Charchapatra

ગંદુ રાજકારણ

વર્ષો સુધી ABP, આજ તક અને Rભારત તેમજ BBC, CNN, એલ જઝીરા ન્યુઝ નિહાળી આજે લખવા પ્રેરાયો છું. વિશ્વભરમાં કોઈ મહત્ત્વની ઘટના પર પેનલ ડિસ્કશન યોજાય છે. વિદેશી ચેનલો પર જે તજજ્ઞો કે પાર્ટી પ્રવક્તા આવે છે તેઓ શાંતિથી અન્યના મુદ્દા સાંભળે છે અને નિજ દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. આપણે ત્યાં જોવામાં આવે છે કે, સૌ બેફામ વાણીવિલાસમાં સરી પડે છે. મહદ્ અંશે એવું બને છે કે આપ સાંભળી અને સમજી શકતાં નથી એટલી હદે વિપક્ષ રાડારાડ કરે છે. દુ:ખદ વાત એ છે કે, આતંકવાદ સામે રાષ્ટ્ર એક હોવું જોઈએ તેને બદલે વિપરીત વાતો સાંભળવા મળે અને અભદ્ર વર્તન જોવા મળે છે.

સુદૃઢ અને તંદુરસ્ત લોકશાહી માટે વિપક્ષનું હોવું જરૂરી છે. પરંતુ રાષ્ટ્રની શાંતિ જોખમાતી હોય અને જનતામાં ભયનું વાતાવરણ હોય ત્યારે તો એટ લિસ્ટ સૌએ એક રહેવું જોઈએ. બીજી તરફ AIMIM વિધાયક કે પ્રવક્તા ખોટી વાતોને પણ જોરશોરથી ખેંચે છે. આવું તો ભારતમાં જ બનતું હશે. અન્ય તૃતીય રાષ્ટ્રોની તુલના કરવાની હોય જ નહિ. આપણે પ્રથમ અને દ્વિતીય રાષ્ટ્રો તરફ નજર રાખવાની હોય. બાટલા હાઉસ એન્કાઉન્ટર વખતે સોનિયા ગાંધી રડ્યાં હતાં એવું સલમાન ખુરશીદે કહ્યું હતું. હાલ યુપીનાં લોકો અતીકની હત્યાથી રાજી છે, સંતુષ્ટ છે ત્યારે અખિલેશ યાદવે પહેલે જ દિવસે એન્કાઉન્ટરને અન્યાયી ઠેરવ્યું હતું.

એ પણ રાહુલ ગાંધી જ હતા, જેમણે એર સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતા. ત્રિપલ તલાકને દૂર કરવામાં આવ્યું ત્યારે મુસ્લિમ મહોતરમાઓ રાજી થઇ મીઠાઈ વહેંચતી હતી અને ખુશીનાં અશ્રુ સારતી હતી. વિપક્ષોએ ત્યારેય પોત પ્રકાશ્યું હતું. આવી ગંદી નીતિ ક્યાં સુધી ચાલશે? એવું સાંભળેલું કે રાજકારણ ગંદુ હોય, પણ આ તો નરી આંખે જોઈ શકાય છે. કદાચ આ જ કારણે સારાં માણસો રાજકારણમાં પદાર્પણ કરતાં ડરતાં હશે.
બારડોલી – વિરલ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વેશ્યા પણ સન્યાસી બની જાય છે
વર્ષાકાળની પૂર્વે બુદ્ધના એક ભિક્ષુને વેશ્યાએ કહ્યું કે આ વર્ષાકાળ મારે ઘરે રોકાઇ જાઓ. ભિક્ષુએ કહ્યું કે મારા ગુરુને પૂછી લઇશ. બુદ્ધે કહ્યું જો વેશ્યા તમારાથી ન ડરી તો તમે વેશ્યાથી શા માટે ડરશો? મારો સન્યાસી એટલો નિર્બળ કે વશ્યાથી ડરી જાય! તમે જાઓ. વર્ષાકાલ પછી ભિક્ષુ પાછો ફર્યો અને તેની પાછળ વેશ્યા સાથે આવી. વેશ્યાએ બુદ્ધને કહ્યું કે મને ભિક્ષુણી બનાવો. ભિક્ષુ જીતી ગયો. હું સારી ગઇ. બુદ્ધે કહ્યું જેનું અંદર બહાર મટી ગયું હોય, તે વેશ્યાની પાસે પણ રહે તો વેશ્યા પણ સન્યાસીની બની જાય છે.
વિજલપોર – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નહિ ધારેલુ થાતુ ધારેલું નહિ થાતુ એવુ ઉપરવાળાનું ખાતું
હાલમાં અતિથિ વિશેષ વરસાદથી પધરામણી થઈ. બીજી ભાષામાં આગોતરા જાણ વગર આવૃતિને થોડા સમયમાં પોતાનું સ્વરૂપ બનાવી ચાલ્યા ગયા. અતિથિ બે પ્રકારના આવે એક કામમાં મદદ કરવા અને એક કામમાં દખલ કરવા. હવે મુળ વલી હાલમાં પડેલો વરસાદ ધાન્ય અને કેરીને બધી રીતે નુકસાન કારક છે. કારણકે કોઈ આબામાં મોર સોળે કળાએ ફૂલેલા છે. કાંઈક આંબામાં કેરી સોળે કળાએ ખીલેલી છે જેનું ફળ આજીવન કેરીના આંબાના ઝાડ સાથે હાંકાવેલું હોય જેમકે વાડીમાં 15 થી 20 આબાના ઝાડ હોય લગભગ વાર્ષિક 2 લાખથી કમાણી હોય. ગામડામાં 2 લાખમાં વાર્ષિક ઘર ખર્ચ ચાલે. બીજી કોઈ આવકનું સાધન ન હોય. તેઓથી પરિસ્થિતિ શું થાય? જેથી ગોદરી જાય તેને ટાઢ વત્ય તેવી પરિસ્થિતિ છે. આ કુદરતી આફતથી ખેડૂતોને થયેલા નુકસાન સરકારે પણ વિચારણા માંગી લે છે.
સુરત – મહેશ આઈ. ડોક્ટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top