Gujarat Main

ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે કરવી જોઇએ? સરકારે હાઇકોર્ટમાં આપ્યો આ જવાબ

સામાન્ય રીતે કોઈ પણ તહેવારની ઉજવણીમાં ગરીબોને રોજગારી મળતી હોય છે, ત્યારે ભારતમાં ખાસ કરીને કોવિડ ક્લસ્ટર રાજ્યોમાં દિવાળીની ઉજવણી નિષેધ હતી, જેથી લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી, જેના કારણે હાલ ગુજરાત હાઇકોર્ટે (GUJARAT HIGH COURT) ઉત્તરાયણની ઉજવણી કરવી કે નહીં તે હેતુ વાટાઘાટોનો એક દોર રાખ્યો હતો. જેમાં વકીલો દ્વારા ગરીબોનો પણ એક પક્ષ રાખવામાં આવ્યો હતો.

જનરલ એડવોકેટ દ્વારા ગરીબોના પક્ષમાં દલીલો કરવામાં આવી હતી કે પહેલાથી જ દિવાળીમાં ઉજવણી નદારત રાખતા ગરીબો દાજ્યા છે, અને લાખો લોકો રોજગારી (EMPLOYMENT)થી વંચિત રહેતા તેમને પોતાનું જીવન ગુજરાન કરવામાં અગણિત મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, ત્યારે હાલ ઉત્તરાયણમાં આ મુદ્દે ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે એક સર્વે મુજબ એક જ વર્ષમાં નોંધનીય 640 કરોડ રૂપિયાના પતંગો વેચાય છે. જે વેચવાથી મળતી રોજગારી લોકો માટે જીવન નિર્વાહ બની પડે છે.

હાઇકોર્ટ એડવોકેટ જનરલ મુજબ પહેલા જ દિવાળીમાં આ ગરીબો દાજ્યા છે ત્યારે તેમના દાજ્યા પર દામ નહીં કરતા પતંગનું વેચાણ યથાવત રાખવામાં આવે , અને જો આ તહેવારની ઉજવણી (CELEBRATION) વખતે કોઈ પણ ચૂક ન થાય તેની જવાબદારી ઉપાડતા અમે લોકો યોગ્ય કાર્યવાહી કરીશું.. તેમને જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં વેચાતા પતંગ બજારોમાં ચુસ્ત પોલીસ બઁધોબસ્ત ગોઠવાશે.

ગુજરાત હાઇકોર્ટના નિવેદન મુજબ આ ઉત્તરાયણમાં ખાસ ધાબા પર ભીડ ના થાય તેની પૂર્વ તૈયારી રૂપે લાઉડ સ્પીકરના ઉપયોગ પર ખાસ પ્રતિબંધ મુકાયો છે. ધાબા પર માત્ર ઘરના અને પરિવારના સભ્યો જ જાય તે માટે સોસાયટી પ્રમુખને પણ તાકીદ કરાશે. જેમાં ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી વધુ વયના 11 થી 14 જાન્યુઆરી દરમિયાન નાઈટ કર્ફ્યુ (NIGHT CURFEW)ની ચુસ્ત અમલવારી જરૂરી થઇ પડશે.

ચાઈનીઝ (CHINESE) દોરા અને તુક્કલ પર દર વર્ષની જેમ પ્રતિબન્ધ રહેશે. અને આના વેચાણ ઉપર પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે કોઈ પણ ધર્મના વિરોધમાં નથી પણ સંક્ર્મણ ન ફેલાય તે જ અમારી પ્રાથમિકતા છે અને તેના માટે પૂરતી તકેદારી રાખવી ખુબ જ જરૂરી છે, જેથી સરકારે કોઈ પણ બહારની વ્યક્તિને ધાબા પર પ્રવેશ પર પ્રતિબન્ધ લાદવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top