National

વડીલોએ કરોડોની જમીન પીએમ મોદીના નામે કરી, 15 વડીલોએ કરી ઈચ્છામૃત્યુની માંગ

નવી દિલ્હી: ભારતમાં લોકોને ડરવી, ધમકાવી અને ઓછી કિંમતે જમીન હડપી લેતા ભૂ માફિયાનો (Land mafia) ત્રાસ વધી ગયો છે. તેથી લોકો તેમની જમીનને લઈને ચિંતામાં રહે છે કે તેમના મૃત્યુ પછી તેમની જમીનનું શું થશે? આ રીતે જ વિચારીને દિલ્હી પાસે આવેલા ગાઝિયાબાદના (Ghaziabad) લોની વિસ્તારમાં ભૂ માફિયાથી છુટકારો મેળવવા માટે 35 વડીલોએ (Elders) તેમની કરોડોની કિંમતની જમીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નામે દાનમાં આપી દીધી. તેમાંથી 15 વડીલોએ રાષ્ટ્રપતિ ભવન પાસે ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. તેમજ 350 નિવૃત્ત (Retired) કર્મચારીઓએ પણ તેમની જમીન જમીન માફિયાઓ પાસેથી પછી હડપી લઈને બીજા લોકોને આપી દીધી હતી.

ભૂ માફિયા વિશે વાત કરતાં દિલ્હીના ટેલિકોમ મંત્રાલયમાં નોકરી કરતા રવીન્દ્રનાથ શુક્લાના જણાવ્યા અનુસાર, તેઓ લોનીમાં રેલ વિહાર સોસાયટીમાં જોડાયા બાદ ત્યાંના પ્રમુખ બન્યા હતા. આ સમયે સોસાયટીમાં તમામ સરકારી કર્મચારીઓ રેલવે વિભાગના હતા. ત્યારે 1988માં રેલ વિહાર સોસાયટીના તમામ સભ્યોએ મળીને સબ્દુલ્લા ગામ પાસે 135 વીઘા જમીન સોસાયટીના નામે ખરીદી હતી. આ જમીનમાં રેલ વિહાર સોસાયટી વીજળી, પાણી અને પાર્ક વગેરેની રચના કરી રેલ વિહાર સોસાયટી બનાવી હતી. તેમાં દરેક સભ્યોને 80 હજાર રૂપિયાની ચૂકવણી પર 100 ગજના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.

કેવી રીતે માફિયાએ જમીન પડાવી?
રવિન્દ્રનાથે આ વિશે વધુમાં કહેતા કહ્યું કે 1996માં વિજય ભાટી નામનો ભૂ માફિયા રેલ વિહાર સોસાયટીમાં જોડાયો અને ચાલાકીથી પ્રમુખ બની ગયો હતો. વિજય ભાટીઆએ સોસાયટીમાં નવા સભ્યો ઉમેર્યા અને તે છેતરપિંડીથી તમામ જમીન નવા સભ્યોને આપી દીધી હતી. તેથી ન્યાય લેવા માટે રેલ વિહારના 350 સભ્યો છેલ્લા 5 વર્ષથી તેઓ કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, કોઈ અધિકારી તેમની વાત સાંભળતા નથી.

હાલમાં જમીનની કિંમત
વર્તમાન સરકારી સર્કલ રેટ પ્રમાણે આ જમીનની કિંમત 400 કરોડ છે અને હાલમાં તેની બજાર કિંમત લગભગ 1 હજાર કરોડ રૂપિયા છે. ઉપરાંત જમીનના મૂળ માલિકો નિવૃત્ત થઈ ગયા છે અને તે તમામ 70 થી 80 વર્ષની ઉંમરના છે. તેમાથી 50 થી વધુ માલિકો મૃત્યુ પામ્યા છે અને તેમની વિધવા પત્નીઓ આજે પણ ન્યાય માટે લડી રહી છે.

આ 350 સભ્યોનું માનવું છે કે તેમની આ ઉંમરે તેઓ કોર્ટના ચક્કર લગાવી શકે તેમ નથી અને વળી કોર્ટમાં કેસ કરે તો પણ ત્રણ પેઢીઓ સુધી આ વકાલત ચાલતી રહેશે. તો પણ ન્યાયની આશા રાખવી એ મુશ્કેલ બની જાય. જો ફરિયાદ કરવા પર આરોપી તે સમય મુજબ પૈસા ચૂકવવાનું કહે તો પણ એમાં પણ ન્યાય મળે એ જરૂરી નથી. જ્યારે જમીન ખરીદવા માટે 80 હજાર આપ્યા ત્યારે તેમનો પગાર 250 રૂપિયા હતો. આજે તે જગ્યાની કિંમત કરોડોમાં થઈ ગઈ છે.

કેમ પીએમ મોદીના નામે કરી દીધી જમીન?
માત્ર મજબૂત વ્યક્તિ આ જ જમીનને ભૂ માફિયાના કબજામાંથી મુક્ત કરાવી શકે છે. તેવું રવિન્દ્રનાથનું માનવું છે. હિંદુ ધર્મ અનુસાર રાજા ભગવાનનું સ્વરૂપ છે અને હાલમાં ભારતમાં રાજાના પદ પર નરેન્દ્ર મોદી છે. તેથી કુલ 35 વડીલોએ 100 રૂપિયાના સ્ટેમ્પ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જમીન કરી દીધી છે. આ સાથે વડીલોની પીએમને અપીલ છે કે જમીન ભૂ માફિયા પાસેથી ખાલી કરવી તે પોતે જ લઈ લે. આ દરેક લોકોને હાલમાં તેમની જમીન પછી મળી ગઈ છે. તેમજ આ વડીલોએ રાષ્ટ્રપતિ ભવન જઈને ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. અત્યારે એક ટ્વીટ કરીને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top