Columns

વટ સાવિત્રી વ્રતનું મહત્ત્વ

જેઠ માસમાં વ્રતોમાં વટ પૂનમને ઉત્તમ અને પ્રભાવી વ્રતોમાંથી એક માનવામાં આવે છે. આ વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.

વ્રતનું મહત્ત્વ
શાસ્ત્રો મુજબ, વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. બીજી કથા અનુસાર માર્કંડેય ઋષિને ભગવાન શિવના વરદાનથી વટ વૃક્ષના પાનમાં પગનો અંગૂઠો ચૂસતા બાલ મુકુંદના દર્શન થયા હતા, ત્યારથી વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. વટ વૃક્ષની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ, ધનલક્ષ્મીનો પણ વાસ થાય છે. સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યાં હતા.  સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી, તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો. મહારાજ અશ્વપતિ સો પુત્રોના પિતા થયા તથા સાવિત્રી સો ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી સો પુત્રોની માતા બની. આમ, ચારેબાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગુંજ થવાં માંડી

વટ સાવિત્રી વ્રત પૂજા વિધિ

  • # આ દિવસે પ્રાતઃકાળ ઘરની સફાઈ કરીને નિત્ય કર્મની નિવૃત્ત થઇને સ્નાન કરો. ત્યારબાદ પવિત્ર જળનો આખા ઘરમાં છંટકાવ કરો.
  • # વાંસની ટોપલીમાં સપ્ત ધાન્ય ભરીને બ્રહ્માની મૂર્તિની સ્થાપના કરો.
  • # બ્રહ્માના વામ પાર્શ્વમાં સાવિત્રીની મૂર્તિ સ્થાપિત કરો.
  • # આ રીતે બીજી ટોપલીમાં સત્યવાન અને સાવિત્રીની મૂર્તિઓની સ્થાપના કરો. આ ટોપલીઓને વડના ઝાડ નીચે લઈ જાઓ અને રાખો.
  • # આ પછી બ્રહ્મા અને સાવિત્રીની પૂજા કરો.
  • # હવે સાવિત્રી અને સત્યવાનની પૂજા કરતી વખતે વડના મૂળમાં જળ ચઢાવો.
  • # પૂજામાં પાણી, કલાવા, કાચો કપાસ, પલાળેલા ચણા, ફૂલ અને ધૂપનો ઉપયોગ કરો.
  • # વડના ઝાડને પાણી ચઢાવ્યા પછી તેના થડની આસપાસ કાચો દોરો લપેટી અને તેની ત્રણ વાર પરિક્રમા કરો.
  • # વડના પાનના ઘરેણાં પહેરી વટ સાવિત્રીની કથા સાંભળો.
  • # પૂજા સમાપ્ત થયા બાદ બ્રાહ્મણોને વસ્ત્ર અને ફળ વગેરે વાંસના વાસણમાં રાખીને દાન કરો. વટ સાવિત્રી વ્રતની પૂજન સામગ્રીમાં સાવિત્રી-સત્યવાનની મૂર્તિઓ, ધૂપ, ઘી, વાંસનો પંખો, લાલ કલાવા, સુહાગનો સામાન, કાચું સૂતર, ચણા (પલાળેલા), વડનું ફળ, પાણીથી ભરેલો કળશ વગેરે સામેલ કરવા જોઈએ. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. શાસ્ત્રો મુજબ, વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.

Most Popular

To Top