Business

મલ્ટીટાસ્કિંગ શીખવું હોય તો એક જ નામ કાફી – હિતેન વસંત

જયારે પણ આપણે કોઈને કામ માટે ફોન કરીએ ત્યારે સામાન્ય રીતે એવું બને કે સામેવાળી વ્યક્તિ થોડો ટાઈમ માંગે અને ફરીથી પાછું આપણે ફોલો અપ તો કરવું જ પડે. પણ હિતેનભાઈની વાત આવે ત્યારે કામની વાત કરો ત્યાં સુધીમાં તો તમારું કામ જેના જોડેથી થવાનું હોય તેને ફોન લગાડી દે અને તમારો ફોન ચાલુ હોય ત્યાં સુધીમાં કામનો નીવેડો આવી જાય. હિતેન વસંતનું બીજું નામ એટલે સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ. હિતેન વસંત એક પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિક છે. જેમનું બહુમુખી પ્રતિમા ધરાવતું વ્યક્તિત્વ છે. જેમણે મને હંમેશા એક ભાઈની જેમ ગણ્યો છે એવા હિતેનભાઈ એક અગ્રણી બિઝનેસ લીડર છે અને પશ્ચિમ ભારતમાં પરિવહન ઉદ્યોગને વ્યાવસાયિક બનાવવા સિંહ ફાળો આપ્યો છે. તેઓ વસંત ગ્રૂપના લોજિસ્ટિક્સ આર્મને ચલાવવાનું સુકાન પણ સંભાળી રહ્યા છે, અને આ ક્ષેત્રના મુખ્ય ખેલાડી તરીકે બ્રાન્ડને મજબૂત રીતે સ્થાપિત કરી છે.

તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ, વસંત ગ્રૂપે IT સેવાઓ, ડેટા મેનેજમેન્ટ અને વેર હાઉસિંગ જેવા નવા યુગના વ્યવસાયોમાં વૈવિધ્યીકરણ કર્યું છે. તેમણે કૃષિમાં સાહસ કરીને, કૃષિ પેદાશો માટે એક મજબૂત અને કાર્યક્ષમ ‘ફાર્મ ટુ કન્ઝ્યુમર’ સપ્લાય ચેઇનની સ્થાપના કરીને પણ પોતાની જાતને અલગ પાડી છે. વર્ષોથી, તેમણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) અને ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) જેવા મહત્વના ઉદ્યોગ સંગઠનોમાં પણ નેતૃત્વની જગ્યાઓ સંભાળી છે. સદાય હસમુખા અને એનર્જીથી ભરેલા હિતેનભાઈ સામાજિક સાહસિકતા અને શિક્ષણ ક્ષેત્રે અગ્રણી સંવેદના ટ્રસ્ટના બોર્ડમાં છે. સંવેદના સંસ્થા સામાજિક અને આર્થિક રીતે વંચિત બાળકો માટે શિક્ષણ અને આરોગ્ય સંભાળ પ્રદાન કરે છે.

હિતેનભાઈ રોજના 14 કલાકથી વધારે કામ કરે છે, વિપરીત પરિસ્થિતિમાંથી માનસિક રીતે અડગ રહી કેવી રીતે માર્ગ કાઢવો તે હિતેનભાઈ જોડેથી શીખવા જેવું છે. સરળ હૃદયના માનવી હિતેનભાઈ કોઈનું પણ કામ કરવા માટે હંમેશા તત્પર છે. ગુજરાતમાં કદાચ તેમના જેવું નેટવર્કિંગ બહુ ઓછા લોકોનું હશે. એક સાથે બે ત્રણ કામ કરવાની કળા બહુ ઓછા વ્યક્તિઓ જોડે હશે. હિતેનભાઈ જનસંબંધના માનવી છે. લોકોને એક સાંકળે જકડી રાખવાની તેમની આવડત અલૌકિક છે. આજના જમાનામાં જયારે કોઈ  વ્યક્તિ કામ વગર ફોન કરે નહિ ત્યારે હિતેનભાઈને જો તમારાથી ફોન ન થયો હોય તો બે મહિનામાં ખબર અંતર પૂછવા તેમનો ફોન આવી જ જાય. 

હિતેનભાઈનું મજબૂત પાસું મલ્ટીટાસ્કિંગ છે. આજના યુગમાં જો તમારે જમાના સાથે તાલ મિલાવવો હોય તો તમારું કામ ઘણું સ્પીડમાં રાખવું પડે, જયારે તમે લીડરશીપ પોઝિશનમાં હોવ ત્યારે તમારે ડિસિઝન પણ ફાસ્ટ લેવા પડે. હિતેનભાઈના માનવા પ્રમાણે જીવનમાં કોઈ નિર્ણય સાચો કે ખોટો નથી હોતો. તમે જ એક વ્યક્તિ છો જે તમારા નિણર્યને સાચો કે ખોટો કરી શકશો. હિતેનભાઈના પ્રમાણે ડિસિઝન લેતા વાર કરવી નહિ અને એક વખત ડિસિઝન લીધા પછી તેને યોગ્ય બનાવવા માટે તનતોડ મહેનત કરવી.આજના મોટા ભાગના પ્રમોટર્સ નિર્ણંય લેતા બહુ વિચાર કરતા હોય છે ત્યારે યંગસ્ટર્સ અને ઉદ્યોગ સાહસિકો નીચેની બાબતો હિતેનભાઈ જોડેથી શીખી શકે.

Most Popular

To Top