન મીટિંગ (online meeting) યોજવા મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. પોલીસે આપના...
GANDHINAGAR: આજે ૧લી એપ્રિલથી રાજ્યભરમાં 45થી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોના ( CORONA) વિરોધી રસીકરણની ( VACCINATION) શરૂઆત થઈ છે. તેના...
આખરે પાકિસ્તાનની (Pakistan) સાન ઠેકાણે આવી ખરી. આમ તો જ્યારથી ભારત અને પાકિસ્તાન આઝાદ થયા ત્યારથી પાકિસ્તાને ભારતને (Bharat) દુશ્મન માની લીધું...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.