Vadodara

પાલિકાએ 53 દિવસમાં માત્ર 1068 જ રખડતાં ઢોર પકડ્યા : 93 પાલકો સામે ફરિયાદ કરાઈ

વડોદરા : શહેરને ઢોર મુક્ત અભિયાન મેયર શરૂ કર્યું હતું .ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ મેયરને ટકોર કર્યા બાદ પાલિકાની ઢોર પાર્ટી દ્વારા કામગીરી વધુ સારી કરવામાં આવી હતી. ત્યારબાદ છે કામગીરી ઢોર પાટી નવરી થઈ ગઈ છે. તંત્રએ નવેમ્બર મહિનામાં 53 તારીખ સુધીમાં 1068 ઢોર કબજે કર્યા, 150 પશુને દંડ વસુલ કરીને છોડી મુકવામાં આવ્યા, 93 પશુપાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી અને 6 લાખ 70,700 નો દંડ વસુલ કરવામાં આવ્યો. શહેરને ઢોર મુક્ત અભિયાન મેયર કેયુર રોકડિયા એ શરૂ કર્યું હતું. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની ટકોર બાદ પાલિકાની દોર પાર્ટીએ કામગીરી વધુ સારી કરવામાં આવી હતી.

પરંતુ ત્યારબાદ કોઈ હોદ્દેદારને ઈશારે અને બીજો કોઈ હોદ્દેદાર અભિયાનમાં જસના લઈ જાય તે માટે કોઇ હોદ્દેદારે ઇશારો આપતાં પાલિકાની ઢોર પાર્ટી દ્વારા કામગીરી દિવસેને દિવસે વધુ નબળી પડતી જાય છે. પાલિકા ની ઢોર પાર્ટી એ હજુ પણ કડક કાર્યવાહી કરવાની જરૂર છે હજુ પણ રસ્તા પર ઝુંડ દેખાય છે. ઢોર પાર્ટીએ મંગળવાર ન 17 ઢોર કબજે કર્યા હતા અને ટોટલ 511 ઢોર અત્યાર સુધી કબજે કરવામાં આવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા 1 ઓક્ટોમ્બર થી 22 નવેમ્બર 53 દિવસ માં 1068 ઢોર કબજે કર્યા, 150 પશુને દંડ વસુલ કરીને છોડી મુકવામાં આવ્યા, 93 પશુપાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી અને 6 લાખ 70,700 નો દંડ વસુલ કરવામાં આવ્યો.

ફાળવાયેલી 8 ગોચરની જમીન પૈકી ખટંબા જામીનની કામગીરી પૂર્ણ

કલેક્ટર દ્વારા ગોચર ની 8 જમીન ફાળવાઈ હતી. જે જગ્યા ફાળવવામાં આવી છે તેમાં પણ ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં પાલિકાની ઢોર ટીમ દ્વારા પકડી ને ઢોર ડબ્બા માં પુરવામાં આવતા હતા.  ખટંબા પશુપાલકો માટે ફાળવેલી જમીનનું ફેન્સીંગ અને લેવલીંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જેની કામગીરી મંગળવારના રોજ પુરી થઈ હતી તેમ સ્ટેન્ડીગ કમિટી ના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું. જ્યાં પેહલા 300 ઢોર ને રાખવામાં આવે છે હવે ત્યાં 1500 ઢોર રાખી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.ઢોર અહીં શિફ્ટ કરતાં પશુપાલકોને પૂરતી સુવિધા પાલિકા પૂરી પાડશે.

ઢોર અભિયાનને અસફળ બનાવવા હજુ પણ ગ્રૂપ સતત પ્રયત્નશીલ

આ અભિયાન ઢોર પકડવાનું અસફળ થાય તે માટે એક ગ્રુપ સતત પ્રયત્ન કરી રહ્યું છે. સંકલન નો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે.એક ગ્રુપ બીજા ગ્રુપ ને પાડી દેવાની તૈયારી માં છે.જન હિત ની કામગિરી માં કોઈ ને રસ નથી. અહમ ની લડાઈ છે.પાટીલ દાદાની ચીમકી બાદ પ્રથમ સપ્તાહ માં કામગીરી પુર જોર મા ચાલી ત્યાર બાદ વખાણી શકાય તેવી કામગીરી થઈ નહિ. 15 દિવસ માં ઢોર પકડવાનું અભિયાન માત્ર મેયર કેયુર રોકડીયા ને સોંપાયું ન હતું તેમની સાથે સાથે સ્ટેન્ડીગ કમિટી ના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ ની પણ છે. સી આર પાટીલે ટકોર કરી હતી કે મેયર ની સાથે સ્ટેન્ડીગ કમિટીનાઅધ્યક્ષ સાથ આપે.

Most Popular

To Top