Vadodara

તાંબેકરવાડાના રિસ્ટોરેશન માટે આર્કિયોલોજી વિભાગ કામગીરી કરશે

વડોદરા : વડોદરાની ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારત તાંબેકરના વાડાનો રૂપિયા 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવશે. શહેરના રાવપુરા માં આવેલ ઐતિહાસિક તાંબેકર ના વાડાનો પાલિકા હસ્તક ભાગનું પુનઃનિર્માણ કરવામાં આવશે. તાંબેકરના વાડાનો આગળનો ભાગ પુરાતત્વ વિભાગના હસ્તક છે.જ્યારે પાછળનો ભાગ વડોદરા મહાનગર પાલિકાના હસ્તક છે  પરંતુ વર્ષોથી તેની દરકાર ન લેવાતા આ ભાગ ખન્ડેર હાલત માં પરિવર્તિત થઈ ગયો છે.

વર્ષો બાદ હવે પાલિકાને આ અમુલ્ય વારસાની કિંમત સમજાઇ છે.ત્યારે તેના પુનઃનિર્માણ ને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી ગુજરાત સરકાર દ્વારા આ કામગીરી માટે રૂપિયા ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. ત્યારે તામ્બેકરનાવાડાના નવનિર્માણ માટે પાલિકા ની વડી કચરી પાલિકાના કોન્ફરન્સ હોલમાં ખાતે મ્યુનિ કમિશનર શાલીની અગ્રવાલ ની અધ્યક્ષતા માં આર્કિયોલોજી વિભાગના અધિકારીઓ ,સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી. આર્કિયોલોજી વિભાગ ના  અધિકારીઓ સહિત બરોડા મ્યુઝિયમના ક્યુરેટર વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.  આ બેઠકમાં નિષ્ણાંતોની સલાહ અને સુચનો લેવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા બે દિવસથી તામ્બેકરના વાડાની મુલાકાત લેવામાં આવી રહી છે. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે તાંબેકરના આર્કિયોલોજી હસ્તક છે તેને રિસ્ટોરેશન કરવામાં આવશે અને પાલિકા હસ્તક જે જગ્યા છે તેને ગુજરાત પેન્ટિંગ મ્યુઝિયમ બનાવવામાં આવશે. રાજ્ય સરકારના યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા મને સભ્ય પણ બનાવવામાં આવી છે.

Most Popular

To Top