SURAT

ઉધનામાં પરિણીત બહેનના પ્રેમીએ ઉશ્કેરાટમાં નાની બહેનને ગોળી મારી

સુરત: સુરતમાં (Surat) દરરોજ કોઇને કોઇ ક્રાઇમની (Crime) ઘટના બનતી હોય છે. જેથી હવે સુરતને તો ક્રાઇમ કેપિટલનુ પણ બિરુદ મળી ગયુ છે. હાલ સુરતના ઉધના (Udhana) વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સાંજે યુવતી ઉપર તેની બહેનના જુના મિત્રએ ફાયરિંગ (fFiring) કર્યાની જાણ થતા પોલીસનો (Police) કાફલો દોડતો થયો હતો. ઘાયલ યુવતીને નવી સિવિલમાં ખસેડાઈ હતી. તેમજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

  • ઉધનામાં પરિણીતાના મિત્રએ ફાયરિંગ કરતાં યુવતીને થાપાના ભાગે ગોળી વાગી
  • નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો

મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત યુવતીની ઓળખ પાયલ પ્રદીપ રાઠોડ તરીકે થઇ છે. જે કડોદરાની ગ્રીન લેન્ડ-આરાધના સોસાયટીમાં રહેતી ગૃહિણી છે. તેની મોટી બહેન અંજલિના લગ્ન થઈ ગયા છતા પણ તે અફરોજ નામના વ્યક્તિ સાથે મિત્રતા રાખતી હતી. જો કે આ અંગે પાયલને જોણ થતા તેને આ વાત ન ગમી. પાયલે અંજલિને મિત્રતા તોડી નાંખવા કહ્યું હતું. પરંતુ અંજલિ તેની વાત માનવા તૈયાર ન હતી. તેણીએ અફરોઝ સાથે દોસ્તી તોડવાની વાતનો ઇનકાર કર્યો હતો. જે બાદ આ જ કારણે બંને બહેનો વચ્ચે ઝઘડો થયો હતો. જેથી બંને વચ્ચે મનમુટાવ ચાલી રહ્યો હતો.

આ ઘટના એવી હતી કે ઝઘડો થયા બાદ શનિવારે પાયલ અંજલિના ઘરે તેને ફરી સમજાવવા ગઈ હતી. ત્યારે અંજલિનો મિત્ર અફરોજ પણ ત્યા હાજર હતો. એફરોઝને જોઇ પાયલે ગુસ્સામાં અંજલિને કહ્યું હતં કે તું હજુ પણ અફરોજ સાથે શા માટે વાત કરે છે. પાયલની વાત સાંભળતા ઉશ્કેરાયેલ અફરોઝે પાયલ પર ફાયરિંગ કર્યું હતું. તેમજ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પછી ફાયરીગનો અવાજ સાંભળતા સ્થાનિક વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. તરત જ પાયલને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ઉધના પોલીસ દોડતી થઇ હતી. ઉપરી અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચે અફરોજને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top