સુમનદીપ વિદ્યાપીઠના કેમ્પસમાં મેગા ડીમોલેશનની કામગીરી ટૂંક સમયમાં કરાશે

વડોદરા : વાઘોડિયા પીપળીયા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઢના પૂર્વ ચેરમેન મનસુખ શાહ નું કેમ્પસ તમામ નીતિ  નિયમો નેવી મૂકી 27,817 ચો મીટર (આશરે 3 લાખ સ્કવેર ફૂટ),ગેરકાયદે બાંધકામ હોવાનો ઘટસ્ફોટ સરકારી ચોપડે થયો હતો. રાજ્ય સરકારના નગર નિયોજન વિભાગ દ્વારા હાલમાં વિવાદિત સ્થળ ઉપર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની ડીમાર્કેશનની કાર્યવાહી ચાલુ કરાઈ છે. સુમનદીપ વિદ્યાપીઢના કેમ્પસમાં મેગા ડીમોલેશનની તૈયારી આરંભાઈ છે. વર્ષ 2017માં મનસુખ શાહ એમબીબીએસ વિદ્યાર્થી પાસે 20 લાખ લાંચ માગતા એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો. બાદમાં મળતીયા ઈસમોને એક પછી એક પકડીને જેલ ભેગા કરાયા હતા.

સુમનદીપ વિદ્યાપીઢનું કેમ્પસમાં ડેન્ટલ કોલેજ ,ફાર્મસી કોલેજ નસિંગ કોલેજ, મેડિકલ કોલેજે, હોસ્ટેલ, હોસ્પિટલ, ફિઝીયોથેરાપી કોલેજ આવેલી છે. વડોદરાના આશિત અમીનનાઓની જમીન કેમ્પસને લગોલગ આવેલી છે. સુમનદીપ વિધાપીઠ ના પૂર્વ સંચાલક ડો મનસુખ શાહે તમામ નીતિ  નિયમોની નેવી મૂકી 27,817 ચો મીટર (આશરે 3 લાખ સ્કવેર ફૂટ) ગેરકાયદે બાંધકામ હોવાની ઘટસ્ફોટ સરકારી ચોપડે હોવા છતાં ઉચ્ચ સરકારી અધિકારીઓ દ્વારા મનસુખને છાવરવામાં આવી રહ્યો હતો.

જેતે સમયે કલેકટર, ટીડીઓ, ડે કલેકટર, મામલતદાર, પંચાયત,વગેરે જગ્યાએ મનુસખ શાહ તથા તેમના મળતીયા વિરુદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગામમાં જતો જાહેર તથા નાળિયા રસ્તાના ઉપર ગેરકાયદેસર કબજો અને ગેરકાયદેસર બાંધકામ કરી લેવાયા હતા. તપાસની મૂળમાં જતા 2002 પછી કોઇ પણ જાતની રજા ચિઠ્ઠી વગર નગર નિયોજનની મજુરી ન હોવા છતાં આડેધડ બાંધકામ કરી દેવાયું હતુ. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત ગ્રામ્ય એલસીબીને તપાસ સોંપવામાં આપવામાં આવી હતી.

ભ્રષ્ટ અધિકારીઓના કારણે રાજ્ય સરકારના આદેશથી એસીબીમાં તપાસ ટ્રાન્સફર થઈ હતી. તપાસના મૂળમાં જતા કેટલાક બનાવતી દસ્તાવેજના આધારે કબજો ભગવોટો અને બાંધકામ કર્યા હતા. તથા તલાટી, કલેકટર, ડે.કલેકટર, ટીડીઓ કક્ષાના ભ્રષ્ટ અધિકારીઓ આ કેમ્પસમાં ઉભા થતા ગેરકાયદેસર બાંધકામમાં સીધી કે આડકતરી રીતે મદદ કરી હતી. રાજ્ય સરકારના નગર નિયોજન વિભાગ દ્વારા હાલમાં વિવાદિત સ્થળ ઉપર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની ડીમાર્કેશનની કાર્યવાહી ચાલુ કરી છે. ફિઝિકલ મેન્યુલ માપણી પણ હાથ ધરવામાં આવી છે.

આ અગાઉ જિલ્લા પંચાયત તથા કલેકટરની તપાસ માં લાખો સ્કવેર ફિટ નું ગેરકાયદેસર બાંધકામ સામે આવ્યું હતું. તત્કાલીન કલેકટર શાલિની અગ્રવાલ 3 વર્ષ પહેલાં તેમનો ફાઇનલ રિપોર્ટ જાહેર કરી દીધો છે. કોઇ અગમ્ય કારણસર પંચાયતે બાંધકામ તોડ્યું ન હતું. રાજ્ય સરકારની કડક કાર્યવાહી જોઈને ગભરાઈ ગયેલા પૂર્વ સંચાલક મનસુખ શાહે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હવેની લડાઈ આખરી તબબકાની છે. બધાં વિભાગોએ એક બીજાના સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે. કાયદાકીય લડાઈ ના કારણે ડીમોલેશનની કામગીરી ખોરંભે પડી હતી.

મનસુખ શાહે  જન્મ જાત ખેડૂત ન હોવાથી તેની ખેતીની જમીનો ખરીદી પંચાયતમાં બિનખેતી કરી ને ગેરકાયદેસર બાંધકામ કર્યો હતો. આ અગાઉ સેટેલાઇટ સર્વે પણ થઈ ચૂક્યા છે. મનસુખ શાહે સરકારી જગ્યા પર નું દબાણ અને ગેરકાયદેસર બાંધકામ મામલે લેન્ડ ગ્રેબીગ ની એક્ટ ની કલમ અલાયદું દાખલ થશે.? અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 માં સુમનદીપ વિદ્યાપીઠ પૂર્વ ચેરમેન મનસુખ શાહ એમ બી બી એસ વિદ્યાર્થી પાસે 20 લાખ લાંચ માગતા એસીબી એ છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો. બાદમાં મળતીયા ઈસમોને એક પછી એક પકડીને જેલ ભેગા કરાયા હતા.  એસીબી હાલમાં મનુસખ શાહ વિરુદ્ધ આરોપીઓની ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારનું ગૃહ ખાતું, એસીબીમાં પૂર્વ ડાયરેકટર કેશવ કુમારની સૂચનાથી સમગ્ર તપાસ ચાલી રહી છે.

Related Posts