રાજપીપળા: તિલકવાડાના (tilakawada) સાવલી (Savli) ગામે એક બોગસ (Bogus) તબીબ (doctor) દવાખાનું ચલાવે છે. એવી બાતમીને આધારે નર્મદા જિલ્લા એલ.સી.બી (LCB) પીઆઈ (PI) એ.એમ.પટેલ અને એમના સ્ટાફે વોરિયા પી.એચ.સી થી મેડીકલ ઓફીસર ડો. હેનીલ મયુરભાઇ ઉપાધ્યાયને સાથે રાખી સાવલી ગામમાં જઈ મકાન ઉપર રેડ કરતા સુભાષચંદ્ર સનાતન મલ્લીક દવાખાનું (Hospital) ચલાવતો હોવાનું જણાઇ આવતા પોલીસ ટીમે એને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઈ સર્ટી નહી હોવાનું એણે જણાવ્યું હતું.
- બાતમીના આધારે પોલીસે રેડ કરી
- મેડીકલ ડિગ્રી સર્ટી ન હોવાથી ભાંડો ફૂ્ટ્યો
- તિલકવાડાના સાવલી ગામ અને સાગબારાના સીમઆમલી ગામમાંથી બે બોગસ તબીબ ઝડપાયા
દરમિયાન પોલીસે પૂછ્યું તમે કેટલું ભણ્યા છો તો એ બોગસ તબીબે કહ્યુ સાહેબ 12 ધોરણ. બીજી બાજુ નર્મદા એલ.સી.બી.એ સાગબારાના સીમઆમલી ગામમાંથી બોગસ તબીબ સંતોષ દશરથ ઢાણકાને પણ ઝડપી પાડયો હતો.જેથી નર્મદા એલ.સી.બી ટીમે એ તિલકવાડાના બોગસ તબીબ પાસેથી એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ નીડલો, એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ કિ. રૂ.52,430ના મુદ્દામાલ અને સાગબારના બોગસ તબીબ પાસેથી 5,099 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી બન્નેવ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સાગબારાના સિમઆમલી ગામેથી બોગસ તબીબ ઝડપાયો
સાગબારા : સાગબારાના (sagabaara) સિમઆમલી ગામેમાંથી બોગસ તબીબને નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે પીએચસી દેવમોગરાના મેડીકલ ઓફિસર ડો. હેમંત પૃથ્વીરાજ વસાવાને સાથે રાખી ડિગ્રી વગર ઘરમાં દવાખાનું ચલાવી ગરીબ આદિવાસીઓના જીવન સાથે ચેળા કરી રહેલા સંતોષ દશરથ ઢાણકાને ત્યાં દરોડો પાડ્યો હતો. જ્યાં તે મેડીકલ ડિગ્રી કે સર્ટી વિના એલોપેથીક ટેબલેટો તથા દર્દીને ચઢાવવાની બોટલો, નિડલો સહિતની સામગ્રીઓ સાથે કુલ્લે રૂ. 5 હજારના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે નકલી ડોકટર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.