Vadodara

ગોલ્ડન ચોકડીથી સોના ચાંદીના દાગી અને રોકડા રૂ.11.71 લાખ સાથે પંચમહાલનો સોની ઝડપાયો

વડોદરા: શહેરની ગોલ્ડન ચોકડી પાસેથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસે સોનું ચાંદી અને રોકડ રકમ મળી 17.74 લાખના મુદ્દામાલ સાથે પંચમહાલના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મુદ્દામાલ કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 31 ડિસેમ્બરને લઇને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કડક કરવાની સૂચના આપવામાં આવી છે. જેના લઇને સ્ટાફના માણસો 29 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 5.50 કલાકે ગોલ્ડન ચોકડી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન પો.કો. જગમાલભાઇ જીવાજીને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ શખ્સ જણાઇ આવ્યો હતો.

જેથી હરણી પીએસઆઇ એન કે ચારણ સહિતની ટીમે તેની પાસે પહોંચીને પૂછપરછ કરતા તેનું નામ હર્ષદકુમાર  કાંતિલાલ પંચાલ (ઉં.વચ. 52,નિશાળ ફળ્યું રણજીતનગર ગામ તા. ઘોઘંબા જિ. પંચમહાલ) હોવાનું જણાવ્યું હતું. તેઓ સોની કામ કરે છે. પોલીસે તેની પાસેના થેલામાં ચેકિંગ કરતા તેની જુદા જુદા દરની ચલણી નોટો રૂ.11.71 લાખ, સોનુ 119 ગ્રામ 600 મિલી રૂ. 5.48 લાખ તથા ચાંદીના ત્રણ સળિયા વજન એક કિલો 75 ગ્રામ રૂ. 45 હજાર મળી કુલ 17.74 લાખનો મુદ્દામાલ કબજે લઇને હર્ષદ પંચાલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાગીના રિપેર કરાવવા વડોદરા લાવ્યો હોવાનું રટણ
પોલીસે હર્ષદ પંચાલની પૂછતાછ કરતા તેણે સોના ચાંદીના દાગીનાનું રિપેરિંગ કરવા માટે લાવ્યો હતો. જેથી ઇન્કમ ટેક્સ અને જીએસટી બચવા માટે આ કાંડ કર્યું હોય તેવું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા  આ સંદર્ભે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પકડાયેલા દાગીના
1 આઇફોન -7 મોબાઇલ 10 હજાર
ચલણી નોટો રૂ.11.71 લાખ
સેટ-1 બુટી સાથે વજન 26.070 રૂ. 1.20 લાખ
ચોકર સેટ-1 બુટી સાથે વજન 24.660 ગ્રામ રૂ.1.10 લાખ
સેટ એક બુટી સાથે વજન 18.070 ગ્રામ રૂ. 83 હજાર
સેટ એક બુટી સાથે વજન 26.900 ગ્રામ રૂ. 1.25 લાખ
હાથનું કડુ નંગ-1,જૂના પાલીસ વગર વજન 10.800 ગ્રામ રૂ. 50 હજાર
એક ચેન ચોકડાથી છુટા પડેલ 13.100 ગ્રામ રૂ. 60 હજાર
ચાંદીનો સળિયો વજન 527 ગ્રામ રૂ.20 હજાર
ચાંદીનો સળિયો વજન 414 ગ્રામ રૂ.18 હજાર
ચાંદીનો સળિયો વજન 134 ગ્રામ રૂ.7 હજાર

Most Popular

To Top