Charchapatra

કહયાગરો કંઠ અને જી-મેડમ…!

હવે નવો યુગ (જમાનો?) સ્ત્રી માટેનો આવી રહયો હોય એવું સ્પષ્ટ લાગી રહયું છે. સ્ત્રી અનેક ક્ષેત્રોમાં પુરૂષ સમોવડી જ નહીં પરંતુ પુરૂષથી બે ડગલા આગળ નીકળી જતી દેખાઇ રહી છે. રમતગમત, શિક્ષણ, સંશોધન, નેતાગીરી-રાજકારણ, ટોચના સ્થાન, અંતરિક્ષ, મેડિકલ વગેરે તેમજ જળ, જમીન, હવાઇ ક્ષેત્રે પણ કબજે (?) કરી લીધું હોય એવું લાગે છે. સ્ત્રી માટે કેટલાક ઉચ્ચારણો થતા સંભળાય છે.

હોમ મિનીસ્ટર, સ્ત્રીર ાજ, પોપાબાઇનું રાજ, બેટસ વુમન, મેડમ સર (કે સર મેડમ?) પુરૂષ વર્ગે અત્યાર સુધી ઘણો ભવ્ય ભૂતકાળ માણી લીધો છે. હવે એલફેલ વાણી, વર્તન, વ્યવહાર કરનારા સાવધાન! ભવિષ્યમાન પુરૂષ માટે નવા નવા સંબોધનો આવી શકે ખરાં. સ્ત્રી સમોવડો, કહયાગરો, સ્ત્રી દાક્ષિણ્યવાળો વગેરે…. ભવિષ્યમાં પુરૂષ ઉત્કર્ષ દિવસની ઉજવણી થાય તો નવાઇ નહીં પામતા સ્ત્રી પીડિત પુરુષો માટે સરકાર નવા કાયદા બનાવશે. (થેન્ક ગોડ!) અને અને પછી તો કહયાગરા કંઠો (હેન પેકડ હસબંધ!) વગેરે કહેતા ફરશે, ‘જી મેડમ, જી મેડમ.. તમે ઉપર ને અમે નીચે!?

સુરત            – રમેશ એમ. મોદી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top