બે વર્ષથી પાણીનો વિકટ પ્રશ્ન,ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી : પાલિકાના અધિકારીઓ એક બીજા પર ખો આપી બાય બાય ચારણી કરતા હોવાના આક્ષેપ...
સ્થાનિકોમાં ભારે રોષ: રાત્રિના સમયે અંધારામાં મોટા અકસ્માતની ભીતિ, તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ વડોદરા: શહેરના વ્યસ્ત...
કાલોલ : કાલોલ પોલીસ મથકે વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા મારામારીના કેસમાં કાલોલની એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મહિલા સહિત ત્રણ આરોપીઓને શંકાનો...
વન વિભાગની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે રિલીઝહાલોલ: હાલોલ જીઆઇડીસી વિસ્તારમાંથી સિદ્ધાંત જીવ દયા ટીમ દ્વારા એક મોટા ગુણી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં...
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પોલીસએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા તેમની મહિલા મિત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો...
( પ્રતિનિધિ )વડોદરા,તા.21 વડોદરા શહેર નજીક આવેલા અનગઢ ગામના નવાપુરા વિસ્તાર પાસેથી પસાર થતી રેલ લાઈન ઉપર બોમ્બ જેવો કોઈ વિસ્ફોટક જેવો...
એકતરફ જનતા પાણી માટે વલખાં મારે છે, બીજી તરફ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લાખો લીટરનો વેડફાટ બેજવાબદાર કોન્ટ્રાક્ટર અને નિરીક્ષકો સામે કડક પગલાં ભરે...
એક્ટિવા પર જતાં બે મિત્રોને નડ્યો અકસ્માત, ધોરણ-10ની પરીક્ષા આપનાર યુવક હોસ્પિટલમાં મહાવીર નામના યુવકનો જીવ ટ્રેલર નીચે કચડાયો, વડોદરાના હાઈવે પર...
સુરત ના ભેસ્તાન વિસ્તારમાં આજે વહેલી સવારે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ પરિસ્થિતિમાં ગો માંસ લઈ જતો હોવાની...
સુરત શહેરમાં આજે રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હતું. શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો સામે કડક વિરોધ નોંધાવતા નાનપુરા સ્થિત...
વડોદરા, તા. 21 : વડોદરા શહેરમાં એક મુસ્લિમ યુવકે લગ્ન થઈ ગયા હોવા છતાં તેની પૂર્વ હિન્દુ પ્રેમિકાને ફરી સંબંધ રાખવા દબાણ...
અમદાવાદ : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલ તા 21 અને 22 ફેબ્રુઆરીએ બે દિવસના ગુજરાત...
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર...
ગાંધીનગર : ગુજરાતના 128 માછીમારો હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ હોવાનું વિધાનસભામાં સરકારએ પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે. વિધાનસભામાં મત્સ્યોદ્યોગ સરકાર દ્વારા માહિતી...
અવાજ અને ઘોંઘાટ એ હવા દ્વારા વાતાવરણમાં ફેલાય છે અને પ્રસરે છે. વધારે પડતા અવાજથી નાનાં બાળકોની તેમજ વૃધ્ધ મનુષ્યની સાંભળવાની શક્તિ...
ગાંધીનગર : શિયાળાની વિદાય સાથે ઉનાળો નજીક આવી રહ્યો હોય તેવા સમયે ઉત્તર ભારતમાં હવામાને અચાનક યુ-ટર્ન લીધો છે. બંગાળની ખાડીમાં સક્રિય...
ગાંધીનગર, તા. 20 રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ૨,૦૧,૬૦૫ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે કુલ રૂ. ૧,૧૯૧.૯૪ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં...
દેશની સર્વોચ્ચ અદાલત Supreme Court of India એ આંધ્ર પ્રદેશમાં થયેલા એક ચર્ચાસ્પદ હત્યા કેસમાં પોલીસની કામગીરી પર કડક ટિપ્પણી કરી છે....
રખડતાં કૂતરાની ગણતરી શા માટે? અને ગણતરીનો થોડો સમય પસાર થતાં એમાં ફેરફારની શક્યતા નકારી શકાતી નથી. વધુમાં આ કામગીરી શિક્ષકોએ કરવાની...
કહેવાય છે કે જેવું વાવો તેવું લણો, પણ વાણી એક આભુષણ સમાન છે. દરેક વ્યક્તિ જેમ પોતાના પૈસાનો વ્યવહાર સમજી-વિચારીને કરે છે....
