National

ભારત આવતા મુસાફરોએ હવે એર સુવિધા ફોર્મ ભરવાનું રહેશે નહીં, સરકારે રદ કરવાનો આદેશ આપ્યો

ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એર સુવિધા ફોર્મ રદ કર્યા છે. સરકારે કહ્યું છે કે એર સુવિધા પોર્ટલ (Air Suvidha Portal) પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો (International Passengers) દ્વારા ભરવામાં આવનાર સ્વ-ઘોષણા ફોર્મની હવે જરૂર રહેશે નહીં. આ નિર્ણય મધરાતથી અમલમાં આવશે. અગાઉ કોવિડ રસીકરણ (Covid Vaccination) માટે આ ફોર્મ ભરવું જરૂરી હતું.

એર સુવિધા શું છે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારત આવતા તમામ મુસાફરો માટે એર સુવિધા નામનું કોન્ટેક્ટલેસ સોલ્યુશન લોન્ચ કર્યું છે. એર સુવિધા એ ભારતમાં આવતા તમામ મુસાફરો માટે સ્વ-ઘોષણા પોર્ટલ છે.

સ્વ-ઘોષણા ફોર્મ શું છે?
તમામ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર આગમન પર સ્વ-ઘોષણા ફોર્મ ભરવાનું રહેતુ હતું. વેબસાઈટ મુજબ ફોર્મ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ફરજિયાતપણે ભરવું જોઈએ. તે તમામ વિદેશી પ્રવાસીઓ માટે તેમની વર્તમાન આરોગ્ય સ્થિતિ સબમિટ કરવા માટેનું એક ઓનલાઈન પોર્ટલ છે. બોર્ડિંગ કરતા પહેલા તમે ફોર્મ ભરી શકો છો. ભારતમાં મુસાફરી કરતી વખતે અનેક કોવિડ-19 પ્રતિબંધો હતા અને એર સુવિધા ફોર્મ તેમાંથી એક હતું, જે ભારત સરકાર દ્વારા રોગચાળા દરમિયાન લાગુ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top