National

ફેસબુક પર થયેલી મિત્રતા, મળવાના બહાને 28 લોકોએ ગેંગરેપ કર્યો

ફેસબુક ( facebook) પર મિત્રતા કરીને દિલ્હીની એક મહિલા સાથે 28 મિત્રોએ સાથે મળીને ગેંગરેપ ( gangrape) કર્યો હતો. આ ઘટના 3 મેના રોજ બની હતી. આ મહિલાની ફેસબુક પર હસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગઢના રહેવાસી સાગર સાથે મિત્રતા થઈ હતી. સાગર એ યુવતીને પોતાના પરિવાર સાથે પરિચય આપવાના બહાને તેના ગામ બોલાવી હતી . યુવતી ત્યાં પહોંચી ત્યારે સાગર સહિત 22 લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે તેના છ મિત્રોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ત્રણ નામદાર સહિત 28 સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદમાં પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તે 3 મેના રોજ સાગરના કહેવા પર તે હોટલ પહોંચી હતી. તપાસનીશ અધિકારી એએસઆઈ રચનાએ જણાવ્યું હતું કે, હોટલ પહોંચ્યા પછી સાગર તેને રામગઢ લઈ જવાને બદલે ગામની નજીકના જંગલમાં એક ટ્યુબવેલ પર લઈ ગયો, જ્યાં તેનો ભાઈ સમુદર અને 20 યુવકો પહોંચ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર સાગર, તેના ભાઈ સહિત તમામ 22 લોકોએ ત્યાં આખીરાત તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સવારે સાગર તેને ગામ નજીક તેના મિત્ર આકાશ કબાડીના ઘરે લઈ ગયો હતો . ત્યાં કબાડી સહિત તેના છ સાથીઓએ તેની સાથે ફરી બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી સાગર તેના અન્ય ત્રણ સાથીઓ સાથે કારમાં ભાગી ગયો હતો અને તેને બદપરપુર બોર્ડર પર ફેંકી દિધી હતી

ત્રસ્ત યુવતી કોઈક રીતે તેના ઘરે પહોંચી હતી અને તે દિવસથી તે બેભાન હતી. બુધવારે તે સબંધીઓ સાથે હસનપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે યુવતીની તબીબી તપાસ કર્યા બાદ સાગર, સમુદ્ર અને આકાશ કબાડી સહિત 28 લોકો વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપીની શોધ ચાલુ છે
પીડિતાના નિવેદન પર સાગર અને તેના બધા સાથીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓને પકડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કેસમાં જે દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. -દિપક ગેહલાવાત, જિલ્લા પોલીસ અધિક્ષક

Most Popular

To Top