Columns

જાણો શું અંતર છે ભારતીય વાસ્તુશાસ્ત્ર અને ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર

પુરાણકથા મુજબ વાસ્તુશાસ્ત્રના રચયિતા ભગવાન વિશ્વકર્માને ચાર પુત્રો હતા. તે પૈકીના એક મય… જેને રચેલ મય-મતમ્‌ આજે પણ વાસ્તુશાસ્ત્રમાં સૌથી વધારે આધારભૂત પુસ્તક ગણાય છે. મય-મતમ્‌ના બે વોલ્યુમ…. લખવાનો કે સમજવાનો આધુનિક યુગમાં શ્રેય જાય છે મેક્ષ મૂલર નામના જર્મન સદસ્યને. આજે પણ જર્મનીમાં આપણી સંસ્કૃત ભાષા પ્રત્યેનું માન ઘણાં વાચકોને ખ્યાલ હશે જ. સંસ્કૃતમાં રચાયેલાં આવાં ઘણાં વૈદિક શાસ્ત્રોનું ભાષાંતર અંગ્રેજીમાં કરવાનું શ્રેય મેક્ષ-મૂલરને મળે છે. આ તો આડ-વાત થઇ.

આજની મુખ્ય વાત છે ફેંગ-શૂંઇની… જેને ઘણાં ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર કહે છે. પુરાણિક કથા અનુસાર ‘મય’ને પણ ચાર પુત્રો હતા. જે પૈકી એક પીંગટકર્મા…. જેને ચીન અને વિભાજન પહેલાંના રશિયામાં જઇ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને પર્યાવરણને અનુલક્ષીને જે વાસ્તુશાસ્ત્રના અલગ નિયમો બનાવ્યા અને આ રીતે થઇ ફેંગ-શૂંઇ નામક ચાઇનીઝ શાસ્ત્રની રચના! ફેંગ એટલે ‘હવા’. અને શૂંઇ એટલે ‘પાણી’. આપણે ત્યાં લોકો મઝામાં છે કે કેમ એ જાણવા માટે હવા પાણી બરાબર છે ને? એવું પૂછવાનો રિવાજ છે.

આ જ હવા-પાણીનું સંતુલન જાળવવા માટે ત્યાં ઘણા નિયમો બનાવાયા છે જે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ માટે ખૂબ કામિયાબ છે. અહીં ચિંગ અને યાંગ ઊર્જાનો સિધ્ધાન્ત એટલે પ્રકૃતિ અને પુરુષનો સિધ્ધાંત. જે રીતે ફકત પ્રકૃતિ (સ્ત્રી) અથવા ફકત પુરુષ…. નવી સૃષ્ટિ પેદા કરવા સક્ષમ છે. પરંતુ બન્ને મળીને અસંખ્ય અને અમૂલ્ય સૃષ્ટિની રચના થઇ શકે. આપણે ત્યાં ઘણાં વાસ્તુકાર, ચાઇનીઝ ફેંગ-શૂંઇને ત્યાંની સફળતાને ધ્યાનમાં રાખી અહીં ભારતવર્ષનાં સીધો જ ઉપયોગ કરી લેતા હોય છે જે એક ભૂલ છે. બે સંસ્કૃતિનાં સમન્વય આદરણીય છે પરંતુ અન્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ અવાંછનીય વિપત્તિઓનું જનક છે.

ચીન અને ભારતની ભૌગોલિક પરિસ્થિતિ અને તેથી ઉત્પન્ન થતા પર્યાવરણની ગુણવત્તા વિભિન્ન છે. આથી બંને દેશોમાં દિશાઓના શુભત્વ અને અશુભત્વમાં પણ ભિન્નતા છે. ભારતની ઉત્તર હિમાલય જેવો દુનિયાનો સૌથી ઊંચો પહાડ છે. જે ચીનની દક્ષિણ દિશામાં આવે છે. આપણે ત્યાં દક્ષિણ દિશામાં અરેબિયન મહાસાગરનો મોટો ખાડો છે. ચીનમાં ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાય છે, જેમાં ધૂળનાં રજકણો વિપુલ માત્રામાં હોય છે. આથી અહીં ઉત્તર દિશાને દુ:ખદ મનાયેલી છે. આપણે ત્યાં ઉત્તર દિશામાં કુબેરનો વાસ બતાવાય છે. કુબેર એટલે ધનસંપત્તિનાં દેવ. જે પણ જાતકને ઉત્તર દિશામાં મોટું આંગણું મળે, ત્યાં ખૂબ સહજ વિપુલ માત્રામાં ધનકુબેર અને સુખો મળે છે. પરંતુ ચીનમાં આ ઉત્તર દિશાને બંધ કરવામાં આવે છે. ત્યાં ખુલ્લા ચોગાન નકારાત્મક શકિતઓ પ્રદાન કરે છે. આપણે ત્યાં ઇશાન દિશામાંથી આપણી ઊર્જાને સૌથી વધારે હકારાત્મક મનાય છે.

ચિત્ર………….આથી અહીં દેવસ્થાન મૂકી, ખૂબ ખુલ્લાં બારી-બારણાં રાખી, મહેમાનોનાં આવાગમન માટે સર્વશ્રેષ્ઠ જગ્યા ઇશાનમાં ગણાય છે. પરંતુ આ બધી પ્રવૃત્તિ માટે ચીનમાં અગ્નિ ખૂણાને સર્વશ્રેષ્ઠ ગણાયો છે. અહીં આહ્લાદક અને સુખદ પવન અગ્નિ ખૂણાથી આવતા હોય છે. અહીં ઉત્તર અને દક્ષિણ દિશાની વાતોમાં મહદ્‌ ફરક આવ્યો. પરંતુ પૂર્વ દિશાના ખુલ્લાપણ અને હવા-ઉજાસ બન્ને દેશોમાં એક સરખા અનિવાર્ય ગણાયા છે. અરે દિશાઓ અને ઘર જ નહીં. પરંતુ દેવ – ભગવાનનાં સ્વરૂપ અને સ્થળ બાબત પણ ભૌગોલિક સંરચનાની અસર જોવા મળે છે. આપણા વૈદિક દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેનું વાસ્તુશાસ્ત્રમાં સ્થાન નીચે મુજબ છે.

ચિત્ર…… જેના પર્યાય રૂપે ચીનમાં કૂક, લુંક અને સાઊની પ્રતિમા રખાય છે. આ ત્રણે દેવોનું કામ, આરોગ્ય, આયુષ્ય, ઐશ્વર્ય, સંપત્તિ, સંતતિ અને સમૃધ્ધ પ્રદાન કરવાનું ગણાય છે. જે વૈદિક ધર્મવાળા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સર્જક, પાલક અને સંહારકનો ખ્યાલ તો સર્વને હશે જ. અમારી અનોખી અનાયા ઘરનાં ઇશાન ખૂણામાં ખુલ્લી બારીઓ રાખી નૈઋત્ય ખૂણા બંધ રાખી ઉત્તરાભિમુખ કેમ વાંચે છે, તે તો ખ્યાલ આવી જ ગયો. જો ચીનમાં હોત તો, વાયવ્ય ખૂણો બંધ રાખી અગ્નિ દિશાની ખુલ્લી રાખી વાંચવું પડતે.

Most Popular

To Top