World

કાટમાળમાંથી બાળકનો રડવાનો અવાજ આવ્યો અને રેસ્ક્યૂ ટીમ દોડી, ઈમોશનલ વીડિયો

અંકારાઃ તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 8000થી વધુના મોત થયા છે. જ્યાં જ્યાં ત્યા ઈમારતોના કાટમાળ અને તેમાં ફસાયેલા લોકો, કેટલાક લોકો જીંદગી બચાવવાનો સંઘર્ષ કરતા કરતા પોતાનો જીવ ગૂમાવ્યો છે. તુર્કી અને સીરિયામાં અનેક લોકોએ પોતાની નજર સામે જ પરિવારને ગૂમાવી દીધા છે. આવી સ્થિતિમાં એક ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે, જેમાં કાટમાળ નીચે દટાયેલી એક ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપ્યા બાદ મોતને ભેટે છે. જ્યારે કાટમાળમાંથી આ બાળકના રડવાનો અવાજ સંભળાયો ત્યારે રેસ્ક્યુ ટીમે તેને બચાવી દોડે છે રેસ્ક્યુ ટીમના આંખોમાં પણ પાણી આવી જાય છે. કારણ કે એ નવજાત શીશુની નાળ હજી સુધી તેની માતા સાથે જોડાયેલી હોય છે.

સોશિયલ મીડિયા નવજાત શિશુને કાટમાળમાંથી બહાર કાઢે છે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તેની માતા સીરિયાના અલેપ્પોમાં ભૂકંપના કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. આ માતાએ જન્મ આપ્યા પછી તેનો બાળકનો પહેલો અવાજ સાંભળ્યો અને પછી તેનું મૃત્યુ પામી હતી. બાળકના રડવાનો અવાજ સાંભળીને રેસ્ક્યુ ટીમે તેને બચાવી લીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બાળકને ગળે લગાવીને ભાગી રહ્યો છે. કદાચ તે શક્ય તેટલી વહેલી તકે તેણીની તબીબી સારવાર કરાવવા માંગે છે. ત્યાં હાજર તમાની આંખો ભરાય આવે છે.

તુર્કીમાં 17 કલાકથી કાટમાળમાં દબાયેલી 7 વર્ષની બાળકીએ તેના નાના ભાઈને બચાવ્યો
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપના વીડિયો અને તસવીરો ભયાનક છે. એક વિશાળ પથ્થરના કાટમાળ નીચે દટાયેલી 7 વર્ષની બાળકીની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તેના નાના ભાઈને હાથમાં પકડીને બેઠી છે. આ છોકરી તેના ભાઈ સાથે 17 કલાક સુધી આ પથ્થર નીચે દટાયેલી રહી હતી. આ દરમિયાન યુવતી મદદની રાહ જોઈ રહી હતી. તેણે હિંમત હારી નહિ અને પોતોના નાના ભાઈની પણ હિંમત તૂટવા ન દીધી હતી. રેસ્ક્યુ ટીમે આ બંને બાળકોને લીધા છે.

ભૂકંપમાં કોંક્રીટ નીચે કચડાઈ ગયા બાદ તેની પુત્રીનો નિર્જીવ હાથ પકડતા પિતા.

સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે ઘણી તબાહી મચી ગઈ છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ભૂકંપના કારણે 4300 થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય હજારો લોકો લાપતા છે અને હજારો ઘાયલ પણ છે. અહીં દરેક જગ્યાએ કાટમાળ દેખાઈ રહ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ મોહમ્મદ સાફાએ આ માસૂમ બાળકી અને તેના ભાઈની આ તસવીર ટ્વિટર પર શેર કરી છે. કાટમાળમાં મોટા પથ્થર નીચે 17 કલાક સુધી દટાયા બાદ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તસવીરમાં આ છોકરી તેના નાના ભાઈના માથા પર હાથ રાખતી જોવા મળે છે. બંને બાળકો ખુલ્લી આંખે મદદ માટે બહાર જોતા જોવા મળે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તુર્કીમાં સોમવારથી અત્યાર સુધીમાં 4 ભૂકંપ આવ્યા છે. 24 કલાકમાં આવેલા ભૂકંપની તીવ્રતા અનુક્રમે 7.8, 7.6, 6.0 અને 5.6 નોંધવામાં આવી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો એક દાવો પણ સામે આવ્યો છે. WHOએ કહ્યું છે કે ભૂકંપના કારણે મૃત્યુઆંક 8 ગણો વધી શકે છે.

Most Popular

To Top