Gujarat

ગોંડલમાં ખેડૂતોએ હજારો ટન ડુંગળી રસ્તા પર ફેંકી દીધી, આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

ગોંડલઃ ગુજરાતના (Gujarat) ખેડૂતો (Farmers) ડુંગળીના (Onion) કારણે રડી રહ્યાં છે. ડુંગળીની ખેતી કરતા સરકારના નિર્ણયના લીધે પરેશાન છે. સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ (OnionExportBan) મુકતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાની ચિંતા સતાવવા લાગી છે. બે દિવસથી ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડની (GondalMarketYard) બહાર વિરોધ પ્રદર્શન (Protest) કરી રહ્યાં છે. ખેડૂતોએ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી દીધી છે.

  • ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ગોંડલ માર્કેટ યાર્ડ બહાર વિરોધ, ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ અને મહુવા પથકના ખેડૂતોએ યાર્ડમાં ડુંગળીના પુરતા ભાવ નહીં મળતા હાઈવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યો હતો તો વિસાવદરમાં પણ ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠલવીને રોષ વ્યક્ત કર્યો હતો. ગોંડલ પંથકના ખેડૂતોએ રોષભેર જણાવ્યું કે દેશભરમાં માત્ર કર્ણાટકમાં નિકાસબંધી નથી જે અન્યાયી છે.

ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી દઈ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. માર્કેટના બંને દરવાજા બંધ કરી દેવાયા છે. યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી જવાના લીધે ચક્કાજામ થઈ ગયા છે. સરકાર અને યાર્ડના સંચાલકો વિરુદ્ધ ખેડૂતો ગુસ્સો કાઢી રહ્યાં છે.

રાજકોટના ગોંડલ યાર્ડની અંદર અને બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડુંગળીના ભાવ મુદ્દે બીજા દિવસે પણ વિરોધ યથાવત છે ત્યારે પોલીસે ચાંપદો બંદોબસ્ત ગોઠવ્યો છે. ગુરુવારે માર્કેટ યાર્ડ થયેલા 55,000 ડુંગળીના કટ્ટાની આવક વચ્ચે ખેડૂતોનો વિરોધ છે. યાર્ડના મુખ્ય ગેટની સામે ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેઈટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. યાર્ડના બંને ગેટ બંધ થતા બહાર વાહનોની કતાર લાગી ગઈ છે.

બીજી તરફ જુનાગઢના વિસાવદરમાં ડુંગળીની સારી કિંમત નહીં મળતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. હાઈવે પર ચક્કાજામ કરી દેવાયો છે.

Most Popular

To Top