આણંદ : આણંદ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે આણંદ ઝાયડસ હોસ્પિયટલ પાસે આવેલ ખેતીવાડી કવાટર્સના ચાર મકાનોને કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયા હતા. આ વિસ્તારમાં ફક્ત આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવા આદેશ અપાયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા વખતોવખત ચેકીંગ કરવામાં આવશે.
આણંદમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઇ તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે આણંદના જિલ્લા મેજીસ્ટ્રેટ મનોજ દક્ષિણીએ તેમને મળેલ સત્તાની રૂઇએ ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ, ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટ ર મેનેજમેન્ટો એકટ-૨૦૦૫ની કલમ-૩૦ થી ૩૪ હેઠળ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આણંદ ઝાયડસ હોસ્પિટલ પાસે આવેલ ખેતીવાડી કવાટર્સના મકાન નં. ૯, ૧૦, ૧૧ અને ૧૨ એમ ચાર મકાનોના વિસ્તારને તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે 3જી ડિસેમ્બર સુધી કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર કર્યો છે.
આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે તેમજ સરકારની વખતોવખતની તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. જયારે સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વીયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.