બંસલ મોલ સામે વીજ કંપનીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના, અકસ્માત સર્જી ગાડીમાં સવાર MGVCLના ચાર કર્મચારીઓ વાહન ઘટનાસ્થળે જ...
એક સૂફી સાધ્વી ધર્મગ્રંથનું વાચન કરી રહ્યાં હતાં અને શિષ્યો અને અન્ય સંતો મન દઈને તેને સાંભળી રહ્યાં હતાં. સૂફી સાધ્વીના મુખમાંથી...
પડોશી આરોપી ઝડપાતા દેશભરમાં આક્રોશ હરિયાણાના Gurugram શહેરમાં 3 વર્ષની નિર્દોષ બાળકી સાથે થયેલી અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારી ઘટના સામે આવતા...
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ઓફર ફોર સેલ માટે રોથ્સચાઈલ્ડને સ્વતંત્ર સલાહકાર તરીકે પસંદ કર્યા તેને કારણે વિવાદનો...
વાત આમ તો 30 વર્ષ પુરાણી છે, જેના મજબૂત આધારો અને પ્રમાણો હાલમાં જ પ્રાપ્ત થયા છે. 30 વર્ષો પહેલાં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’...
પૂર્વ પેસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક અમેરિકી સૈન્ય દ્વારા એક નૌકા પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી સામે...
ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં સંપૂર્ણ અને કેટલાંકમાં આંશિક દારૂબંધી છે પણ એ સફળ રહી નથી. એનાથી ભ્રષ્ટાચાર વધ્યો જ છે અને બીજી...
પોતાના ટેરિફના નિર્ણયથી આખા વિશ્વમાં ભારે વમળો ઉભા કરનારા ડોનાલ્ડ ટ્રમ્પને આખરે તેના જ દેશની સુપ્રીમ કોર્ટે મોટી લપડાક મારી છે. શુક્રવારે...
અમેરિકાની સર્વોચ્ચ અદાલત Supreme Court of the United States એ પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા લાગુ કરાયેલા વ્યાપક ટેરિફને રદ કરતા મહત્વપૂર્ણ...
મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. Israel દ્વારા લેબનનમાં કરવામાં આવેલા તાજા હવાઈ અને ડ્રોન હુમલાઓમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત...
વાઘોડિયાના ધારાસભ્યની ખુલ્લી ચીમકી; કહ્યું- જો કોઈ પેનલ તોડીને જીતશે તો તેને પણ ઘર ભેગો કરી દઈશ, કંઈ પણ થાય મને ફોન કરજો
વડોદરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે પ્રચાર મેદાનમાં હવે ભાષાની મર્યાદા ઓળંગાઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. વાઘોડિયા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એક જાહેર ચૂંટણી સભામાં ખુલ્લેઆમ ધમકીભર્યું નિવેદન આપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ચૂંટણી સભાને સંબોધતા ધારાસભ્યએ આક્રમક તેવરમાં મતદારો અને કાર્યકરોને જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ કમળ (ભાજપ) સિવાય અન્ય કોઈને મત આપવાની વાત કરે અથવા ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે આવે, તો તુરંત તેમને ફોન કરીને જાણ કરવી. તેમણે મંચ પરથી લુખ્ખી ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, ભાજપ સિવાયની કોઈ પણ વાત કરનારને તેઓ ‘સીધો કરી નાખશે’. આ નિવેદનને પગલે ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યો સામે સવાલો ઉભા થયા છે.
વધુમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પક્ષની શિસ્ત અને પેનલનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર પેનલ તોડીને અથવા અપક્ષ રીતે જીતવાનો પ્રયાસ કરશે કે જીતી જશે, તો પણ તેને પક્ષમાં ટકવા દેવામાં નહીં આવે અને તેને ‘ઘર ભેગો’ કરી દેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં માત્ર ‘કમળ, કમળ અને કમળ’ જ ચાલવું જોઈએ. જો કોઈ ઉમેદવાર મતદારોને એમ કહે કે એક મત મને આપજો અને બાકીના તમારી મરજી મુજબ આપજો, તો તેવા જીતેલા ઉમેદવારને પણ સત્તા પરથી હટાવી દેવાની ચીમકી તેમણે આપી હતી.
ધારાસભ્યના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષો દ્વારા આને સત્તાનો અહંકાર અને મતદારોને ડરાવવાનો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે. ચૂંટણી ટાણે જ ધારાસભ્ય દ્વારા અપાયેલી આ ખુલ્લી ધમકીને પગલે ચૂંટણી પંચ કોઈ પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.