National

આ બાબતે ભારત અમેરિકાથી આગળ નીકળી ગયું

કોવિડ-19 ( covid 19) ની રસીનો ( vaccine) ઓછામાં ઓછો એક ડોઝ લઇ લીધો હોય તેવા લોકોની સંખ્યાની બાબતમાં ભારત અમેરિકા (america) કરતા આગળ નીકળી ગયું છે એમ સરકારે આજે જણાવતા કહ્યું હતું કે રસીકરણ ( vaccination) અભિયાન આગામી દિવસોમાં વધુ સઘન બનાવવામાં આવશે.

એક પત્રકાર પરિષદને સંબોધન કરતા નીતિ આયોગના સભ્ય(આરોગ્ય) વી.કે. પૌલે જણાવ્યું હતું કે ભારતમાં ૬૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા લોકોના ૪૩ ટકા અને ૪૫ વર્ષ કરતા વધુ વયના લોકોમાંથી ૩૭ ટકાને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. અવરવર્લ્ડઇન ડેટાના ગુરુવારના અપડેટને ટાંકતા પૌલે જણાવ્યું હતું કે ભારતમાં ૧૭.૨ કરોડ ડોઝ અપાયા છે જ્યારે અમેરિકામાં ૧૬.૯ કરોડ ડોઝ અપાયા છે. જેમણે ઓછામાં ઓછો એક ડોઝ લઇ લીધો હોય તેવા લોકોની સંખ્યાની બાબતમાં ભારત અમેરિકા કરતા આગળ નીકળી ગયું છે. એ બાબત આશ્વાસન આપનારી છે કે આપણે રસીકરણ અભિયાનની બાબતમાં સ્થિતિ સુધારી રહ્યા છીએ અને આગામી દિવસમાં આ અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે. એમ પૌલે જણાવ્યું હતું. હું તમામ સિનિયર સિટિઝનોને અપીલ કરવા માગુ છું કે તેઓ રસી મૂકાવે. ચાલો આપણે આશા રાખીએ કે આગામી કેટલાક સપ્તાહમાં આ દર પ૦ ટકા થઇ જાય એમ તેમણે કહ્યું હતું.

પૌલે કહ્યું હતું કે વૈશ્વિક આંકડાના સંદર્ભમાં બીજો વેવ ઘટી રહ્યો છે અને એ જણાવવું યોગ્ય હશે કે ભારતમાં કોવિડના કેસો દર દસ લાખની વસ્તીએ ૨૦૫૧૯ છે જ્યારે વૈશ્વિક સરેરાહ હજી આ બાબતમાં ઊંચી ૨૨૧૮૧ની છે. દર દસ લાખે ભારતમાં મૃત્યુદર ૨૪૫નો છે જ્યારે વૈશ્વિક સરેરાશ આ બાબતમાં ૪૭૭ની છે એમ તેમણે જણાવ્યું હતું. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે કોરોનાવાયરસ સામેની લડાઇ મુશ્કેલ છે અને આપણે જવાબદાર બનવાનું છે.

રસીકરણમાં સમય લાગશે અને સાવચેત ન રહ્યા તો ફરી એ સ્થિતિ આવી શકે: સરકાર
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ અનુરૂપ વર્તણૂક કે રસીકરણની ગતિ ધીમી પડે, કન્ટેનમેન્ટનાં પગલાં ઢીલાં પડે તો ફરી એ સ્થિતિ આવી શકે અને મુશ્કેલી ઊભી થઈ શકે. જો આપણે અચાનક એવું જ વર્તન કરવા માંડીએ જેવું જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કરતા હતા તો ચોક્કસ જ ફરી પિક આવશે. હાઇ વેક્સિન કવરેજમાં સમય લાગશે. અને આ ગાળગાળામાં સઘન શિસ્ત જરૂરી છે. મેમાં પિક આવ્યા બાદ કોરોનાના કેસો 68% ઘટ્યા છે.

Most Popular

To Top