Entertainment

કેટરીનાનું ખરૂં ‘કૌશલ’ હવે બહાર આવ્યું

કોઈ માને ન માને પણ વિકી કૌશલને પરણ્યા પછી કેટરીના કૈફ વધારે સોશ્યલ બની છે અને પ્રેક્ષકો પણ તેને મેચ્યોર એકટ્રેસ તરીકે જોવા માંડયા છે. સલમાન સાથેના સંબંધ દરમ્યાન તેની ઈમેજ ડાઉન જઈ રહી હતી અને લોકોને લાગતું હતું કે ફિલ્મો મેળવવા માટે જ તે સલમાન સાથે સંબંધ રાખે છે. વિકી કૌશલ સાથેનાં લગ્નજીવન પછી તેનામાં રહેલી સ્ત્રીતત્વ વધારે બહાર આવ્યું છે. તે તેની કારકિર્દીમાં પણ વધારે સારી રીતે આગળ વધશે. એવું લાગે છે સલમાન સાથે હતો ત્યારે તેની ફિલ્મોની પસંદગીમાં સલમાનનો મત મહત્વનો બનતો હતો.

વિકી કૌશલ ઉદાર વિચાર ધરાવતો પતિ હોવાનું લાગે છે. તમે કહી શકો કે રણવીરસીંઘ જેમ દિપીકાને પોતાની રીતે કામ કરવા દે છે તેમ વિકી પણ કરે છે. નિર્માતાઓ પણ આ જોઈ રહ્યા છે અને એટલે જ તેને નવી ફિલ્મ માટે વિચારે છે. ફરહાન અખ્તર જેવાએ તેને ‘જી લે ઝરા’માં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ વચ્ચે રાખી છે અને ત્રણે એકદમ ટોપ સ્ટાર છે. કેટરીના કૈફની અભિનેત્રી તરીકેની કારકિર્દીમાં હવે પરિવર્તન આવે એ શક્ય છે. ટાઈગર-3 પછી તે સલમાન સાથે નવી ફિલ્મ નહીં જ કરશે. અત્યારે પણ ‘ફોન ભૂત’માં તેની સાથે અભિનય રાજ સીંઘ, જેકીશ્રોફ છે તો ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપથી ને સંજય કપૂર છે. ઉંમરના 38માં વર્ષે પણ તેને કેન્દ્રમાં રાખી ફિલ્મો બની રહી છે.

વચ્ચે તો તે જાણે આઈટમ ગર્લ જેવી જ બની ગઈ હતી અને સલમાન સહિતના સ્ટાર્સ તેને બ્યુટી માટે જ લેતા હતા. કેટરીના હંમેશા મહેનત કરવા માટે તૈયાર રહે છે તે ટોપ સ્ટારની હીરોઈન બની રહેવા માંગતી નહોતી એટલે જ ‘ફોન ભૂત’માં સિધ્ધાત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે કામ કરે છે. તે ઈગો ધરાવતી નથી એટલે જ પ્રિયંકા, આલિયા સાથે દેખાવાની છે. ભૂતકાળમાં તે જાણીતી હીરોઈન સાથે એક જ ફિલ્મમાં આવી જ છે. હોંગકોંગમાં અડધી કાશ્મીરી ને અડધી બ્રિટીશર છે ને હવે તે પંજાબી સંસ્કારવાળા વિકી કૌશલ સાથે વધારે ભારતીય બનશે.

તેણે બહુ સભાનતા પૂર્વક અત્યારે નક્કી કર્યુ છે કે વિકી કૌશલ સાથે કામ નથી કરવું. આ કારણેજ તે વરુણ ધવન સાથે રેમો ડિસોઝાની ફિલ્મમાં અને રોન કોહેન દિગ્દર્શીત ‘જ્વેલ ઓફ ઈન્ડિયા’માં અમિતાભ બચ્ચન સાથે કામ કરે છે. સલમાનખાન અને કરણ જૌહર કેટરીના અને અક્ષયને લઈને આદિત્ય ઘરના દિગ્દર્શનમાં એક ફિલ્મ બનાવવાના હતા તે હવે આગળ ન પણ વધશે. કેટરીના હવે તેની નવી ઈમેજ બનાવવા આતુર છે. કેટરીના હવે જેવી હતી તેવી રહેવા માંગતી નથી. વિકી કૌશલના મેરેજ પછી તેનામાં નવો આત્મવિશ્વાસ જાગ્યો છે અને વધારે કમ્ફર્ટ અનુભવી રહી છે. •

Most Popular

To Top